વેજીટેબલ તૂફાની (Vegetable Tufani)

1. તમારે પેહલા રેડ ગ્રેવી બનાવી પડશે.

1.1 રેડ પંજાબી ગ્રેવી:

તમે તમારી રીતે ગ્રેવી બનાવી શકો છો. … તથા સ્વાદ અનુસાર ફેરફાર કરી શકો છો

આ ગ્રેવી 3 દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે અને અને ફ્રીજર માં એક વીક માટે ફ્રોજન કરી શકો છો. તમે આ ગ્રેવી મિક્સચર માં પીસી સ્મૂધ પેસ્ટ ભી બનાવી શકો છો.

2 ટેબલ સ્પૂન – તેલ
3 લવિંગ
2 કાળા મરી
2 તજ
2 એલચી
2-3 તમાલપત્ર
1 ટી સ્પૂન જીરું
3 કળી – લસણ
100 ગ્રામ. – (કાજુ તરબૂચ સીડ્સ ખસખસ) પેસ્ટ કરો
5 નંગ. – સુકા કાશ્મીરી લાલ મરચાં
2 ડુંગળી ઝીણી સમારેલી / ગ્રેવી
3 ટામેટાં ઝીણા સમારેલા / ગ્રેવી
1 ટેબલ સ્પૂન . – સાંભર મસાલા
1 ટેબલ સ્પૂન – પાઉં ભાજી મસાલા
1 ½ ટેબલ સ્પૂન – ધનીયા જીરા પાઉડર
1 ટેબલ સ્પૂન . – લાલ મરચું પાઉડર
½ ટી સ્પૂન . – હળદર પાઉડર
¼ ટી સ્પૂન . – ગરમ મસાલા પાઉડર
2 ટી સ્પૂન – મીઠું
½ ટી સ્પૂન . – ખાંડ
1 કપ – પાણી [જાડી ગ્રેવી માટે] [તે તમારી રીતે અનુસાર ઉમેરી શકાય છે]

પદ્ધતિ:

1. [કાજુ તરબૂચ સીડ્સ ખસખસ સુકા કાશ્મીરી લાલ મરચાં] અડધા કલાક માટે પાણી માં પલાળો અને લીસી પેસ્ટ તૈયાર કરો.
2. ટામેટાં અને ડુંગળી ની પેસ્ટ બનાવો.
3. લસણ ને વાટવું.
4. એક પેન માં તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં લોવિંગ, તજ, તમાલપત્ર, કાળા મરી, એલચી, જીરૂ નાખી 2-3 મિનિટ માટે સાંતળો. આ બધી વસ્તુ આખી લઈ ને છેલ્લે ગ્રેવી ને મિક્સર મા પીસી લો અથવા પાઉડર ફોમૅમા લો.
5. તેમાં લસણ અને ડુંગળી ઉમેરો અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સાંભર મસાલા, પાઉં ભાજી મસાલા, ગરમ મસાલા, હળદર, લાલ મરચું પાઉડર, ધનીયા જીરા પાઉડર ઉમેરી 3-4 મિનિટ માટે કૂક કરો. આ મસાલા બળે નહી તે માટે થોડા પાણીનો છંટકાવ કરો.

6. મસાલો સારી રીતે કૂક થાય પછી તેમાં {કાજુ તરબૂચ સીડ્સ ખસખસ સુકા કાશ્મીરી લાલ મરચાં} ની પેસ્ટ અને ટમેટાની ગ્રેવી ઉમેરો અને 4-5 મિનિટ માટે સાંતળો.
7. પછી મીઠું અને ખાંડ ઉમેરો અને યોગ્ય રીતે તેને ભેળવો.
8. 1 કપ પાણી ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો. ગ્રેવી તૈયાર છે તેને એક બૉઉલમા કાઢી લો.

2. વેજીટેબલ તૂફાની સબ્જી:

શાકભાજી તમારી રીતે ઉમેરી શકો છો.
1 કપ લીલા વટાણા
1 કપ સમારેલા બટાટા
1 કપ સમારેલા ગાજર
1 કપ સમારેલી કોબીજ
1 કપ સમારેલું ફલાવર
1 સમારેલું કેપ્સીકમ
2 ટેબલ સ્પૂન. – તેલ
½ ટી સ્પૂન. – રાઈ
½ ટી સ્પૂન. -જીરું
હિંગ – ચપટી
તમાલપત્ર – થોડા
સુકા લાલ મરચાં – 1 અથવા 2
ડુંગળી અને ટોમેટાની – ગ્રેવી (જરુર મુજબ)
લાલ મરચું, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું (જો જરૂરી હોય તો), અને
1 ટી સ્પૂન. – આમચુર પાવડર

પદ્ધતિ:

1. એકસાથે બધા શાકભાજી કૂકર માં થોડુંક મીઠું નાખી બાફી લો [વટાણા અને કેપ્સીકમ સિવાય]. [70-80�ાફેલા. 2-3 વ્હિસ્લ. વટાણા અને કેપ્સીકમ ને અલગ થી છુટા બાફી શકો છો. બહુ બફાઈ ના જાઈ તેનું ધ્યાન રાખવું.

2. એક પેન મા તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. હિંગ ઉમેરો.

3. તમાલપત્ર અને સુકા લાલ મરચાં (જો તમે ઇચ્છો તો) ઉમેરો.

4. તમે વધુ ઓનિયન્સ અને ટોમેટોઝ ઉમેરવા માંગો છો, તો પછી તેમની ગ્રેવી ઉમેરો.

5. વટાણા અને કેપ્સીકમ ઉમેરો અને જો બાફેલા ના હોઈ તો કૂક થાય ત્યાં સુધી સાંતળો.

6. પછી રેડ ગ્રેવી ઉમેરો (જરુર મુજબ) અને 2 મિનિટ માટે સાંતળો.

7. પછી લાલ મરચું, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું, આમચુર પાવડર ઉમેરો.

8. ત્યારબાદ બાફેલી શાકભાજી ઉમેરો અને થોડી વાર ઉકળવા દો.

9. કોથમીર થી ગાર્નીશ કરી રોટી અથવા પરાઠા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : કૃપલ કણસાગરા (અમેરિકા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી