વેજિટેબલ પુડલા- ચણાના લોટથી બનતા આ પુડલા હેલ્થી અને ટેસ્ટી છે ટ્રાય કરો

વેજિટેબલ પુડલા

ચણાના લોટના પુડલા લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે. ખૂબ જ ઝડપથી બની જતા આ પુડલાને અજમો ઉમેરીને શરદીમાં પણ ખાસ બનાવવામાં આવે છે.

આજે હું આ પુડલા વધુ હેલ્થી અને ટેસ્ટી બની જાય એવી રેસિપી લાવી છું.

આ પુડલા બાળકોને ટિફિનમાં પણ આપી શકાય.

સામગ્રી:-

2 કપ ચણાનો લોટ,
1/2 કપ રવો,
1/4 કપ ચોખાનો લોટ,
1 કપ છીણેલી દૂધી,
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર,
3 ટામેટાં,
1 મોટી ડુંગળી,
2 લીલા મરચાં,
5-6 મીઠા લીમડાનાં પાન,
1 ચમચી અજમો,
1 ચમચી મરચું,
1/2 ચમચી હળદર,
1/4 ચમચી મરીનો ભૂકો,
ચપટી હળદર,
1/2 લીંબુનો રસ,
મીઠું સ્વાદાનુસાર.

રીત : 

સૌ પ્રથમ એક મિક્સર બાઉલમાં ટામેટાં , ડુંગળી, લીલા મરચાં અને લીમડો ઉમેરી ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.

હવે એક બાઉલમાં ચણાનો લોટ, રવો અને ચોખાનો લોટ ઉમેરો.


તેમાં ડુંગળી -ટામેટાં ની પેસ્ટ, છીણેલી દૂધી, ઝીણી કોથમીર, મીઠું , હળદર, મરચું, મરી નો ભૂકો અને લીંબુ નો રસ ઉમેરી ને બધું મિક્સ કરો .. જરૂર મુજબ નું પાણી ઉમેરી મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. 15 -20 મિનિટ નો રેસ્ટ આપો.

હવે એક ગરમ તવા પર ચમચાની મદદથી ખીરું ગોળ આકારમાં પાથરો અને તેલ નાખી ને મધ્યમ આંચ પર થવા દો.

જ્યારે બ્રાઉન કલર થવા આવે એટલે તવેથા ની મદદ થી પુડલા ને ફેરવી લો અને બીજી બાજુ પણ બરાબર શેકી લો.

આ પુડલા ને ચટણી, સોસ ,ડુંગળી કે દહીં સાથે સર્વ કરો.

નોંધ:-

-તમે આ પુડલાના ખીરામાં એકલા ચણાનો લોટ પણ લઈ શકો પરંતુ રવો અને ચોખાનો લોટ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.

-તમે બીજા શાક પણ ઉમેરી શકો જેમ કે ગાજર ,બીટ. પાલક વગેરે..

-ખીરું બહુ પાતળું થઇ જાય તો થોડો રવો વધુ ઉમેરવો.

-પુડલા બહુ પાતળા ના પાથરવા અને મધ્ય થી તેજ આંચ પર જ પકાવો.

-બાળકો ને ઉપર ચીઝ પાથરી ને રોલ કરી ને પણ આપી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block