વાંચો પ્રેમના કિનારા ભાગ-૨ – પ્રેમકહાની હોય અને એમાં સંઘર્ષ ના હોય તો મજા ના આવે…

પ્રેમના કિનારા – ભાગ ૧ વાંચવા માટે અહી ક્લિક કરો.

“પ્રેમના કિનારા” – પ્રેમને પામવા આખા પરિવારને કન્વીસ્ડ કરતા પ્રેમીની પ્રેમ કથા

(આરવ અને શૈલજા વચ્ચેનો પ્રેમ- શૈલજાએ આરવના પ્રપોઝને ઠુકરાવ્યો- ક્રિષ્નાએ શૈલજાની મજબુરીની જાણ કરી)

આખો લગ્ન સમારોહ કમલભાઇના ઘરે જ વિશાળ બંગ્લોઝ અને તેના ગાર્ડનમાં ગોઠવવામાં આવ્યો હોય છે એટલે આરવ શૈલજાના થનાર પતિ પલકને પણ મળી લે છે. થોડો અકડુ સ્વભાવનો અને એકદમ મોડર્ન હોય છે.
સૌ પ્રથમ કપડાની ખરીદિ કરવા માટે જવાનુ હોય છે. આરવને પણ સિલેક્ટેડ શોપમાંથી ખરીદિ કરવાની હોય એટલે સાથે જવાનુ હોય છે. ઘરેથી નિકળતી વખતે આરવ જાણી જોઇને પુછે છે કે કમલ અંકલ કેમ નથી આવવાના?
શૈલજાના કાકિ કહે છે ના ના બેટા એમનો મગજ બહુ સ્ટ્રોંગ છે અને એમને બોલાવવા જવાની કોઇની હિમ્મત જ નથી.
આરવ જાય છે અને કમલભાઇ ને કહે છે અંકલ તમારે નથી આવવુ ખરીદિ કરવા?
કમલભાઇ કહે છે મારે ત્યા શુ કામ છે બેટા ?

આરવ કહે અંકલ તમારી દિકરીનો સાથ હવે માત્ર દિવસો નહિ કલાકોનો જ છે. હુ એવુ ઇરછુ છુ કે તમે હવે તમારી દરેક પળ તમારી દિકરી સાથે વિતાવો. પ્લીઝ અંકલ શૈલજાને પણ સારુ લાગશે.
કમલભાઇ તો આરવથી ખુશ હતા એ કહે ચાલ બેટા હુ આવીશ.
ત્યાર બાદ બન્ને ઘરની બહાર નીકળે છે પલક લિવિંગરૂમમાં બેઠો હોય છે.
આરવ કહે ચાલ પલક તારે આવવુ નથી?
પલક કહે આ બધા જુના જમાનાની માન્યતાઓ છે આ બધુ ટાઇમ વેસ્ટ છે. મે તો બધુ ઓનલાઇન મંગાવી લીધુ. તમે જાઓ. મને તો કોઇ રસ નથી આવા પ્રસંગોમાં
કમલભાઇને મનમાં થોડો ગુસ્સો આવ્યો પણ કઈ બોલી શકે એમ તો હતા નહિ?
આરવ અને કમલભાઇ સાથે જ બહાર આવ્યા. ગાડિઓ તૈયાર હતી. બધા ગોઠવાઇ ગયા. એક ગાડિમાં માત્ર શૈલજા એક જ બેઠી હતી. એમ હતુ કે એ ગાડીમાં પલક અને શૈલજા સાથે આવશે પણ પલક તો ઓનલાઇન હતો એટલે એ ગાડીમાં કમલભાઇ શૈલજાની બાજુમાં ગોઠવાયા અને તેની બાજુમાં આરવ.
આજ પહેલી વાર પિતા અને પુત્રી એક સાથે બેઠા હતા. બન્ને મૌન જ હતા કઈ પણ બોલતા ન હતા.
કપડા અને ઘરેણાની ખરીદિ કરીને ઘરે જતા હતા. ત્યારે પણ આ જ રીતે બધા ગાડિઓમાં ગોઠવાઇ ગયા.
કમલભાઇ બોલવાની શરુઆત કરે છે બેટા તને બધુ પસંદ તો છે ને ?
શૈલજા કઈ જ બોલતી નથી માત્ર અને માત્ર તેની આંખમાંથી આંસુ જ આવે છે. કમલભાઇ શૈલજાને માથે હાથ મુકે છે.
કદાચ શૈલજા માટે તો આ પહેલી વાર જ આવુ બન્યુ હશે.
ઘરે બધા જમીને બંગલાની આગળના ગાર્ડનમાં બેઠા હતા.
શૈલજા એકલી જ એક બેન્ચ પર બેઠી હતી. આરવ ત્યા આવીની જમીન પર બેસે છે.
શૈલજા આરવને કહે છે થેન્ક્સ આરવ આજ સુધી મારા પપ્પા મારી સાથે બોલ્યા જ નથી. તારા લીધે મારી સાથે વાત પણ કરી છે. મારા માથે મારા પપ્પા એ હાથ મુક્યો ખરેખર એવુ લાગ્યુ કે, એ હાથની હથેળી મારા પર અપાર સ્નેહ અને અપાર પ્રેમ વરસાવી રહી હતી.
આરવ હસતા હસતા – સદા ખુશ રહો બસ દુઆ હૈ હમારી
શૈલજા કહે છે આરવ મને એ નથી ખબર કે તુ શુ કામ આ બધુ કરે છે? મારા દસ દિવસ પછી લગ્ન છે હુ તારાથી ખુબ દુર ચાલી જવાની મને ખુશ રાખીને તને તો અંતે મારો વિયોગ અને દુઃખ જ મળવાનુ છે.
આરવ કહે હજી તો દસ દિવસ અને મારી પાસે બસો ચાલીસ કલાક છે તેમા હુ હાર તો ન જ માની શકુ.
આમ તો આરવ આ બધા સાથે એક પરિવારના સદસ્યોની ભળી ગયો હતો. બધા તેને ખુબ જ માન સન્માન આપતા હતા. બપોરે જમવા બેસવાના હતા. આરવને પણ ડાઇનિંગ ટેબલ પર જમવા બોલાવવામાં આવ્યો. આરવે આવીને જોયુ કે દાદા તો સાથે નથી બેઠા.
આરવે પુછ્યુ કમલ અંકલ દાદા કેમ તમારી સાથે નથી બેસતા?
કમલભાઇ- બેટા વર્ષોથી અમારા પરિવારમાં અંદરોઅંદર એટલી ગાંઠ પડી છે કે એ ઉકેલવી તો બહુ અઘરી છે.
આરવે- આપ ક્યો તો હુ પ્રયત્ન કરૂ
પલક બોલ્યો આરવ તુ રહેવા દે. આ પણ આ બધો સુકાયેલ ડાળીઓ છે. એ વળે નહિ. વળે તો ભાંઇ જાય એટલી અકડુ હોય છે. ગમે ત્યારે ખરી જશે.
કમલભાઇને બે ઘડિ તો એમ થયુ કે આ મારો થનાર જમાઇ ન હોત તો હુ એને એક થપ્પડ મારી દેત,
આરવ કહે છે પલક આ એજ ડાળી છે જેને સહારે પાન ફૂટી નિકળ્યા. આ જ ડાળીઓએ પોતાના શરીરમાંથી પોષણ આપ્યુ. ત્યારે આપણે લહેરાઇ રહ્યા છીએ.એમ કહિને તે દાદાના રૂમમાં ગયા. દાદા એકલા બેઠા બેઠા બીડી ઉપર બીડી પિતા હતા. આમ તો દાદા મોજીલા સ્વભાવના હતા.
આરવ – દાદા કેમ છો ?
દાદા- હા બેટા મજામાં હો આવ બેટા બેસ
આરવ- દાદા જમવા બધા બેસી ગયા તમે કેમ નથી આવતા?
દાદા- શુ કરુ ? કમલને મારે વર્ષોથી અબોલા છે.
આરવ- શેના કારણે?
દાદા- એ તો મને પણ યાદ નથી પણ એ મને નથી બોલાવતો ક્યારેય પણ? એ મને ક્યારેય નથી પુછ્તો કે બાપુજી તમને કેમ છે?
આરવ- દાદા તમને એ પણ યાદ નથી કે શેના કારણે અબોલા છે? તો પણ તમે તમારા વટ પર અડગ છો. એને પણ એવી ઇરછા નહિ હોય કે તેને કોઇ બેટા કહિને બોલાવે? એને પણ એવુ તો હશે ને મને કોઇ શિખામણ આપે? કોઇ મને ઠપકો આપે. તમે એક વારતો એની સામે આવો. બધુ ભુલીને બાકિની જીંદગી આનંદથી તો વિતાવી જ શકો ને.
દાદા- બેટા તારી વાત તો સાચી છે પણ એ ના માન્યો તો?
આરવ- તમારા દિકરા પર તમને ભરોસો નથી? એ ન માને તો પણ છે તો તમારો જ દિકરો તમારુ જ લોહિને
દાદા – એ વાત તો સાચી ચાલ તો મોડુ શુ કરવુ?
દાદા અને આરવ દાદર ઉતરતા હતા. બધા તો જોયા જ કરતા હતા.
આવીને કમલ પાસે જઇને ઉભા રહ્યા. કમલભાઇ હજુ ડાઇનીંગની ચેર પર બેઠા હતા.

દાદા કડક અવાજ માં બોલ્યા તારા બાપને બેસવા દે. ખુરશી ખાલી કર.
કમલભાઇની અને દાદાની આંખમાં આંસુ હતા. કમલભાઇ ઉભા થઈને દાદાની સામે બે હાથ જોડિને માફિ માંગે છે.
કમલભાઇ બાપુજીને મુખ્ય ખુરશી પર બેસાડે છે અને કહે છે બાપુજી અહિ જ બેસો આ તમારી જગ્યા છે.
દાદા- બસ બેટા આ શબ્દ સાંભળવા જ હુ તડપતો હતો. હવે કદાચ મને મોત પણ આવી જાય તો પણ દુઃખ નથી.
બધાની આંખમાં ખુશીના આંસુ હતા. આરવ પણ શૈલજા સામે નેણ ઉચા કરતો કરતો સ્માઇલ આપે છે. શૈલજા પણ ઇશારામાં થેન્ક્સ કહે છે.
કમલભાઇ અને આરવ ગાર્ડનમાં બેસી બધુ આયોજનનીવાતો કરતા હતા. બધુ આરવ સમજાવી દે છે.
કમલભાઇ આરવને કહે છે ખબર નહિ તુ કોણ છે? પણ પરિવારની વર્ષો જુની એક પછી એક એક ગાંઠ છોડતો જાય છે. હુ તારાથી ખુબ ખુશ છુ.
આરવ પ્રત્યે બધાના મનમાં જગ્યા થઈ ગઈ હતી. એમ સમય પણ ખુબ ઓછો હતો.
લગ્નને હવે માત્ર ત્રણ દિવસનો સમય હતો. ત્રણ દિવસ પછિ લગ્નના બધા રીત રીવાજો રસમો ચાલુ થવાની હતી. શૈલજાને મનમાં દુઃખ પણ હતુ. પણ એ પોતે હાર માનીને બેઠી હતી.
સાંજે ગાર્ડનમાં શૈલજાના મમ્મી પપ્પા બેઠા હતા.કમલભાઇએ વાતની શરુઆત કરી કે શૈલજાનો મુરજાયેલ ચહેરો કઇક કહેવા માંગે છે. હુ પુછી શકુ કે એ મને મુક્ત રીતે જવાબ આપે એવુ મને નથી લાગતુ.
શૈલજાના મમ્મી કહે છે આ ઘર છોડીને જવાની છે એટલે એ ઉદાસ હશે.

કમલભાઇ- ના એવુ તો નથી લાગતુ આમ પણ હમણાના દિવસોને બાદ કરતા આ ઘરને છોડીને જનાર હંમેશા ખુશ હોઇ દુઃખી તો ક્યારેય ન થાય એવુ વાતાવરણ હતુ.
શૈલજાના મમ્મી – હુ પુછી લઈશ જે પણ હશે એ. તમે તમારી દિકરીનો પ્રેમ ઈચ્છતા હશો. એ શૈલજા પણ તમારો પ્રેમ ઈચ્છતી હશે પણ જે સમસ્યા હોઇ એનુ સમાધાન તો કરવુ જ રહ્યુ.
શૈલજા અને તેના મમ્મી બન્ને રસોડામાં રસોઇ બનાવતા હતા. બધા જ લગ્નની તૈયારીમાં હતા તો કોઇ ખરીદિ કરવા ગયુ હતુ. શૈલજાના મમ્મી ખચકાતા ખચકાતા કહે છે કે બેટા એક વાત પુછુ?
શૈલજા- હા પુછને આમ પણ હવે તો તારી પાસે પુછવા માટે ખુબ ઓછો સમય છે.
મમ્મી – તુ કોઇક વાતથી ખુશ નથી એવુ તારા ચહેરા પરથી લાગે છે, હમેશા ઉદાસ જ હોય છે. શુ વાત છે?
શૈલજા- મમ્મી તને પ્રેમ કરતા આવડે છે. તને મારો ચહેરો વાંચતા ક્યારથી આવડી ગયો અને દિકરી ઘર છોડીને જાય એ ક્યારેય ખુશ તો ન જ હોઇ બીજુ કઈ નથી.
મમ્મી – હુ કદાચ કાચી હોઇશ પણ તારા પપ્પાએ મને પુછવા કહ્યુ હતુ
શૈલજા – મમ્મી પપ્પાને મારા દુઃખની મારી ઉદાસીની ફિકર છે એમ મે પણ એ ઉદાસ એ મારાથી નારાજ ન થાય એનો ખ્યાલ રાખ્યો એટલે જ હુ દુઃખી છુ.
મમ્મી – બોલ બેટા શુ કહેવા માંગે છે તુ?
એ તો શુ કહેવા માંગે છે એ તો મને ખબર નથી પણ હુ એટલુ જ કહિશ કે મારી દિકરીને એના પપ્પા પાછા મળ્યા એની ખુશીમાં પોતે દુઃખી થાય છે એ નહિ જ થવા દઉ
કમલભાઇ બધો સંવાદ સાંભળતા હતા હવે રસોડામાં પ્રવેશ કરે છે.
શૈલજા તો કઈ જ બોલતી નથી અચાનક પપ્પાના પ્રવેશથી તો થોડી સ્તબ્ધ થઈ જાય છે.
કમલભાઇ શૈલજાના માથે હાથ મુકિને કહે છે મને મારી દિકરી મળતી હોઇ કોઇ પપ્પા કહેનાર મળ્યુ હોઇ તો, એને મારા કારણે દુઃખ ન સહન કરાય. બોલ બેટા તારે જે દુઃખ હોઇ એનો હુ રસ્તો કરીશ. કમલભાઇની આંખો પણ ભીની હતી.
શૈલજા- હવે જે ચાલે છે એ ચાલવા દો ખુબ જ મોડુ થઈ ગયુ છે. આપણો પરિવાર એક થાય. એના માટે તમે જે બલિદાન આપ્યુ એની સામે હુ જે કરુ છુ એ કહિ જ નથી.
કમલભાઇ કહે ના બેટા તુ નહિ બોલ તો તને તારા પપ્પાના સોગંદ છે.
શૈલજા રડતી રડતી કહે છે, તમે જે લગ્ન પલક સાથે કરાવવા માંગો છો એ મને પસંદ નથી. એની સાથે હુ જીંદગી ન પસાર કરી શકુ.
કમલભાઇ- અરે બેટા તે મને પહેલા વાત કરી હોત તો હુ આ લગ્ન જ ન થવા દેત. હજી પણ મોડુ નથી થયુ.
આ વાતો ચાલતી હતી. ત્યા ઘરમાં બુમાબુમ થઈ ગઈ. બધા દોડીને બહાર ગયા ત્યા દાદાના રૂમમાં આગ લાગી હતી. બધા દોડીને ત્યા ગયા. દાદાને બચાવવા કમલભાઇ પણ આગમાં કુદવા જતા હતા ત્યા બધા પકડી રાખ્યા. બધા બુમાબુમ કરે છે. દાદા અંદર છે તેને બચાવો.
થોડી વારમાં દાદાને લઈને આરવ બહાર નીકળે છે. આરવને માથામાં ઘા લાગ્યો હતો. દાદાને વધુ ઇજા થઈ હતી. ફાયર બ્રિગેડ વાળા આવીને આગ કાબુમાં લે છે.આરવ તો દાદાને લઇ બહાર માંડ પહોચે છે ત્યા ઢળી પડે છે. દાદાને તાત્કાલીક હોસ્પીટલ લઈ જવામાં આવે છે. આરવને પણ સારવાર આપવામાં આવે છે. ડોક્ટર કમલભાઇને મળે છે અને કહે છે કે દાદા સિરિયસ છે આ થોડો સમય જાય પછી જ ખબર પડે કે સારુ થશે કે નહિ તે.
કમલભાઇ આરવ પાસે જાય છે અને આરવને ખબર પુછે છે. કમલભાઇ આરવને કહે છે કે તુ મારા ઘરે દેવદુત બનીને આવ્યો છો. મારે અને તારે કોઇ સંબંધ નથી તો પણ તે તારા જીવના જોખમે દાદાને બચાવ્યા.
આરવ કહે અંકલ માણસ જ માણસની મદદ કરી શકે. મે દાદાની રુમમાં ધુમાડા નિકળતા જોયા એટલે હુ અંદર ગયો ત્યા તો આગ ફેલાઇ ગઇ હતી. મને એવુ લાગે છે કે દાદાની બિડીની ચિંગારી ક્યાક અડકી હશે.
પલક અને તેના પપ્પા પણ આવી ગયા હતા પલક પુછવા લાગ્યો કે કેમ છે દાદાને ? કેમ કરતા થયુ હતુ બધુ?
થોડિ વાર બધા મૌન હતા પલક કમલભાઇ પાસે આવ્યો અને કહ્યુ અંકલ પેલા મંડપ ડેકોરેશન વાળા આવ્યા છે. થોડી વાર તમે આવી જાઓ ને. અહિ બધા છે જ
કમલભાઇ કહે દાદા સિરિયસ છે જ્યા સુધી આઉટ ઓફ ડેન્જર ન થાય ત્યા સુધી હુ અહિ જ રહેવાનો છુ.
પલક કહે અંકલ તમે અહિ રહો કે ન રહો એનાથી શુ ફરક પડશે? તમારા ઘરે લગ્ન છે એટલે તમારી ત્યા પણ જરુર છે.
કમલભાઇ કહે ના પલક એ તારી ભુલ છે પેલા મારી અહિ જરુર છે વર્ષોની નફરત બાદ માંડ મારા પપ્પાનો સ્નેહ મને મળ્યો છે. એને મારી અત્યારે જરુર છે તમે જાઓ નહિ તો એ પછી કરીશુ બીજી તૈયારી કરો.
પલકનો ઇગો હર્ટ થયો હોય એવુ લાગતુ હતુ. પલક બોલ્યો અંકલ દાદાનો એક પગ સ્મશાનમાં અને એક પગ હોસ્પિટલમાં છે એ મરી જશે તો તમે લગ્ન બંધ રાખશો?
કમલભાઇનો ગુસ્સો સાતમાં આસમાને હતો એણે પલકને જઈ એક થપ્પડ મારી દિધિ અને કહ્યુ ગેટ લોસ અહિ આવતો નહિ જા. જ્યા સુધી મારા બાપુજી ઘરે નહિ આવે ત્યા સુધી લગ્ન નહિ થાય.
જયેશભાઇ પણ આવીને કમલભાઇની માફિ માંગે છે અને કહે છે મારા દિકરાને માફ કરી દે. એની ભુલ છે એ નાદાન છે.
કમલભાઇ કહે જો જયેશ મારી અને તારી દોસ્તી તો સાચી પણ મારી દિકરી પલક સાથે સુખી નહિ રહી શકે. તુ આપણી દોસ્તી યથાવત ન રાખવી હોય તો પણ સ્વતંત્ર અને ન રાખવી હોય તો પણ સ્વતંત્ર.

કમલભાઇ ત્યાથી આરવના રૂમમાં આવીને બેસે છે. આરવ હવે થોડો હોશમાં આવતો હોય એવુ લાગે છે. શૈલજા અને તેના મમ્મી પણ હોસ્પિટલમાં આવે છે. શૈલજા અને તેના મમ્મી આરવના રૂમમાં બેઠા હતા. શૈલજા આરવની હાલત જોઇ રડતી હતી.
કમલભાઇ શૈલજાને પુછે છે કે, શૈલજા હવે લગ્ન નહિ થાય હમણા.
શૈલજા કહે કેમ શુ થયુ ?
કમલભાઇ કહે વરરાજો તો હજી હોસ્પિટલમાં આરામ કરે છે, જોને બિચારાને હોશ પણ નથી આવ્યો.
શૈલજા તો પહેલા તો કઈ સમજતી જ નથી અને પછી અચાનક જ એના પપ્પાને ભેટી પડે છે.
શૈલજા- પપ્પા તમે મારા મનને સમજી ગયા. પપ્પા થેન્ક્સ પપ્પા રીઅલી થેન્ક્સ
કમલભાઇ રડતા રડતા કહે છે બસ બેટા તારા મોં એ પપ્પા સાંભળવા માટે હુ કઈ પણ કરી શકુ છુ. મે મારા વર્ષો જુની દોસ્તીને બધુ ઠુકરાવી દિધુ છે.

શૈલજા કહે પપ્પા તમને ખબર કેમ પડી કે મને આરવ જ ગમે છે?
કમલભાઇ- બેટા આજે હોશમાં આવતો હતો ત્યારે પણ શૈલુ તુ મારી જ છે એવુ રટણ કરતો હતો. અને આમ પણ તે કાલે મને કિધુ કે તુ લગ્ન થી ખુશ નથી. મને આરવ જ તારા માટે બેસ્ટ લાગતો હતો.
ડોક્ટર કમલભાઇ ને બોલાવે છે અને કહે છે દાદા હવે આઉટ ઓફ ડેન્જર છે થોડી વારમાં ઓક્સિજન હટાવી લઈએ એટલે તમે વાત કરી શકો છો.
બધા દાદા સાથે વાત કરે છે. દાદા હોશમાં આવે એટલે પહેલા જ પુછે છે કે આરવ ક્યા છે? એને કેમ છે? મારો દિકરો ક્યા છે?
કમલભાઇ કહે છે બાપુજી તમે જમાઇને તુકારો કરી બોલાવો છો. શરમ આવવી જોઇએ.
દાદા તો પહેલા કઇ સમજ્યા નહિ એટલે કહે શુ જમાઇ જમાઇ કરે છે એને શુ ખબર પડે છે મુર્ખો તો મારી ખબર લેવાય નહિ આવ્યો હોય.
કમલભાઇ કહે ના દાદા એ હોસ્પીટલમાં છે એને બોલાવુ હમણા
આરવને લઈને આવે છે અને કહે છે આ રહ્યો તમારો જમાઇ જુઓ તો.
અને દાદાને માંડીને વાત કરે છે કે જે બન્યુ હતુ એ.
દાદા પણ ખુશખુશાલ થઇ કહે છે કમલ હવે તો મને કઈ જ નહિ થાય લગ્ન એ જ સમયે અને એ જ તારીખે થવા જોઇએ. પણ આરવ અને શૈલજાના. એના માં બાપને પણ બોલાવી લ્યો અને એને પણ તૈયાર કરો. ડોક્ટરને કઈ દે ત્રણ દિવસમાં મને સારુ થાય કે ન થાય પણ હુ ઘરે તો જઈશ જ.

કમલભાઇ કહે બાપુજી તમે કહો એમ જ થશે હવે તમે આરામ કરો.
આરવને લઈને ઘરે આવે છે ત્યા જયેશભાઇએ તો બિસ્ત્રા પોટલા લઈ નીકળી ગયા હતા. આરવ ના માં બાપને બોલાવી ત્રણ જ દિવસમાં ખુબ ધામધુમથી લગ્ન કર્યા.

લેખક : વિજય ખુંટ “શૌર્ય”

તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. દરરોજ આવી અનેક નવીન વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી