ઝટપટ વેજ પુલાવ – ખાવામાં ટેસ્ટી ને હેલ્થ માટે હેલ્ધી છે નોંધી લો ક્યારેક કામ આવશે

ઝટપટ વેજ પુલાવ 

રોજ ના દાળ ભાત થી કંટાળ્યા હોય તો , આજે જ ટ્રાય કરો આ ઝટપટ વેજ પુલાવ… શાક થી ભરપૂર અને ખૂબ જ સ્વાદિષ્ટ. કોઈ વધારા ના મસાલા ની પણ જરૂર નહી પડે..

જ્યારે પુરી રસોઈ બનાવાનો કંટાળો આવે ત્યારે બનાવો ફટાફટ બનતો આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભાત ની વેરાયટી.. બાળકો પણ ને મજા પડી જશે ..

આ વાનગી માટે આપ વધેલો ભાત પણ વાપરી શકો. પણ જો તાજો ભાત વાપરવો હોય તો 2 કલાક પહેલા ભાત બનાવી લેવો. ભાત સંપૂર્ણ રીતે ઠરી જાય પછી જ વધારવો ….

સામગ્રી :

1. 4 વાડકા રાંધેલો ભાત,
2. 2 ચમચી ઘી,
3. 2 ચમચી તેલ,
4. 2 લવિંગ,
5. નાનો ટુકડો તજ,
6. 1 તજ પત્તુ,
7. થોડા લીમડા ના પાન,
8. 3 થી 4 લીલા મરચા બારિક સમારેલા,
9. 1 ચક્રી ફૂલ  (star anise),
10. 2/3 વાડકો સમારેલી ડુંગળી,
11. 1 ચમચી જીરું,
12. 1/2 ચમચી હિંગ,
13. 1/2 વાડકો ફણસી,
14. 1/2 વાડકો ગાજર,
15. 1/2 વાડકો તાજા વટાણા,
16. 1/4 વાડકો કેપ્સિકમ,
17. 3 ચમચી લીલું ટામેટું,
18. મિઠું,
19. બારીક સમારેલી કોથમીર,
20. 2 લાલ સૂકા મારચા,
21. 1 ચમચી ખમણેલું આદુ,

રીત :

જો આ વાનગી માટે તમે ભાત નવો રાંધવાના હોય તો , જલ્દી બનાવી ને રાખી દેવો.. આ પુલાવ માટે કેવો ભાત જોઈએ..  ના કડક , ના કાચો , ના ગળેલો. ભાત નો દાનો રાંધેલો પણ હોવો જોઈએ પણ ગળેલો નહીં.

કડાય માં ઘી ને તેલ મિક્સ કરી ગરમ મુકો. તેમાં તજ , લવિંગ , તજ પત્તુ ઉમેરો… થોડું શેકાય પછી તેમાં જીરું અને લાલ સૂકા મરચા ઉમેરો.


જીરું શેકાય ને બ્રાઉન થાય એટલે એમાં સમારેલી ડુંગળી, લીમડા ના પાન અને લીલા મરચા ઉમેરો. હલાવો . ખમણેલું આદુ ઉમેરી 2 થી 3 મીનિટ માટે સૌટે કરો. થોડું મીઠું ભભરાવો અને પકાવો , જલ્દી બ્રાઉન થશે.

હવે એમાં ફણસી, ગાજર , કેપ્સિકમ , વટાણા ઉમેરો. મીઠું ભભરાવો અને સરસ મિક્સ કરી લો.
કડાય ને ઢાંકી ને ઉપર પાણી રાખી લો. બધા જ શાક બરાબર ચડી ના જાય ત્યાં સુધી થવા દો.

શાક બરાબર થાય ત્યારે પછી તેમાં કાચું ટામેટું ઉમેરી મિક્સ કરો.

હવે એમા ભાત ઉમેરો ને સરસ મિક્સ કરો . હળવે થી હલાવવું એટલે ભાત નો ભૂકો ના થાય. એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી, કડાય ફરી ઢાંકી દો.. ધીમા ગેસ પર થવા દો.

કોથમીર ભભરાવો અને તૈયાર છે ઝટપટ વેજ પુલાવ..

આશા છે આપ સહુ ને પસંદ પડશે…

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી