“વર્મીસીલી ઈડલી” – બનાવો ઈડલીની આ નવીન વેરાયટી આજે જ અને જણાવજો કેવી લાગી..

“વર્મીસીલી ઈડલી”

સામગ્રી :

૧ કપ વર્મીસીલી,
૧.૫ કપ દહીં,
મીઠું,
૧ ચમચો તેલ,
૧/૨ ચમચી રાઈ,
૧ ચમચી અડદની દાળ,
૧૦-૧૨ લીમડાના પાન,
૧ ચમચી લીલા મરચાની કટકી,
૧/૨ ઇંચ ઝીણું સમારેલ આદુ,
૧ ચમચી ઈનો,

રીત:

– એક કડાઈમાં વર્મીસીલી લઇ આછો કથ્થાઈ થઇ ત્યાંસુધી શેકી, બાઉલમાં કાઢી લો.
– દહીને બરાબર ઘોરી વર્મીસીલીમાં ઉમેરી ખીરું બનાવું, જો વધારે ઘટ્ટ લાગે તો ૧ ચમચા જેટલું પાણી ઉમેરવું.
– હવે એક પેનમાં તેલ લઇ રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ ઉમેરી સાંતળો.
– પછી તેમાં લીમડાના પાન, આદુ અને લીલા મરચા ઉમેરવા.
– હવે વર્મીસીલી ખીરામાં વઘાર ઉમેરી બરાબર મિક્ષ કરવું.
– હવે કુકરમાં પાણી લઇ ઉકળવા મુકવું, ત્યાંસુધીમાં ઈડલી મેકરના દરેક ખાના ગ્રીસ કરી લેવા.
– હવે ખીરામાં ઈનો ઉમેરી હલાવી, દરેક ખાનામાં રેડી કુકરમાં મુકવું.(ધ્યાન રહે કે સીટી કાઢી લેવાની છે)
– ઈડલી ૧૦-૧૫ મીનીટમાં તૈયાર થઇ જશે.
– સંભાર અને નાળીયેરની ચટણી જોડે સર્વ કરવું.
– તો તૈયાર છે વર્મીસીલી ઈડલી.

નોંધ:

૧/૨ કપ સોજી ખીરામાં ઉમેરી શકાય.
વર્મીસીલી એટલે સેવૈયા.
ઘણી વ્ખત વર્મીસીલી શેકેલી પણ મળે છે તો શેકવામાં ધ્યાન રાખવું.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી