“વેજિટેબલ થાલીપીઠ” – નામ તો તમે સાંભળ્યું જ હશે તો હવે ઘરે જ બનાવો..

“વેજિટેબલ થાલીપીઠ”

સામગ્રી :

લોટ:

અડધો કપ જુવાર,
અડધો કપ બાજરી,
પા કપ ચોખાનો લોટ,
પા કપ ચણાનો લોટ,
પા કપ ઘઉંનો લોટ,
મીઠું સ્વાદાનુસાર,

શાકભાજી:

અડધો કપ મેથીની ભાજી સમારેલી,
૨-૩ ખમણેલા બટેટા,
અડધો કપ કાંદા સમારેલા,
અડધો કપ મિક્સ કરેલી શાકભાજી,
એક ચમચો તેલ,
એક ચમચો સમારેલી કોથમીર,
એ ચમચી શેકેલું જીરું,
એક ચમચી લાલ મરચાંનો ભૂકો,
બે ચમચી લીલાં મરચાં સમારેલાં,
બે ચમચી લસણ,
પા ચમચી હળદર,
શેકવા માટે તેલ,

રીત :

એક બૉલમાં બધા લોટ મિક્સ કરવા (આ લોટની જગ્યાએ મલ્ટિગ્રેન લોટ વાપરી શકાય). આ લોટના મિશ્રણમાં બધી કાપેલી શાકભાજી, મસાલા મિક્સ કરવાં. હવે એમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી લોટ બાંધવો. આ લોટ જરાક ચીકણો હશે. એથી એને પ્લાસ્ટિકની થેલી પર તેલ લગાડી લોટનો લૂઓ એના પર રાખી એને થેપી લેવું અને ગરમ તવા પર બન્ને સાઇડ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેલ નાખી શેકી લેવું. ગરમાગરમ થાલીપીઠ દહીં અથવા ચટણી અને સૅલડ સાથે સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી