“વેજીટેબલ કયૂસીલાડા” – આજે ઘરમાં બધાને ચખાડો તમારા હાથનો ઇન્ટરનેશનલ ટેસ્ટ…

વેજીટેબલ કયૂસીલાડા (Vegetable Quesadilla)

સામગ્રી:

4 ટોર્ટીલા,
1 કપ બોઈલ એન્ડ મેસડ રાજમા,
1 ઝીણું સમારેલ ટમેટું,
1 લીલું કેપ્સિકમ (નાના ક્યુબ્સમાં),
1 કપ બાફેલ મકાઈ,
1 કપ ચીઝ,
1 પાકું એવોકાડો (ઓપશનલ),
2 tbsp તેલ,
1 tbsp ટાકો સીઝનિંગ (માર્કેટમાં અવેલેબલ),
1 લીલું મરચું,
1 લીંબુનો રસ,
લાલ મરચું જરૂર અને સ્વાદ મુજબ,

રીત:

સૌ પ્રથમ 1 પેનમાં તેલ લઇ તેમાં ટાકો સીઝનિંગ ઉમેરી મિક્સ કરવું.
પછી તેમાં મેસડ રાજમા, મીઠું અને થોડુંક પાણી ઉમેરી મિક્સ કરવું.
મિક્સરમાં મેસડ એવોકાડો, લીલા મરચા, મીઠું ઉમેરી પેસ્ટ બનાવવી.
એક બાઉલમાં મકાઈ, ટમેટા, કેપ્સિકમ, મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી લેવું.
હવે ટોટલીલાની બને બાજુ બટર લગાવી નોનસ્ટિક પેન પર લઇ થોડી મિનિટમાં ગેસ બન્ધ કરી દેવો.
પછી ટોર્ટીલા પર રાજમા મિક્સનું લેયર સ્પ્રેડ કરી, એવોકાડો પેસ્ટ સ્પ્રેડ કરવું, પછી ટોમેટો વાળું મિક્ષણ સ્પ્રેડ કરવું, પછી ચીઝ સ્પ્રેડ કરી લેવું.
હવે બીજું ટોર્ટીલા લઇ તેની બને બાજુ બટર લગાવી તેને પેલા બનાવેલ ટોર્ટીલા પર રાખી ગેસ ચાલુ કરી મીડીયમ તાપે ચીઝ મેલ્ટ ન થાય ત્યાંસુધી કૂક કરવું.
પછી પીઝા કટરથી કટ કરી સોર ક્રીમ અને સાલસા જોડે સર્વ કરવું.
તો તૈયાર છે વેજીટેબલ કયૂસીલાડા.

રસોઈની રાણી: ઈશાની પરીખ (યુએસએ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી