મા તો મા હોય છે ભલે તે સગી હોય કે સાવકી…. ખુબ સુંદર વાર્તા.

- Advertisement -

મારીપાસે પણ એક વ્હાલી મા છે!

ના, ના, ના, ના ના અને ના જ. મેં કહ્યું ને પપ્પા મારે નવી મમ્મી ન જોઈએ. તમારે પત્ની લાવવી હોય તો લાવી શકો છો. પણ હા, એ પણ સાંભળી લો કે, હું એને ક્યારેક મા તરીકે નહિ જ સ્વીકારું!. કેમકે મારે માની જરૂર છે પણ મારી માની, નવીમાની બિલકુલ નહી. શું તમે મને મારી જ મમ્મીને લાવી આપશો. એ શક્ય છે? મારે કદી નવી મા ના જોઈએ એટલે ના જ જોઈએ. યુવાનીમા પ્રવેશી ચૂકેલીપલકેનું આટલું બોલતાં બોલતાં જ ગુસ્સાથી મો લાલ લાલ થઈ ગયું. આટલું બોલી ઉદાસ મને પગ પછાડતી પછાડતી એનાંરૂમમાંજાય છે.

રવિની મૂઝવણ હવે વધવા લાગી. રવિની સામે એક તરફ એનાં જીવનનો ઉગતો સૂરજ છે તો બીજી તરફ પલક છે. જે નવી મા આવવાથી એનો સૂર્ય આથમી જશે. એનું જીવન અંધકાર બની જશે એવું વિચારે છે. હવે આ યુવાનીમાં પહોચેલી દીકરીને કઈ રીતે સમજાવવી. રવીના મો પરવ્યથાનોએક અંધકાર ઘેરાયો. કેટલાંય નોખા નોખા વિચારોના વમળો રચાતાં રહ્યા મનમાં ને મનમાં. આખી રાત પડખાં ફેરવ્યા કર્યા. એક તરફ પલકની જિદ્દ તો બીજી તરફ રવિની એકલતા. પલક તો સાસરે જતી રહશે. આ આલીશાન ઘરમાં હું એકલો જ!

પલકજ્યારે અગિયાર વર્ષની હતી ત્યારે તેની‘મા’નીલમનુંકેન્સર જેવી ભયંકર બિમારીના કારણેથયું હતું. અનેન ઈચ્છવા છતાં પણ નીલમને આ દુનિયામાંથી વિદાય આપવીપડી હતી.જ્યારેનીલમ અંતિમ શ્વાસ ગણી રહી હતી ત્યારે રવીએ એને વચન આપેલ, કેએપલકનો બાપ અને એ જ પલકની મા બની એનો ઉછેર કરશે અને સાચે જ રવીએ પલકનોઉછેર કરવામાં ક્યાય કચાશ રાખીન હતી.

પણ, હવે રવિને એકલતાં ખૂચે છે. એની એકલતાનું દર્દ કેવું હોય એ પલકને કેમસમજાવે? નાની હોત તો એને રમકડાં પણ આપી મનાવી શકાય! પણ આ તો યંગ છે આને મારે કેમ સમજાવવી કે,‘મારે પણ જીવન જીવવા માટેકોઈની હૂંફ જોઈએ છે. હું ક્યા સુધી આમ એક્લોને એકલો જિદગી જીવ્યા કરીશ. મારે પણ એવું વ્યક્તિ જોઈએ છે જે મને સમજી સમજી શકે, મને પ્રેમ કરે, હું પણ કોઈ માટે જીવન જીવતો હોય એવો મારે પણ અહેસાસ કરવો છે’.

આપલકના મનમાં આ પહાડ જેવો મોટો અડીખમશબ્દોઆવ્યાં જ ક્યાંથી? નવી મા, સાવકી મા, પારકી મા.શું આ નવી માનું પાત્ર એટલું બધું આ સમાજમાં વગોવાઈ ચૂક્યુંહશે?

હજી રવિના મનમાં વિચારો ચાલુ જ હતાં ત્યાં જ સીમાનો કોલ આવ્યો.
‘હેલ્લો….રવિ’.
‘હા,બોલસીમા’
‘કેમ આજે અવાજ ઉદાસછે? શું થયું? તમારા બોલવામાં આજે મનનાં સૂર કેમ મળતાં નથી?’
‘સીમા આ પલકના હિસાબે. એકોઈ કાલે માનવા તૈયાર નથી’
‘અરે! આટલી નાની વાતમાં તું કેમ ચિંતા કરેછે.? હું છું ને એની મા. એને સંભાળી લઈશ!.રવિ જેમ ખીલેલાં ફૂલોની નજીક જઈએ તો જ એની સુગંધને પામી શકીએ, માણી શકીએ! જેમઅંધકારમાં જતાં શરૂઆતમાં થોડો ડર લાગે પછી જ અંધકારમાં રહી ને પણપ્રકાશને પામી શકાય છે. એમ હજી એને જીવનમાં રણ જોયુંજછેકયા ? એજ્યારે રણ જોશેપછી જ એને સૂકાંઝાડનું પણ મૂલ્યસમજાશે.’
‘ મનેખબર છે પણ મારી પલક નહિ જ સમજે ! એ પણ હું જાણું છું’
‘અત્યારે તું આરામથીસુઈજા. હું એને હેન્ડલ કરી લઇશ. ઓ.કે’
‘ઓ.કે. ગુડનાઈટ……લવ યુ, મિસ યુ…’
‘ગુડનાઈટ….. લવયુ ટૂ…….એન્ડ ઓલ્સો મિસ યુ…..ટેક કેર…..બાય’
‘બાય’

સીમા કોલેજમાં લેકચરર હતી. એ સરળતાથી કોઈનાં પણ દિલ જીતવા સક્ષમ હતી. તેને પોતાની કીર્તિ ખ્યાતિ ને કેમ પ્રસરાવવી એ પણ આવડતું હતું.

યુવાન વયે પહોચેલી પલકનાહૃદયમાંપ્રેમ રૂપી પ્રકાશ કેમ પાથરવો તે સારી રીતે જાણતી હતી. તે રવિને અનહદ પ્રેમ કરે છે. રવિને ક્યારેય દુઃખી ણ જોઈ શકે. રવિ ત્યારે જ ખુશ રહી શકે છે જ્યારે પલક હેપી હોય.
‘એવું તો હું શું કરું કે મારાથી સૌથી વધારે પલકને સંતોષ થાય ?’, હજી વિચાર મગજમાં એક સેકન્ડ મતિ પણ અટક્યો નથી ત્યાં જ સીમાને બીજો વિચાર આવતા એને તરત જ એ વિચારનો અમલ કર્યો. એણે તરત જ પોતાની બેગ પેક કરી અને રવીના ઘરે કહ્યા વગર હંમેશ માટે રહેવાં પહોંચી ગઈ.

ડોર બેલ વાગી એટલે પલકે જ ઘરનું બારણું ઊઘડ્યું જોયું તો સામે સીમા ઉભી હતી. પલકતો આશ્ચર્ય ચકિતથઈ પહોળીનેસ્થિરઆંખો વડેસીમાનેજોઈજરહી. થોડીવારમાટેતોપલકકશુંબોલીજ નહિ. સીમા ઘરમાં પ્રવેશી ત્યાં જ પલકે કહ્યું, ‘તમે મારા ડેડીની વાઈફ બની શકો છો. પણ મારી મોમ નહિ બનવાનો પ્રયત્ન ક્યારેય નહિ કરતાં હું મારી મોમ નું સ્થાન અન્યને કદી નહિ આપી શકું., યુઅન્ડરસ્ટૂડ?’

સીમા એકપણ શબ્દ બોલ્યા વગર પ્રેમથી હળવું સ્મિત આપીને રવિને મળવા રવિના રૂમ તરફજાય છે.
‘રવિ………રવિ જો હું હંમેશ માટે તારી બનવા આવી ગઈ, હું હંમેશ માટે તારી જોડે રહેવા આવી ગઈ’
પણ રવિ તરફથી કોઈ જ પ્રત્યુતર ણ મળતાં સીમા એની નજીક જાય છે. રવિને હલાવે છે. એનું શરીર નિશ્ચેતન અવસ્થામાં બેભાન હાલતમાંજોઈ સીમાં તો ખૂબ ગભરાઈ જાય છે. એણેમોટેથી પલકને બૂમ મારી, પલક…….બેટા પલક……………જલ્દી આવ.

આ સાંભળી પલક દોડતી દોડતી રૂમમાં આવે છે. એના ડેડીની હાલત જોઈ પલક તો એકદમ ગભરાઈ જાય છે. રડવા લાગે છે. ત્યારે સીમાએ એને પ્રેમથી આશ્વાસન આપતા બોલી , બેટા પલક તુ ચિંતા નહિ કર તારા ડેડીને કશું જ ધીરેથી રવીના ફેસ પર પાણી છાંટવા લાગી. ત્યાં જ રવિનાં હાથ પગમાં ચેતન આવ્યું. અને પલક ……બેટા……પલક તું નહિ થાય. તુંજલ્દી ડો.ને ફોન કરીને બોલાવ. અને હા ,મને જલ્દી બામ હોય તો આપ.
પલકે પહેલાં બામ લાવીને આપ્યો પછી ડો. ને કોલ કર્યો. સીમાએ રવીના પગના તળિયે છાતીમાં બામ લગાવવા લાગી.

‘સીમાનેપોતાનાં ડેડીની આટલી કેર લેતાંપલકની આંખો પહોળી થઈ ગઈ.પણ તે કશું બોલી નહિ.
‘ડો. આવે છે?’
‘હા’
પલક તું ફ્રેસ થઈ જા હું રવિ પાસે છું, હજી સીમાનું વાક્ય અધૂરું જ હતું ત્યાં જ રવિનીઆંખ ખૂલે છે અને ત્યાં જ ડો. પણ આવી જાય છે.
સીમા: ગુડ મોર્નિંગ ડો.
ડોક્ટર: વેરી ગુડ મોર્નિંગ, વોટ હેપન? વાય ડૂ યુ કોલ મી હિઅર ?
સીમા: રવિની તબિયત ખુબ ખરાબ હતી. સવારે તો તે બેહોશ હાલતમાં હતાં. આઈ થીંક હીકેન નોટ બ્રીધ ફ્રીલિ સીન્સ લાસ્ટ નાઈટ.
ડોક્ટર: ઓહ! આઈ સી! લેટ મી ફર્સ્ટ અગ્ઝેમિન યુ.
સીમા: વોટ્સધી ટ્રબલ ડોક્ટર?
ડોક્ટર: આઈ ફાઈન્ડ ન્થીનગ્સ સીરિયસ.
સીમા: હાશ…..! કેન આઈ ટેક હીઝ યુઝુઅલ ડાએટ ?
ડોક્ટર જોડે સીમાને ઇંગ્લીશમાં વાત કરતાં જોઈ અને એના ડેડીની આટલી બધી ચિંતા કરતાં જોઇને પલક થોડીવાર માટે સીમાથી આકર્ષિત થઈ ગઈ.

પલક બધું ભૂલીને તેનાં ડેડીની ખૂશી માટે એણે બહારથી સીમાનો સ્વીકાર કરી લીધો.પણ મનથી તો નહિ જ!
સીમના આવવાથી ધીરે ધીરેરવિનુંમકાન ઘર બનાવા લાગ્યું. સૂકાયેલ તુલસીનો છોડ લીલોછમ થઈ ડોલી રહ્યો હતો. રોજઆવતા ટીફીનની જગ્યાએ રસોડામાંથી જ નીતનવી રસોઈની સોડમ આવવાં લાગી. પણ સીમાને આ બધું ગમતું નહિ. હવે એને જેલનાં કેદી જેવી જિંદગી પોતાના જ ઘરમાં રહીને જીવતી હોય એવી ગૂંગળામણઅનુભવતી.
સીમા એ જોયું કે કોલેજનો ટાઈમ પત્યા બાદ પણ ઘરે આવી નથી તો તેણેપલકને કોલ કરવાનું વિચાર્યું,

“ હેલ્લો પલક, તું કેમ હજી સુધી ઘરે નથી પહોચી? બેટા તું ક્યા છે?”
“ તમે મારા મમ્મી નથી, ઓકે. મારી લાઈફમાં હજીસુધી મને કોઈએ પ્રશ્નો પૂછ્યા નથી એ આજ પછી યાદ રાખશો તો સારું રહેશે.” આટલું બોલી પલકે ફોન કાપી નાખ્યો.
“ કશોવાંધો નહિ. હજી એને દુનિયા ક્યા જોઈ છે. હુંશું કામ ખોટું લગાડું? કોઈ મા એનીપોતાનીદીકરીથી થોડી નારાજ થાય ?” આવું વિચારી સીમાએ મન મનાવી લીધું.

આમ ને આમ થોડાં દિવસો વીત્યા પણ પલકે સીમાને હજી સુધી મનથી સ્વીકારી નહિ. આ વાત સીમા રવિને કહીને એની ચિંતામાં વધારો કરવા માંગતી ન હતી. એથી એ ચૂપચાપ એક બેસ્ટ મા બનવાના પ્રયત્નો કર્યે જતી.

એક દિવસ પલક એનો મોબાઈલ ઘરે ભૂલી ગઈ. સતત કોલ આવતા હોવાથી ન ઉપાડવા છતાં સીમાને કોલ ઉપાડવો પડ્યો. હજી સીમા કશું બોલે એ પહેલાં જ સામેથી કોઈ બોલ્યું,

“ મેં તને કહ્યું એ મુજબ હજી મારા બેન્ક એકાઉન્ટમાં એટલાં પૈસા જમા નથી થયા, કહ્યું હતું ને ? કાલ એ કામ કરવાનું હતું તારે! હવે છેલ્લો ચાન્સ આપું છું હોશિયાર. નહિતર તારો એ વિડીયો હું યુટુબમાં વાઈરલ કરીશ તો તું કે તારો કરોડપતિ બાપ ક્યાય મોઢું બતાવે એવા નહિ રહો!” , આટલુંબોલ્યાં બાદ કોલ સામેથી મૂકાઈ ગયો.

સીમા વિચારવા લાગી, કેટલાંય પ્રશ્નો મનમાં વમળની જેમ આકાર લઈ રહ્યા હતાં. એક એક મિનીટ એક એક યુગ જેવી લાગતી હતી. એ સીમાના આવવાની રાહ જોવા લાગી. જ્યાં સુધી એ સીમા સાથે માંડીનેવાત નહિ કરે ત્યાં સુધી હું કોઈ વિચારને સાચા કેમ માની શકું? આખરે એ મારી જ દીકરી છે ને મને મારીવ્હાલી પર પૂરો ભરોષો છે જ !

થોડીવારમાં જ સીમા આવી પણ કશું બોલ્યાં વગર સીધી એનાં રૂમમાં જઈ દરવાજો અંદરથી લોક કરી દે છે.
સીમા પલકના રૂમ પાસે જઈ પ્રેમથી દરવાજો ખોલવા કહે છે : પલકદીકરા શું થયું? આજે મારી વ્હાલીને થાક લાગ્યો છે? તું ફ્રેસ થઈ બહાર આવને, મેં તારા માટે એલાયચી વાળી ગરમ ગરમ ચા બનાવી છે. ચાલ, આપને બંને સાથે પીશુંએગરમગરમ ચા.
તમે ચા કપમાં કાઢીને રાખો, હું કિચનમાં આવું છું.” , આજે પહેલીવાર પલકે સીધો જવાબ આપ્યો.

થોડીવાર પછી પલક રૂમમાંથી કિચનમાં આવી. ડાઈનીંગ ટેબલ પર ચા પીતા પીતા સીમા પ્રેમથી પલકને માથે હાથફેરવતાફેરવતા બોલી , “લાડુ શું થયું છે? હું તારી માઉપરાંત તારી સખી પણ! મેં સાંભળ્યું હતું કે,જ્યારે દીકરી યુવાનીમાં પ્રવેશે ત્યારે એક મા એ મા મટી એની દીકરીની બહેનપણી બની જવું જોઈએ!, તું ઘણાં દિવસથી અપસેટ છે. પ્લીઝ મને બિન્દાસ કહે તો તારી એ મૂઝવણનું હલ હું કાઢી શકું.”
“આટલુંસાંભળતા જ પલક સીમાનાં ખોળામાં માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સોરી……..મા……, હું તમને ના સમજી શકી! હું તમારા પ્રેમને ના સમજી શકી.”
“ના…….મારી લાડુ ના……..તારી જગ્યાએ હું પણ આવું જ કરેત કદાચ.”
“મા…………, સોરી”

“મારીવ્હાલી તું રડ નહી, નહિતર મને પણ રડવું આવશે હો.” આટલું બોલી બંને એકબીજાને પ્રેમથી ગળે વળગી પડ્યાં.
“મમ્મી, મને મારો જ કલાસમેટ, મારો જ બોય ફ્રેન્ડ બ્લેકમેલ કરે છે. મારાફોટાનો ગંદો ઉપયોગ કરે છે. કોઈના ફેસ પર મારો ફેસ એડિટ કરી મને બ્લેકમેલ કરે છે. એ તો ઠીક પણ અત્યાર સુધીમાંચાર વખત મારી પાસેથી પૂરા પાંચ લાખ માંગ્યા ને મેં આપ્યાં પણ હતાં. છતાં વારંવાર માંગ કર્યા જ કરે છે. હું શું કરું? હું શ્યોર છું કે એ વિડીયો એડિટ છે તોય હું આટલાં બધા પૈસા કેમ આપું છું. એ જ નથી સમજાતું.”
“અરે, આટલી નાની વાતમાં તું આટલી બધી મૂઝાઇ ગઈ. ચાલ હું તને પૈસા આપું એને આજે જ મળીએ. પણ હા, તું એકલી જ આ વાત જાણે છે એમજ એને કહેવાનું અને તું એકલીજ એને પૈસા આપવા આવી છે એવું જ એને કહેવાનું. ઓ.કે.”

“પણ……..મોમ……”
“પણ….બણ…….કશું નહિ. હું કહું તેમજ કરવાનું છે. હું તારી મા છું ને ?
“હા….., લવ યુ મા”
“લવ યુ ટૂ, મારી લાડૂ”
સાંજ થઈ પ્લાન મૂજબ એ લોફરને મળવા પલક પહોંચી ગઈ.
પીઠ ફેરવીને ઉભેલી પલક પાસે પેલો લોફર આવીને બોલ્યો, “અંતે આવવું જ પડ્યું ને? તારા જેવી કરોડપતિ બાપની બગડેલ ઓલાદો તો અમારા જેવા લોફર પાસે જ સીધીગાડીએ ચાલે.”

“એ લોફરની સામું જોતા વેત જ પલકનાં કપડા પહેરીને ઉભેલી સીમાએ ચાર પાંચ તમાચા સીધા એનાં ગાલ પર ચડાવતા બોલી, નાલાયક…, માસૂમછોકરીઓને ફોસલાવી એને બ્લેકમેલ કરતાં શરમ નથી આવતી? અને હા એ પણ સાંભળી લે…..કોઈ કરોડપતી એમનામ કોઈને બ્લેકમેલ કરીને નથીથતું હોતું કે તારા જેવા લોફ્રરને એ મહેનતના પૈસા એમનામ આપી દઈએ! તું શું બ્લેકમેલ કરવાનો હતો મારી દીકરીને? બોલ? અત્યારેતે જ તારા આ મુખારવિન્દથી જે બોલ્યો એ બધું જ અમે રેકોર્ડ કર્યું અને વિડીયો પણ ઉતાર્યોછે. આજ પછી જો તે પલક તો ઠીક પણ કોલેજની કોઈ છોકરીને આવી ગંદી રીતે ફસાવી છે તો હું આ જ વિડીયો પોલીસને બતાવીતનેતારીઆખીજિંદગી જેલ ભેગો કરી શકું એમ છું. સમજ્યો?

“ જા તારી પહેલી ભૂલ સમજી તને માફ કરું છું. હજી તારી આખી જિંદગી બાકી છે એ જિંદગીને સારી બનાવવા મહેનત કરી એને ઉજળી બનાવ.!”
પલક તો એની મમ્મીનું રોદ્ર રૂપની સાથે સાથે પ્રેમાળ રૂપ પણ જોયું તેમજ એને એવો અહેસાસ થયો, “ કે જે વ્યક્તિ બીજીને માફ કરી શકે એ વ્યક્તિ ક્યારેય સામાન્ય ના જ હોઈ શકે!” હું નશીબદાર છું કે મને આટલી બહાદૂર મમ્મી મળી!

સીમા અને પલક ગાડીમાં બેસી ઘરે જવા નીકળ્યા. રસ્તામાં સીમાએ પલકને કહ્યું, “ પલક અત્યારે આપણે બંને શોપિંગ કરવા નીકળ્યા છીએ એ જ રવિને કહેશું. જે કઈ બન્યું એને યાદ રાખવાની કે કોઈને કહેવાની જરૂરનથી. હું નથી ઈચ્છતી કે મારી દીકરીને ઘરમાં પણ કોઈ શંકાની નજરથી જોવે, ‘રાત ગઈ સો બાત ગઈ’. સાચું ને?”

“ખરેખર મેં તમને સમજવામાં ભૂલ કરી, એનો મને અફસોસ પૂરી જિંદગી રહેશે ને રહેવાનો જ”
“ અબ રુલાયેગી ક્યા?”
“ના…..બિલકુલ નહિ, હવે તો મારા ખુશીના દિવસો આવ્યાં છે. હું પણ મારા બધા જ ફ્રેન્ડનેજોરજોરથી કહેશ કે, મારી પાસે પણ એક વ્હાલી મા છે.”

||અસ્તુ||

લેખિકા: તૃપ્તિ ત્રિવેદી

દરેક સાવકી માં એકસરખી નથી હોતી… શેર કરો તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી