એક વિધવાની બદદુઆના કારણે 17 વર્ષથી ખાલી પડ્યું છે આ આલિશાન ઘર, કોઈ મફતમાં પણ નથી ખરીદવા તૈયાર

જો તમને માનતા હોવ કે અંધવિશ્વાસ અને શ્રાપ જેવી કોઈ વાતને માત્ર ભારતમાં જ માનવામા આવે છે, તો તમે અહીં ખોટા પડશો. દુનિયામાં કેટલાએ લોકો છે જે સંપત્તિ ખરીદતા પહેલાં પોતાની તરફથી તેનો આખો ઇતિહાસ તપાસી લે છે, જો તેમને તે વિષે કંઈ ખોટું સાંભળવા મળે તો તેઓ તે સંપત્તિ નથી ખરીદતા હોતા. આવી જ એક સંપત્તિ યોર્કશાયરમાં છે જે કોઈ મહેલ જેવી શાનદાર છે. પણ તેને એક અભિશાપ નડી રહ્યો છે. અને તેના જ કારણે તે ઘરને છેલ્લા 17 વર્ષથી બંધ કરી દેવામા આવ્યું છે.

image source

એવું કહેવામાં આવે છે કે તેમાં પ્રવેશ કરતાં જ પ્રવેશ કરનારનો આનંદ વિખેરાઈ જાય છે. આ ઘરને કોઈ જ નથી ખરીદતું. 17 વર્ષ પહેલાં આ ઘરના માલિકને તેને તે જ હાલતમાં છોડી દીધું હતું, અને આજે પણ તે બધું જ તેમાં છે. જ્યારે તે ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે તમે 17 વર્ષ પાછળ હોવ. ફોટોગ્રાફરે તેની કેટલીક તસ્વીરો લોકો સાથે શેર કરી છે. ઘરની દીવાલોમાં ઝાડવા ઉગવા લાગ્યા છે. આ ઉપરાંત, ઘરની ધૂળ અને કરોળિયાના જાળા તેને ઓર વધારે ભયાનક રૂપ આપે છે.

image source

આ ઘરની તસ્વીરો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લોસ્ટ પ્લેસ ફોરગોટન ફેસ નામના એક પેજ પર શેર કરવામાં આવી છે. 17 વર્ષ પહેલા આ ઘરના માલિકે તેને જે હાલમાં છોડ્યું હતું તેજ બધું આજે પણ તે ઘરમાં છે.

image source

તેના દરવાજા પર આજે પણ 17 વર્ષથી એક કોટ ટીંગાયેલો છે. તેના પર ધૂળનો એક મોટો થર જામી ગયો છે. તેને 17 વર્ષ પહેલાં બાથરૂમમાં જે વસ્તુઓ છોડી દેવામાં આવી હીત તેમની તેમ આજે પણ પડી છે. કારણ કે તેનો ઉપયોગ વર્ષો પહેલા કરવામા આવ્યો હતો.

image source

યોર્કશાયર લાઇવ પ્રમાણે, અહીં એક વિધવા એકલી રહેતી હતી, પણ પોતાના પતિના દુઃખમાં તેણીએ પોતાનો જીવ આપી દીધો. 2003માં તેના મૃત્યુ બાદથી આ ઘર આવું જ ઉજ્જડ અને વેરાન પડ્યું છે. કોઈ પણ અહીં નથી જતું. આ ઘરનો એક માત્ર વારસ મહિલાનો પુત્ર છે. પણ તે પણ બહાર જ રહે છે. માટે જ તેણે ઘર વેચવાનો નિર્ણય લીધો છે. પણ આ દુઃખદ, નિરાશ, ઉદાસ ઘરને ખરીદવામાં કોઈને પણ રસ નથી.

image source

હવે એવી આશા રાખવામા આવી રહી છે કે તેની તસ્વીરો જોયા બાદ તેને ખીદવા માટે કોઈ તૈયાર થઈ જાય. પણ ઘણા બધા લોકોએ આ તસ્વીરો પર નકારાત્મક ટિપ્પણી આપી છે, તેને ભૂતિયુ અને ગ્લુમી કહેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ તેને ખરીદવામાં રસ બતાવ્યો, પણ તેની અંદર આવ્યા બાદ. તેમને અસંતોષ થયો, ત્યાર બાદ તેમણે પણ ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો. હવે અમે એ વિચારી રહ્યા છીએ કે વિધવાના અભિશાપના કારણે આ ઘર ક્યાં સુધી આમ જ ઉજ્જડ અને વિરાન રહેશે. અત્યાર સુધી કોઈએ પણ તેને ખરીદવામાં રસ નથી બતાવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ