જીગરજાન – કોલેજના ત્રણ મિત્રો બે યુવાન અને એક યુવતી બંને યુવાન પસંદ કરે છે એક જ યુવતીને…

સુરત શહેરમાં સવાર પડે એટલે એમ લાગે કે રોડ અને રસ્તાઓમાં જીવ આવી ગયો. સવાર વહેલા ૫ વાગ્યાથી પડી જતી હોય છે. પેપર વાળા અને દુધવાળા ત્યાર બાદ નોકરીયાત એમ ક્રમશઃ રોડ પર આવતા જાય. અડાજણ વિસ્તારમાં સવારમાં ૯ વાગ્યે પલક ના બંગલા બહાર નિયમિત રીતે બહાર વોચમેન ગાડીઓ સાફ કરતો હોય છે અને પોતે બહાર મુકેલા ઝુલા પર બેસી પેપર વાંચતો હોય ત્યા નિરવ આવે અને બન્ને મિત્રો સાથે જ નિકળે.
બી.કોમ પુરુ થયુ અને એમ.કોમ કરવા માટે નવી કોલેજમાં જવાનુ હતુ. નવી કોલેજ નવા દોસ્તો અને નવા શિક્ષકો સાથે પોતની જાતને ઢાળવાની હતી. શ્વેતા પણ પોતાનુ એડમિશન ફાઇનલ કરવા આવી હતી. એડમિશન તો ફાઇનલ હતુ પણ ઘરેથી અપુરતા પૈસા લાવી હતી. એડમિશનની ફિ નો છેલ્લો દિવસ હતો એટલે થોડી ટેન્શનમાં હતી.

બ્લેક ટી શર્ટ અને બ્લુ જિન્સ પહેરેલુ, સુંદરતા અને સાદગીનો સમન્વય બધાનુ ધ્યાન ખેચે અને પલક અને નિરવ કેમ બાકિ રહિ જાય? શ્વેતા નવી જ કોલેજમાં આવેલી. પાંચ હજાર રૂપિયા ઓછા પડતા હતા. કહેવુ પણ કોને? બધા જ અજાણ્યા કોઇ એક બીજા પર વિશ્વાસ ન મુકિ શકે. પાંચ હજાર તો સીધુ કોણ આપે?
પલક- બિચારી કઇક અટવાતી લાગે છે.

નિરવ તો જાને જઇને પુછને ?

પલક કહે ના ભાઇ અત્યારે મદદ કરવા ગયા હોય અને બીજુ કઈક સમજે તો કોલેજ તો એકબાજુ રહી જાય અને બીજે ધંધે લાગી જઇએ.
છતા બન્ને હિંમત કરીને તેની સામે જઈને પલક પુછે છે એની પ્રોબ્લેમ? મે આઇ હેલ્પ યુ?

શ્વેતા અચકાતા અચકાતા – હા હુ પાંચ હજાર રૂપિયા ઓછા લાવી છુ. આજે છેલ્લો દિવસ છે. હુ શુ કરુ કઈ સમજ નથી આવતી? ઘરે જાઉ તો અહિ લેટ થઈ જાય.

પલક શાંત પાડતા પોતાના પર્સમાંથી ચાર હજાર આપે છે અને નિરવને કહે છે એક હજાર ઓછા છે તુ આપીશ?
નિરવ તેના વોલેટમાંથી હજાર રૂપીયા આપે છે. શ્વેતા તો ખુશ ખુશાલ થઈ જાય છે.

શ્વેતા- થેન્ક્સ થેન્ક્સ

પલક- ઇટસ ઓકે પણ જલ્દિ ફી ભરી આવ નહિ લેટ થઈ જશે.

પલક કરોડપતિ પરિવારમાંથી આવતો હતો. પલકને નાનપણમાંથી મમ્મી પપ્પા સ્વધામ સિધાવ્યા હતા. તે દાદા દાદી સાથે જ રહેતો. પોતાના પરિવારની વારસાગત કરોડોની સમ્પતિ હતી. દાદી પાંચેક વર્ષ અવસાન પામ્યા અને દાદા ગયા વર્ષે. કરોડોનો વારસદાર પલક એકલો જ હતો તો નિરવનો પરિવાર પણ મિડીયમ કરતા થોડા ઉપર એવો સધ્ધર પરિવારમાંથી આવતો હતો પલકને નિરવના પરિવાર સાથે વર્ષોથી મિત્રતા હતી. જ્યારે પલક એકલો થઈ ગયો ત્યારે નિવર કાયમ તેની સાથે જ રહેતો હતો.
હવે નિયમિત કોલેજ આવવાનુ અને બધાને મળવાનુ થતુ હતુ. શ્વેતા, પલક અને નિરવની ટીમ લગભગ બધે એક સાથે જ જોવા મળે. પલક અને નિરવ બન્નેને શ્વેતા પ્રત્યે આકર્ષણ હતુ પણ શ્વેતાને પલકને એકબીજાના વિચારો મળતા એટલે નિરવને મનમાં ઇર્ષા થતી હતી. નિરવ કાયમ ટોન માર્યા કરે અને પોતાની આર્થિકતાને વચ્ચે લાવતો પણ પલક અને શ્વેતા મજાક સમજીને જતુ કરતા. એક દિવસ બધા કોલેજ માંથી બંક મારીને ગાર્ડનમાં બેઠા બેઠા મસ્તી કરતા હતા. ત્યારે શ્વેતા પુછે કે પલક તારી જીવનની ઇરછા શુ છે?

પલક- હા મને કોઇક તારા જેવી સુંદર છોકરી મળે.

નિરવ- અરછા તને એવુ લાગે છે કે તને તારી સંપતિને જોઇને સારી છોકરી મળી જશે.

પલક- સંપતિ જોઇને તો ન જ મળે પણ મારો પ્રેમ અને સ્વભાવ જોઇને તો મળી જ જાય.

નિરવ- આ બધુ તુ પૈસા છે એટલે બોલી શકે.

પલક- -પ્લીઝ નિરવ તુ વાતને આગળ નહિ વધાર હુ ઘણા દિવસથી જોઉ છુ કે, તુ અજીબ વર્તન કરે છે. હુ મારા પૈસાનો કોઇ રોફ જમાવવા નથી આવ્યો.
નિરવ- પણ તુ એવુ તો વિચારે જ છે કે પૈસા છે એટલે તુ કોઇને પણ કઈ પણ બોલાવી શકીશ કે કોઇને પણ મનાવી શકિશ

શ્વેતા બન્ને ને રોકતા કહે છે- તમે બન્ને એ આ શુ માંડ્યુ છે? નિરવ તુ શા માટે પલકને ઉશ્કેરી રહ્યો છે? હુ પલકને દિલથી ચાહુ છુ. મારે કે એને અમારા સાચા પ્રેમનુ પ્રમાણ પત્ર તને આપવાની જરુર નથી.

નિરવ ત્યાથી ઉભો થઈ ચાલવા લાગે છે જતા જતા એમ કહે છે કે પૈસાથી ખરીદાયેલો પ્રેમ કેટલા દિવસ ટકે એ જોઇએ.
પલક કહે દોસ્ત પૈસાથી પ્રેમ નથી ખરીદાતો પ્રેમથી એકબીજાને આજીવન સમર્પિત હોય છે એ હુ તને સાબિત કરી દેખાડીશ.

ત્યાર પછી તો કોલેજમાં આવે પણ એકબીજા અજાણ્યા હોય એમ એકબીજાને બોલાવતા પણ નહિ. ઘણીવાર શ્વેતા કહે કે મારી લીધે તમારી વચ્ચેની દોસ્તી તુટી ગઈ.

પલક સમજાવતો કે તુ તારી જાતને દોષ નહિ દે એને જ્યારે સત્ય સમજાશે ત્યારે એ સામેથી પાછો આવશે.
પલક અને શ્વેતા તો એકબીજાના પુરક બની ગયા છે કાયમ બન્ને સાથે જ રહેતા હતા.
આમ દિવસો વિતતા ગયા કોલેજ પણ પુરી થઈ ગઈ.
પલકે શ્વેતાને સીધુ જ પુછી લીધુ કે મારી સાથે જીંદગી વિતાવીશ. મારી પાસે સમ્પતિ અઢળક છે, પણ પરિવારમાં કોઇ નથી. હુ અનાથ છુ મારા પરિવારની સદસ્ય બનીશ?

શ્વેતા એ તરત જ હા કહિ દિધુ. શ્વેતાના મમ્મી પપ્પા અત્યંત ગરીબ હતા એટલે પોતાના સંતાનની જિંદગી જો સુધરતી હોય તો એમા કઈ વાંધો હોય એવુ લાગતુ ન હતુ.

બન્ને લગ્ન કર્યા અને સુખેથી રહેવા લાગ્યા. કુદરત નો ક્રમ છે કોઇ સુખી પણ ન રહિ શકે અને કોઇ દુઃખી પણ ન રહિ શકે. આવુ કઇક શ્વેતા અને પલક સાથે થયુ હતુ. શ્વેતાના હાથ પર ડાઘ દેખાયો. તુરંત જ મોટા ડોક્ટરને દેખાડવામાં આવ્યુ. ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યુ કે આ પરંપરાગત નિકળતો કોઢ છે. આ કોઢ કોઇ દિવસ સારો ન થાય. ધીરે ધીરે આખા શરીરમાં થઇ જશે.

સૌથી વધુ આઘાત શ્વેતાને લાગ્યો. તે ઘર આવી ખુબ જ રડતી હતી. પલક તેને શાંત્વન આપતો હતો કે હજી આનાથી મોટા ડોક્ટરને બતાવીશ પણ તને કઈ જ નહિ થવા દઉ. હજી તો હાથમાં નિશાન છે આખા શરીરે થાય ત્યારની વાત ત્યારે.

સવારમાં વહેલા જાગી નિત્યક્રમ મુજબ મંદિરમાં બેસીને શ્વેતા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન તે કેવી પીડા મને આપી? મારા રૂપને સૌથી વધારે પ્રેમ કરનારો મારો પલક છે. જો મારૂ રૂપ જ નહિ હોય તો એ કેટલો દુઃખી થશે? મને મારૂ કોઇ દુઃખ નથી પણ મારા લીધે પલકની જીંદગી બરબાદ ન કરતો.

પલક પણ આજ વહેલા જાગી મંદિરમાં દર્શન કરવા આવ્યો એ દરમ્યાન આ સંવાદ સાંભળી ગયો હતો પણ કાઈ જ બોલ્યા વગર જ જતો રહે છે.

બપોરે શ્વેતાને કોલ કરે છે – શુ કરે છે મારી પરી?

શ્વેતા- બસ કામ કરીને બેઠિ છુ બોલ કેમ અચાનક જ ફોન કર્યો?

પલક- બસ આજ અચાનક જ તુ બહુ યાદ આવી ગઈ. તુ સામે નથી પણ મારુ દિલ તો ત્યા ધડકે છે.

શ્વેતા- હા એ જ મારી ખુશનસીબી છે.

થોડી પ્રેમ ભરી વાતો કરીને ફોન મુકે છે શ્વેતાને મનમાં થોડી હળવાશ પણ હતી પણ મનમાં ક્યાક તો એવુ હતુ જ કે મારા કુરુપને જોઇને પલક ઘણો જ નિરાશ હશે.
અચાનક બપોરે આરામ કરી શ્વેતા ઘરના કામમાં લાગી હતી. અચાનક ફોન આવ્યો કે પલકનુ એક્સીડેન્ટ થયુ છે. તાત્કાલીક હોસ્પિટલ પહોચવાનુ છે.

શ્વેતા તો ડરેલી હતી મનોમન ભાંગી પડી હતી. માંડ માંડ હોસ્પિટલ પહોચી અને ડોક્ટરને મળી. ડોક્ટરે કહ્યુ કે બધુ જ બરાબર છે. એક્સીડેન્ટ દરમ્યાન આંખમાં કાચ ઘુસી ગયા હોવાથી હવે ક્યારેય પણ પલક જોઇ જ નહિ શકે.

શ્વેતા તો ત્યા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પલકને મળવા ગઈ પલકની આંખ પર પટ્ટી હતી. પલક શ્વેતાનો હાથ પકડીને કહે છે શ્વેતા તુ આવી ગઈ? આપણા સુખી સંસારને કોઇની નજર લાગી ગઇ છે.

શ્વેતા રડતા રડતા કહે છે પલક તુ ચિંતા નહિ કર હુ તારી આંખોની કમીને ક્યારેય પણ વર્તાવા નહિ દઉં. હુ તને મારી જાત કરતા પણ વધારે પ્રેમ કરીશ. પલક શ્વેતાને ગાલ પર હાથ રાખીને કહે છે, શ્વેતા મારી આંખો જાય કે ન જાય પણ જ્યા સુધી તુ છે ત્યા સુધી મને ચિંતા નથી. એકબીજાને આશ્વાસન આપ્યા કરે છે. હોસ્પિટલથી ઘરે આવે છે. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગે છે. એક આયુર્વેદિક વૈદનુ એડ્રેસ સગા સંબંધી દ્વારા આપવામાં આવે છે. શ્વેતા અંતિમ પ્રયત્ન પણ છોડતી નથી. એ વૈદની જડીબુટ્ટી કારગત નીવડે છે. આખા શરીરમાંથી કોઢ દુર થવા લાગે છે.
કુદરત આ સારસ બેલડી ને હજુ થપાટ મારવાની હતી.
એકવાર એ વૈદના આશ્રમથી દવા લઈને આવતા હતા. ત્યારે ગાડિનુ ભયંકર એક્સીડેન્ટ થાય છે. બધા ગંભીર ઘાયલ થઈ જાય છે.

હોસ્પીટલમાં શ્વેતાની આંખ ખુલે છે. સામે નિરવને જોવે છે. અચાનક આશ્ચર્ય થાય છે. પરિસ્થિતિનુ ભાન થાય છે કે તેને અકસ્માત નડ્યો હતો. હોસ્પિટલના બેડમાં ઉભી થઈ જાય છે. હાંફળી ફાંફળી થઈ આમતેમ જોવા લાગે છે પલક ક્યા છે? અમે ક્યા છીએ?

નિરવ શ્વેતાને શાંત પાડે છે અને કહે છે, શ્વેતા પલક હવે આ દુનિયામાં નથી.
શ્વેતાને તો માથે આભ તુટી પડે છે. હૈયાફાટ રુદન કરે છે. શ્વેતાના માં બાપ પણ આવી ગયા હોય છે. તેઓ તેને

શાંત્વના આપવાનો પ્રયાસ કરે છે.

શ્વેતા કહે છે એ કઇ રીતે બને?

નિરવ કહે છે તારા અકસ્માતનો આ છઠ્ઠો દિવસ છે. તુ આજે ભાનમાં આવી.મને જ્યારે જાણ થઈ તરત જ હુ હોસ્પિટલ આવ્યો ત્યારે એ અંતિમ શ્વાસ લેતો હતો. તારી ભાનમાં આવવાની રાહમાં પલકનો અંતિમ સંસ્કાર પણ બાકિ છે.
કોલ્ડ સ્ટોરેજમાં રહેલો પલકનો પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. અંતિમ વિધી પુર્ણ કરી નિરવ અંત સુધી ત્યા જ રહ્યો. છેલ્લે જતા જતા શ્વેતાને એક ફાઇલ આપી અને કહ્યુ કે આ એડવોકેટ પાસેથી કરેલુ વિલ છે આ વિલ તમારા લગ્ન પહેલાનુ બનાવેલુ છે એમા પલકે લખ્યુ છે કે મારી તમામ સંપતિ પર મારા જીવન સાથીનો મારી સમકક્ષ તમામ અધિકાર લાગુ પડશે. આ બધુ સમજાવીને નિરવ તો નિકળી જાય છે.
બધી વિધી પુરુ થઈ ગઇ એવુ નક્કિ કર્યુ કે હવે શ્વેતાનો પરિવાર શ્વેતાની સાથે રહેશે એટલે એના મમ્મી પપ્પા અને ભાઇ એના ઘરે જ રહેવા આવી ગયા હતા.

બધા પેપર સરખા મુકતી હતી ત્યારે એ ફાઇલમાંથી એક ચિઠ્ઠિ પડી. ચિઠ્ઠિ હાથમાં લીધી તો ખબર પડી કે નિરવે લખી છે.

પ્રિય શ્વેતા

તુ કે પલક મને ક્યારેય માફ નહિ કરે એ મને ખ્યાલ જ છે પણ એના એક પ્રાયશ્ચીત રુપે હુ પલકના નિસ્વાર્થ પ્રેમની વાત મારે તને રુબરુ કહેવી જોઇએ પણ એટલી હિમ્મત ક્યા મારામા હતી? એટલે આ પત્ર લખ્યો. મારૂ અને પલકની લડાઇનુ કારણ મારુ તારી પ્રત્યે એક તરફી આક્રર્ષણ હતુ. પણ પલકને તો સાચો પ્રેમ હશે કદાચ તારા પ્રત્યે. મને એ તારીખ અને એ સમય આજ પણ યાદ છે. તુ વિલમા જોજે કે એ તારીખ પહેલા છ મહિના એ આ વિલ બનાવેલુ છે.
સૌથી અગત્યની વાત તો એ છે કે હોસ્પિટલ આવવા મને ફોન કરાવેલો ત્યારે મને કહ્યુ કે મને ખ્યાલ છે કે મારી પાસે સમય ખુબ ઓછો છે મે તને માત્ર મારો પ્રેમ સાબિત કરવા બોલાવ્યો છે. હજી અમારી વાતચીત ચાલુ હતી ત્યા ડોક્ટરે મને આવીને ક્હ્યુ કે શ્વેતાને કોઇ મોટી ઇજા નથી થઇ પણ એની આંખોમાં કાચના ટુકડા ઘુસી ગયા છે એટલે તે જીંદગીભર જોઇ નહિ શકે. બીજુ કે તેને દોઢ મહિનાનો ગર્ભ પણ છે. ત્યારે પલકે કહ્યુ ડોક્ટર હુ ગણતરીનો સમય છુ મને ખ્યાલ જ છે. મારી આંખો મારી શ્વેતાને આપી દેજો. હુ ખુશ છુ કે મારા આવનારા સંતાને હુ પણ જોઇ શકિશ.
હુ તો ચોકી ગયો મે પુછ્યુ કે પલક મને ખ્યાલ છે, ત્યા સુધી તો એક્સીડેન્ટમાં તારી આંખો જતી રહિ હતી.
પલક બોલ્યો લોકોની નજરમાં અને શ્વેતાની નજરમાં હુ અંધ હતો પણ મારી આંખો સલામત હતી.એક દિવસ મે જ્યારે શ્વેતાને ભગવાન પાસે એમ કહેતા સાંભળી કે મારૂ આવુ રૂપ જોઇને મારો પલક દુઃખી થશે એ વાતનો શ્વેતાને કાયમ મનમાં ખટકતી હતી. મે ઘણીવાર આ બાબતે સમજાવી પણ એને સતત મનમાં એક ગાંઠ બંધાઇ ગઈ હતી અને અચાનક મારુ એક્સીડેન્ટ થયુ ત્યારે મને જોઇતુ હતુ એ જડી ગયુ મે અને ડોક્ટરે નક્કિ કર્યુ કે શ્વેતાને એમ જ રાખવાનુ કે હુ અંધ છુ એટલે એને દુઃખ ન થાય. એને એમ છે કે હુ એના રુપને પ્રેમ કરુ છુ પણ એ ગાંડીને ક્યા ખ્યાલ હતો કે હુ તેના દિલને ચાહુ છુ.

આટલુ સાંભળી હુ તો ચોધાર આંસુએ રડવા લાગ્યો. એ અંતમાં એટલુ જ બોલ્યો કે મારી શ્વેતા અને મને કોઇ અલગ ન કરી શકે. એ હવે મારી આંખોથી જોશે. હુ તેના દિલને ચાહુ છુ.

જોઇ લે નિરવ પૈસાને આજે પ્રેમ સામે ઝુકાવી દિધા. નિરવ તુ હારી ગયો અને હુ જીતી ગયો. 

મે એને હાથ જોડીને માફિ માંગી અને જોયુ ત્યા પલકના દેહે સાથ છોડી દિધો હતો. ખરેખર શ્વેતા મારી મોટામાં મોટી ભુલ છે. હુ જીંદગીભર પછતાતો રહિશ. થઈ શકે તો મને માફ કરી દેજે. આવનાર નાનકડા પલક કે નાનકડી શ્વેતાને કાળજી રાખજે અને તારુ પણ ધ્યાન રાખજે. ફરીથી માફી ચાહુ છુ.

પલકનો “જીગર” જાન

શ્વેતા આ પત્ર વાંચી પલકના ફોટા સામે ઉભી રહી પોતાના ગર્ભમાં રહેલા જીવનો અહેસાસ સાથે ચોધાર આંસુએ રડતી હતી.

લેખક : વિજય ખુંટ “શૌર્ય”

(મારી વાર્તા આપને પસંદ પડી હોય તો આપનો પ્રતિભાવ આપશો. આ વાર્તા વધુને વધુ ગ્રુપમાં શેર કરજો.)

દરરોજ અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી