વિચાર કરવા લાયક વાત કરી છે, ખુબ ટુકું લખાણ છે મિત્રો વાંચજો જરૂરી છે…..

- Advertisement -

નાનકડા ગામમાં એક મોટુ કુટુંબ રેહતુ. ઘરમાં લગભગ બધા સભ્યો મળીને વિસેક સભ્યો રેહતા. ઘરનો નિયમ થોડો એવો હતો કે ઘરમાંથી કોઇ એક સભ્ય ઘરની આગેવાની કરે. એટલે કે એ સભ્ય કહે એ મુજબ બધાએ કામ કાજ કરવાનું, અને એના બદલામાં પોતાની આવકમાંથી અમુક હિસ્સો આપવાનો. એ એક સભ્ય પણ બધાની મરજીથી રાખેલો હોવો જોઈએ. આમ દર છ મહીને સભ્યની પસંદગી કરવાની થાય.

હવે આમા થતુ એવુ કે જે સભ્ય આગેવાન હોય એ બધા પાસેથી હિસાબ માંગે, અને પોતે પોતાનો હિસાબ કોઇની સમક્ષ રજુ ના કરે. એટલે બધાને આગેવાન બનવામાં વધારે પડતો રસ લાગવા લાગ્યો. પોતાનુ ઘર છે એ સમજીને નહી, પણ આગેવાન બની જાય તો કોઇને હિસાબ ના આપવો પડે અને કામ-કાજ પણ ઓછું કરવું પડે.

થોડા સમય પછી થયું એવુ કે આજુ બાજુ વાળા અમુક આવારા તત્વો ઘરમાં ઘુસીને ઘરની તમામ વસ્તુઓ તોડફોળ કરવા લાગ્યા અને ઘરને નુકશાન કરવા લાગ્યા. એવામા જેને આગેવાન થવું હતુ અને ના થઈ શક્યો એ પોતે ઘરની રક્ષા કરવાને બદલે જે આગેવાન છે એની ટીકા કરવા લાગ્યો. બધાને કેહવા લાગ્યો કે હું જો આગેવાન હોત તો આવું કશુ થવા જ ના દેત. એ પોતે એ નથી સમજતો કે આ સમય ટીકા કરવાનો નથી પણ આ સમય આપણા ઘરને બીજા તત્વોથી બચાવવાનો છે.

આવી જ કંઈક સ્થિતિ હતી આપણા ગુજરાતની. ફર્ક એટલો જ હતો કે આપણા ઘર એટલે કે આપણા ગુજરાતને નુકશાન કરવા વાળા આપણે જ હતા, અને ફાયદો રાજકારણીઓ ઉઠાવી ગયા. આપણે એ લોકોની રાજનીતીને હજુ નથી સમજી શક્યા. બધાને બસ બેસવા અને રાજ કરવા “ગાદી” જોઈએ છે. કામ તો કદાચ કોઇને નથી કરવુ. અને જો કરવુ હોય તો બિજાનો વિરોધ શા માટે કરે, જે કામ કરે છે એને તો શાંતીથી કરવા દો.

દેશમાં ખરેખર તો બોર્ડર પર રહેલા સૈનીકો કામ કરે છે. બહારથી કોઇ દેશને નુકશાન ના કરે એ માટે દિવસ-રાત ખડે પગે રહે છે. અને જ્યારે આપણે બસ ઘરે બેઠા બેઠા પક્ષવાદ કરીયે છીયે. ખરેખર એવું હોવુ જોઈયે કે જે પક્ષની સરકાર ચુંટાઈ આવે એ પક્ષના સૈનિકોને સરદહ પર રેહવાનુ. પછી જોઈયે છીયે કે કોણ દેશની કેટલી સેવા કરે છે.

રાજકારણ એટલી ખરાબ વસ્તુ બની ગઈ છે કે કદાચ નાના છોકરાને પણ રાજકારણથી ગુસ્સો આવે. ક્યાંક કોઇ છોકરુ જન્મતુ હોય, અને આપણે જો એને કહીને કે તારે મોટા થઈને આ પક્ષમાં નહી બિજા પક્ષમાં જોડાવનું છે, તો કદાચ એ પૃથ્વી પર આવવાને બદલે “માં”ના પેટમાં જ રેહવાનું પસંદ કરશે.

મારે કોઇ પક્ષ સાથે કાઇ પણ લેવા-દેવા નથી. મેં કદાચ હકીકત રજૂ કરી છે.

લેખક : ચિરાગ પટેલ (રાજકોટ)

મિત્રો વિચારો અને શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી