આજે જ બનાવો…”વેનીલા કેક વિથ ચોકોલેટ ફ્રોસટીંગ / આઈસીંગ”

- Advertisement -

993025_4666007103156_2051453107_n

 

• વેનીલા કેક વિથ ચોકોલેટ ફ્રોસટીંગ / આઈસીંગ

સામગ્રી :

1. કેક ફ્લોર – 4 કપ ( માર્કેટ માં તૈયાર લોટ મળે છે. જો ના મળે તો તેનો ઓપ્સન છે )

[ એક કપ માં 2 ટેબલ સ્પૂન કોર્નસ્ટાર્ચ અથવા કોર્નફ્લોર ઉમેરો અને બાકી રહેલા કપ માં મેંદો ઉમેરો =1 કપ કેક ફ્લોર ]

2. બેકીંગ પાઉડર – 2 ટી સ્પૂન ( 10 ગ્રામ )

3. બેકીંગ સોડા – 1 & ½ ટી સ્પૂન

4. મીઠું – 1 ટી સ્પૂન

5. અનસોલ્ટેડ બટર – 1 કપ ( 2 સ્ટીક્સ ) (225 ગ્રામ)

6. ખાંડ – 2 કપ (400 ગ્રામ) [ ખાંડ નું પ્રમાણ તમારી રીતે વધારી શકો છો. આ કેક મીડિયમ મીઠી થશે. ]

7. વેનીલા એસેન્સ – 2 ટી સ્પૂન

8. ઈંડા – 4 નંગ

9. બટર મિલ્ક ( છાશ ) – 2 કપ ( 475 મિલિ )

10. ચોકોલેટ ફ્રોસટીંગ / આઈસીંગ – જરુર મુજબ [ તમે માર્કેટ માં તૈયાર મળે છે એ લો અથવા જાતે બનાવો ]

11. સ્ટ્રોબેરીસ અને ચેરીસ – ગાર્નીશિંગ માટે

 

રીત :

1. આ કેક આપણે ઓવન માં બનાવીશું. તો સૌથી પેહલા તમારા ઓવન ને 350 ડીગ્રી સુધી પ્રિહિટ કરી લો.

2. આપણે બે કેક તૈયાર કરીશું. તેના માટે 9 ઇંચ ના બે ગોળ કેક પેન લો. બન્ને પેન માં ઉપર ની કોર્નર સુધી બટર લગાડો. કોઇ ભાગ કોરો ના રહી જાય તેનું ધ્યાન રાખવું, નહી તો એ ભાગ માં કેક ચોંટી જશે.

[ તે ચકાસવા માટે કેક ફ્લોર અથવા મેંદા નો લોટ ખૂબ જ ઓછા પ્રમાણ માં લઈ તેને પેનમાં ચપટી થી વેરો ત્યારબાદ બધો લોટ આખા પેન માં ફેલાઈ જાય તે માટે જેમ ચારણી થી ચાળતા હોઈ એ રીતે પેન ને હલાવો. ટૂંક્માં, બટર લગાવેલા ભાગ માં લોટ લઈ જવો જે ભાગ કોરો હસે ત્યાં લોટ ચોંટશે નહી. ]

3. ફ્લોર મિક્સર : હવે એક બોઉલ લો. તેમાં કેક ફ્લોર, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, અને મીઠું ઉમેરો. અને તેને સારી રીતે મિક્સ કરી લો.

4. કેક મિક્સર : હવે એક મોટું બોઉલ લો. તેમાં બટર અને ખાંડ લો અને તેને ઈલેક્ટ્રિક મિક્સર વડે મીડિયમ સ્પીડ પર ત્યાં સુધી ફીણવું જ્યાં સુધી મિક્સર એકરસ થઈ જાય. ફ્લ્ફી થઈ જાય. ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ અને ઈંડા ઉમેરી સરખી રીતે ફીણો. [ નોંધ : એક સમયે એક જ ઈંડું ઉમેરવું. દરેક ઈંડું ઉમેર્યા બાદ ફીણવું. ] હવે તેમાં બટર મિલ્ક ( છાશ ) ઉમેરો. અને મિક્સર વડે ઓછી સ્પીડ પર ફરીથી ફીણો જ્યાં સુધી બધું એકરસ ના થઈ જાય.

5. હવે ફ્લોર મિક્સર ના 3 ભાગ કરો. એક ભાગ ઉમેરી ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એ ભાગ કેક મિક્સર માં ભળી ના જાય. આ રીતે દરેક ભાગ ઉમેરો અને મિક્સર ને સારી રીતે ફીણતા રહો.

6. કેક નું સ્મૂધ મિક્સર તૈયાર થઈ ગયા બાદ તેને બે સરખા ભાગ માં વહેચીં દો. તૈયાર કરેલી બન્ને કેક પેન માં ઉમેરી દો. ધ્યાન રહે કે પેન માં મિક્સર કોર્નર થી ગોળ-ગોળ ઉમેરવાનું ચાલું કરો એ જાતે જ વચ્ચેનાં ભાગ માં આવી જશે. બીજું કે કોઈ એર બબલ્સ ના રહે તેનું ભી ખાસ ધ્યાન રાખો. તે માટે પેન ને થપથપાવો.

7. હવે તેને ઓવન માં 35 થી 40 મિનિટ માટે બેક કરવા મૂકો. અથવા તો ત્યાં સુધી બેક કરો; એક ટૂથપીક કે ચપ્પું લઈ તેને કેક નાં વચ્ચેનાં ભાગ માં એટલે કે સેન્ટર માં ખોસો અને બહાર કાઢી લો જો તે ક્લીન એટલે કે ચોખ્ખી બહાર નીક્ળે એનો મતલબ કેક તૈયાર છે.

8. હવે તમારી વેનીલા કેક તૈયાર છે તેને બહાર કાઢી લઈ 10 મિનિટ માટે ઠંડી થવા દો. ત્યારબાદ તેને ચપ્પા ની મદદ થી પેન માંથી બહાર કાઢી લો. અને ફ્રોસટીંગ કરતા પહેલાં 1 કલાક માટે ઠંડી થવા દો.

9. હવે એક પ્લેટ માં એક કેક લઈ તેની ઉપર ની સપાટી પર ચોકલેટ ફ્રોસટીંગ લગાડો. ત્યાર બાદ તેના પર બીજી કેક મૂકો. હવે આખી કેક મતલબ બન્ને કેક ઢંકાઈ જાય એ રીતે ચોકલેટ ફ્રોસટીંગ લગાડો.

10. ત્યાર બાદ સ્ટ્રોબેરીસ અને ચેરીસ થી ગાર્નીશ કરી સર્વ કરો.

 

કૂકર માં કેક બનવવા માટે :

1. એક કૂકર લો. તેની વ્હીસલ કાઢી લો. હવે તેમાં સૌથી પહેલાં કોઈ પ્લેટ અથવા ઈડલી નું સ્ટેંડ ઊલટું મૂકો અને તેની ઉપર કેક પેન મૂકો. આમ એટલા માટે કરવાનું જેથી કેક ને સીધો તાપ ના લાગે.

2. હવે કૂકર નું ઢાંક્ણું બંધ કરી ગેસ પર તેને 2 મિનિટ માટે વધુ તાપે કૂક કરો. 2 મિનિટ બાદ ધીમા તાપે 25 થી 30 મિનિટ માટે કૂક કરો. [ અથવા એક ટૂથપીક કે ચપ્પું લઈ તેને કેક નાં વચ્ચેનાં ભાગ માં એટલે કે સેન્ટર માં ખોસો અને બહાર કાઢી લો જો તે ક્લીન એટલે કે ચોખ્ખી બહાર નીક્ળે એનો મતલબ કેક તૈયાર છે. ]

 

ટીપ્પણી