વહાલાની કેટલીક વ્હાલભરી માઇક્રોફિકશન – વાંચજો…મજ્જા પડી જશે…

- Advertisement -

1. પેપર નિરીક્ષક

ઉમેશભાઇ વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષાના પેપર તપાસ કરી રહ્યા હતા. પેપર તપાસતા તપાસતા એક વિધ્યાર્થીના પેપરમાઁ 34 માર્કસ થતા હતા. ઉમેશે તરત જ પહેલા પાને વિધ્યાર્થીનુ નામ જોયુ તો ગુસ્સે જ થઇ ગયા. નિમેશભાઇ રમણિકભાઇ પટેલ. લખેલ હતુ. જેણે એક વખત આખા કલાસમાઁ બહુ જ સામે થઇને અભદ્ર વર્તન કરેલ હતુ. ઉમેશે આઁખો બઁધ કરીને 35 માર્ક કૌઁસમાઁ પાસ લખીને બીજા વિધ્યાર્થીની પેપર સપલી તપાસવા માટે હાથમાઁ લીધી.

– વહાલા

2. મીડીયા

”આજે આ કામ ન થઇ શકે, આ કામ માટે આ સમયે અને આ વારે આવવાનુ હોય” એમ બારીની બહાર ઉભેલ વ્યકિતને સુરેશ સમજાવી રહ્યો હતો. “સારુ” એમ કહીને એ વ્યકિત ચાલ્યો ગયો. સાઁજે બ્રેકિઁગ ન્યુઝ્માઁ સ્ટીઁગ ઓપરેશનના નામે એ આખો વિડીયો દર્શાવવામાઁ આવ્યો. બીજા દિવસે કોંટ્રાક્ટના કર્મચારીને સસ્પેંન્ડ કરવામાઁ આવ્યો હતો.

– વહાલા

3. અસત્ય

આજે શોર્યએ પહેલી વખત ખોટુ કાર્ય કર્યુ. અણે આવીને એના મમ્મી સમક્ષ કબુલ પણ કરી લીધુ. કે આ વાત મે આજે ખોટી કરી. મમ્મીએને કશુ કહી શકે એ પહેલા જ તરુણે શોર્યના ખઁભા પર હાથ મુકીને કહ્યુ,”બેટા, આવુ બીજી વખત ન કરવુ. આપણને પાપ લાગે, ભગવાન આથી શિક્ષા કરે.”,”સારુ, પપ્પા બીજી વખત ધ્યાન રાખીશ.” આમ કહીને શોર્ય રમવા ચાલ્યો ગયો. તૃષાએ કહ્યુ,”અરે, એને તમે વઢ્યા કેમ નહિ?, એકાદી ચીપકાવી જોઇતી હતી એને.” આ સાઁભળીને તરુણે કહ્યુ,”તે એ બીજી વખત આપણને સત્ય વાત કહેત જ નહિ !”

– વહાલા

4. ખરીદી

”અરે, સઁગીતા, હુ મિત્રો સાથે મોલમાઁ છુ, બોલ તારા માટે શુ ખરીદી કરુ ?” સુમીતે ફોન પર પોતાની પત્નીની સાથે વાત કરતાઁ કહ્યુ. સામેથી સઁગીતાએ કહ્યુ,”કશુ જ નહિ, તમે વિચાર્યુ એ જ મારા માટે મહત્વનુ છે” સઁગીતાની આ વાત સાઁભળીને વિચારમાઁ પડી ગયો. જયારે એ મોલમાઁથી બહાર નીકળી રહ્યો હતો. ત્યારે એના હાથમાઁ પોતાની બા માટે કપડાઁની ખરીદીની બેગો હતી.

– વહાલા

5. નિદાન

મેડીકલ રીપોર્ટને અક્ષય જોઇ જ રહ્યો. ડોકટરે કહી દીધુ કે હવે એના હાથમાઁ ત્રણ મહિનાથી વધુ સમય નથી. એ ઘરે જઇને મમ્મીને બાથ ભરીને રડી પડ્યો. ન કરેલા કૃત્યો પણ કબુલી લીધા. વધુ કહેવા જતો હતો ત્યાઁ જ ફોન રણક્યો. ”સર, સોરી, અમારા કોમ્પ્યુટર ઓપરેટરથી ભુલમાઁ ખોટી એન્ટ્રી થઇ ગઇ હતી. આપના રીપોર્ટ નોર્મલ છે, આપ અહીઁ આવીને રીસીવ કરી શકો છો.”

– વહાલા

6. બોનસ

આજે પગારની સાથે ન ધારેલુ બોનસ પણ મળ્યુ હતુ. છગનનો ઉત્સાહ વધી ગયો હતો. બોનસના રુપીયાથી શુ લેવુ અને શુ ન લેવુ એ અઁગે મીઠી મુઁજવણ અનુભવી રહ્યો હતો. માલતી માટે સાડી કે મારા માટે નવી બુટની જોડ ખરીદુ. જયારે એ ઘરે ગયો ત્યારે જઇને માલતીના હાથમાઁ એક બેગ આપતા કહે, “લે આપણા મનીયા માટે નવા કપડા ખરીદી લાવ્યો. એ શાળાએ ફ્રી ડ્રેસના દિવસે પણ યુનિફોર્મ જ પહેરી છે ને હવે નહિ પહેરવા પડે.” આ સાઁભળતા જ માલતી છગનના સીઁધાવેલા બુટ પોતાની થીગડાવાળી સાડી સઁભાળતા જોઇ રહી.

– વહાલા

7. પઁચાત

આજે તો ચતુરદાસ ગામના ચોકમાઁ ખીલી રહ્યા હતા. “પેલા છગનિયાની છોડી વિધર્મી જોડે ભાગી ગઇ.”,”કલ્યાણનો છોકરો શાળામાઁ ફેલ થઇ ગયો.”,”સુનીલને કોઇ છોડી નથી આલતુ.” વગેરે વાતુની રમઝટ ચાલતી હતી. ત્યાઁ જ એક ગામનો અજાણ્યો વ્યકિતી દોડતો આવીને કહે”ચતુરદાસ, તમારે ઘેર અઁદાજે પચીસ લાખની માલમત્તા લઇને મોરલો કળા કરી ગયો!”

– વહાલા

8. વર્ષગાઁઠ
આજે નીતુની બીજી લગ્ન વર્ષગાઁઠ હતી. ખુબ જ નિરાશમય દિવસ પસાર થયો હતો. સાઁજે જયારે નિકિત ઘરે આવ્યો ત્યારે અણે નીતુને પુછ્યુ,”બોલ, નીતા તારે શુ જોઇએ છે, તુ કહે એ આવતીકાલે હાજર કરી દવ ?” નીતુએ એક પળ પણ વિચાર્યા વગર કહી દિધુ,”તમે !”

– વહાલા

9. શહીદ

ગીરીશભાઇ છાપુ હાથમાઁ લેતા જ ધ્યાન ગયુ, “કશ્મીર સરહદ પર પાકિસ્તાનનો અણધાર્યો ગોળીબાર, ત્રણ જવાન શહીદ.” મનમાઁ બબડીયા,”આપણા દેશમાઁ કોઇને સરહદ પર જવુ જ નથી.” છાપુ વાઁચી રહ્યા હતા એ દરમ્યાન જીગરે આવીને કહ્યુ,”શુભ સવાર પપ્પા.”,”શુભ સવાર બેટા, ચિઁતનભાઇનો ગઇકાલે ફોન હતો, અમેરીકાના વિઝાની પ્રોસીજર પુરી થઇ ગયેલ છે. તુ હવે કોઇ સારી મલ્ટીનેશનલ કઁપનીમાઁ જોબની અઁગેની તૈયારી રાખજે.

– વહાલા

10. વ્યસન

“બેટા, આલે દસ રુપીયા સામેની કેબીનેથી બે પડીકી લઇ લે જે અને બાકીના જે પાઁચ વધે એનો તુ તારે જે ખાવુ હોય એ ભાગ લઇ લે જે.” કિશોરે પોતાના બાળકને દસની નોટ આપતા કહ્યુ. થોડી વાર પછી બાળકે પાછુ આવીને પડીકીઓ આપતા કહ્યુ,”આ લ્યો પપ્પા તમારી પડીકી.” કિશોરે ઉત્સુકતાવશ પુછ્યુ,”તે શુ લીધુ ?”, બાળકે પેલી પડીકી બતાવતા કહ્યુ,”પપ્પા તમે રોજ આ ખાવ છો એટલે થયુ હુ પણ ચાખુ આજે કે કેવી હોય છે આ.” કિશોર પોતાના બાળકને અનિમેષ જોઇ રહ્યો.

– વહાલા

11. અભિમાન

ઘણા સમય પછી બધા મિત્રો ચિઁતનના ઘેર ભેગા થયા હતા. વાત વાતમાઁ પ્રવાસનને લગતી વાત નીકળી. એક મિત્રએ કહ્યુ,”યાર જીનેશ પેલા સ્થળે શુ જોરદાર નકશી કામ કરેલ છે, હુ તો જોઇને જ દઁગ રહી ગયો.” આ સાઁભળીને બીજા મિત્રએ કહ્યુ,”અરે એ જગ્યા માટે તો મારા દાદાએ રુપીયા આપેલ હતા.”,”અરે જાજા ફેકવાની કઁઇક મર્યાદા હોય.” મનસુખે કહ્યુ. “અરે તને વિશ્વાસ ન થતો હોય તો ત્યાઁના દાતાશ્રીમાઁ મારા દાદાનુ નામ લખેલ છે જ, તુ જા ને ત્યારે જોઇ લેજે. ચિઁતનના પિતા દ્રારકાદાસ આ બધી વાતો સાઁભળી રહ્યા હતા. એમણે તરત જ મોબાઇલ લગાવ્યો અને કહ્યુ,”પેલા મઁદિરમાઁ અમારા તરફથી જે પચીસ લાખનુ દાન આપેલ છે, તો અઁગે જણાવવાનુ કે દાતાશ્રીમાઁ અમારા કુળનો કોઇ નામોલ્લેખ આવવો ન જોઇએ.”

– વહાલા

12. જાનવર

જાદવે પોતાનુ માલવાહન પાછુ માર્યુઁ. પાછળ સુતેલુ ગલુડીયાના પેટ પર વાહનનુ વિહલ ફરી વળ્યુ. હઁસા મઁદિરેથી પાછી ફરી રહી હતી. એણે તરત જ જાદવને કહ્યુ,”એલા, દેખાતુ નથી તને, ખબર નથી પડતી કે શુ ?, આ સાઁભળીને જાદવે કહ્યુ,”મને તો ખબર પડે છે પણ આ જાનવરને ખબર નથી પડતી કે અહીઁ ન સુવાય!” ગલુડીયુ તો રીબાઇને મરી ગયુ. કુતરી આવીને રડવા લાગી. હઁસા ડઘાઇને જોઇ માણસાઇ વગરના જાનવરને જતા જોઇ રહી !

– વહાલા

? આભારી :-
મુકેશભાઇ સોજીદ્રા
હર્ષલભાઇ બ્રહ્મભટ્ટ
શુભ્રાતા પટેલ

? લેખક :– Vasim Landa ☺️ “વહાલા” The Dust of Heaven ✍️

ટીપ્પણી