Very Yummy Yummy !! “दाल पकवान “

images (6)Very Yummy Yummy !!

“दाल पकवान ”

** સામગ્રી :-

~~ દાળ બનાવવા માટે :

– ૨ કલાક પલાડેલ ચણાની દાળ : ૧ કપ

– હળદર : ૧/૪ ટી.સ્પુન

– લાલમરચું પાવડર : ૧ ટી.સ્પુન

– સમારેલ ડુંગળી : ૧ નંગ

– આદુની પેસ્ટ : ૧ નંગ આદુની

– ગરમ મસાલો : ૧ ટી.સ્પુન

– તેલ : ૨ ટે.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

~~ પકવાન બનાવવા માટે :

– મેંદો : ૧ કપ

– ઘી : ૨ ટે.સ્પુન

– જીરૂ : ૧/૨ ટી.સ્પુન

– અધકચરો ક્રશ કરેલ તીખાનો ભુક્કો : ૧/૪ ટી.સ્પુન

– તેલ : તળવા માટે

– મીઠું : સ્વાદ પ્રમાણે

** રીત :-

~~ દાળ બનાવવા :

દાળને બાફી લેવી. હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલ ડુંગળી ઉમેરવી. ડુંગળી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. હવે તેમાં બધા જ મસાલા નાખી સરખી રીતે મિક્સ કરી તેમાં દાળ નાખવી. હવે તેને ૫ મિનીટ સુધી ચડવા દેવી. આમ, દાળ તૈયાર થઇ જશે.

~~ પકવાન બનાવવા :

તેલ સિવાય પકવાન બનાવવા માટેની બધી જ સામગ્રી સરખી રીતે મિક્સ કરી પાણી થી પકવાન નો લોટ બાંધી લોટને ૨૦ મિનીટ માટે રેસ્ટ આપવો. હવે તેના ગોળ ગોળા વાળી લેવા. હવે દરેક ગોળાની મોટી પૂરી બનાવી કાંટા થી થોડા કાણાં પાડી લેવા. હવે અન્ય એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી મધ્યમ ફ્લેમ પર પૂરી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાઈ કરી લેવી. અને આમ, દાળ-પકવાન માટેના પકવાન તૈયાર કરવા.

~~ FINAL સર્વિંગ માટે :

તૈયાર પકવાન અને દાળ ને સર્વિંગ પ્લેટ માં લઇ લેવા. તેને આમલીની મીઠી ચટણી તેમજ લીલી ચટણી સાથે સર્વ કરવા.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block