પોપટ કેહનારનું જ પોપટ થઇ ગયું

- Advertisement -

9665_indian-policeએક વખત એક યુવાન ગાડીથી જઇ રહ્યો હતો અને તેની પાસે ગાડીના કાગળિયા ન હતા. એક પોલીસ વાળા એ તેને રોક્યો. તે યુવાને કહ્યું કે પૈસા જે થાય તે લઇ લે પણ આગળ કાંઇ ન આપવુ પડે તેવી વ્યવસ્થા કરી આપે. પોલીસ વાળાએ કહ્યું કે કાંઇ વાંધો નહીં, આગળ કોઇ પોલીસ વાળો પૂછે તો કહેવાનું, ‘પોપટ’.

તે યુવાન આગળ ગયો. તેને એક અન્ય એક પોલીસ વાળાએ રોક્યો તો તેણે ‘પોપટ’ કહ્યું અને પોલીસવાળાએ તેને જવા દીધો.

બીજા દિવસે તે જ્યારે રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તો એક પોલીસ કર્મચારીએ તેની ગાડી થોભાવી. તેણે વિચાર્યું કે કાલે ‘પોપટ’ કહેવાથી છુટી ગયો હતો, તો આજે પણ કહી દે. પણ જેવુ તેણે ‘પોપટ’ કહ્યું તો પોલીસ વાળાએ કહ્યું,

”ગાડી સાઇડમાં લગાવી દે, આજે ‘કાગડો’ છે…”

ટીપ્પણી