Vegetable Kolhapuri (વેજ. કોલ્હાપૂરી)

994573_149710685233382_1370165486_n

 

વેજ. કોલ્હાપૂરી:

 

* સામગ્રી :

– ૬-૭ નંગ ડુંગળી ના ચોરસ ટુકડા

– ૬-૭ નંગ કેપ્સીકમના ચોરસ ટુકડા

– ૬-૭ નંગ ટામેટાના ચોરસ ટુકડા

– ૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર), (શાકને મોટા ટૂકડામાં સમારવું, બધાજ શાક ને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે.)

– ૧ ટે.સ્પૂન લસણ વાટેલું (લસણ ની પેસ્ટ)

– ૩ ટે.સ્પૂન તેલ અથવા બટર

– ૨ ટે.સ્પૂન કાંદાની ગ્રેવી

– ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી

– ૧ ટી.સ્પૂન ગરમ મસાલો /કિચન કિંગ મસાલો

– ૧ ટી.સ્પૂન કસૂરી મેથી

– ૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર

– થોડો રેડ કલર

– ૧ ટે. સ્પૂન લીલી કોથમીર

– ૮-૧૦ નંગ પનીર ના ટુકડા

– ૨ નંગ લાલ સૂકા મરચાં

– મીઠું સ્વાદ અનુસાર

 

* રીત:

એક કડાઈમાં તેલ/બટર ગરમ કરવા મૂકો.

ત્યારબાદ, સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તૂરત બહાર કાઢી અલગ રાખો, જેને કારણે તેલ થોડું લાલ થઇ જશે.

ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નાંખો અને સાંતળો .

ત્યારબાદ, કસૂરી મેથી, બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા. અને સાંતળવા.

ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખો, અને હવે ૨ ટે.સ્પૂન કાંદા ની ગ્રેવી, અને ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી ઉંમેરો. (નાખો)

થોડા ટીપાં રેડ કલર નાખો.(કલર પસંદ હોય તો જ્ નાખવો)

ત્યારબાદ બાફેલા શાક ભાજી ઉંમેરો અને પનીર ના ટુકડા નાંખી મિક્સ કરો.

થોડી વખત માટે શાક ને પાકવા દયો.

વેજ કોલ્હાપૂરી શબ્જી તૈયાર છે.

ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સોડમ બંને અલગ જ આવશે.

સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી અને પછી મજા લેવી વેજ કોલ્હાપૂરીની.

તેને ગરમ ગરમ રોટલી, નાન , પરાઠા કે પછી જીરા રાઈસ ની સાથે સર્વ કરી શકાય

ટીપ્પણી