હેલ્ધી પૌષ્ટિક અને એકદમ ઝડપી બનતો ” વેજીટેબલ હાંડવો “

- Advertisement -

વેજીટેબલ હાંડવો “

પહેલો વરસાદ તો લગભગ સૌ કોઈએ માણ્યો જ હશે ને ???? તો આ વરસાદમાં ગરમાગરમ હાંડવો ખાવાનું મન થયું છે ને ?? આ રહી તેની રેસીપી ….પણ વાંચતા પહેલા LIKE અને SHARE અચૂક કરવું હો ને ….!!!!

** સામગ્રી :-

– ઝીણા સમારેલ ફણસી, વટાણા, દુધી, કોબીજ, ગાજર, ફ્લાવર, કોથમીર : બધું ૫૦-૫૦ gm

– ઝીણા સમારેલ બટાકા : ૧૦૦ ગ્રામ

– હાંડવા નો લોટ : ૧ કપ

– તલ : ૧ ટી.સ્પુન

– લસણ : ૫ કળી

– તેલ : પ્રમાણસર

– મીઠું : સ્વાદ પ્રમાણે

– હાંડવા નો મસાલો : પ્રમાણસર

 હાંડવાનો લોટ તેમજ મસાલો બનાવવા :

– ચોખા : ૨ કપ

– તુવેરની દાળ : ૧ કપ

– ચણાની દાળ : ૧/૪ કપ

– અડદની દાળ : ૧/૪ કપ

– દહીં : ૧ કપ

– ઘઉં નો જાડો લોટ : ૪ ટે.સ્પુન

– દુધી : ૨૫૦ ગ્રામ

– વાટેલા આદુ, મરચા : ૨ ટી.સ્પુન

– મેથીયાનો મસાલો : ૨ ટે.સ્પુન

– ગોળ : ૨ ટે.સ્પુન

– મરચું : ૧ ટી.સ્પુન

– હળદર : ૧/૨ ટી.સ્પુન

– અથાણા નો રસો : ૨ ટી.સ્પુન

– સાજી નાં ફૂલ : ચપટી

– રાઈ : ૧ ટી.સ્પુન

રીત :

ચોખા અને દાળ ધોઈ, સુકવીને કકરી લાદવાના લોટ જેવી વાટવી. ચોખા, દાળને પલાળીને મિક્સર માં વાટીને પણ થાય. તેમાં દહીં નાખીને વાતવું. હવે લોટમાં ૩ ટે.સ્પુન દહીં નાખી, બધો મસાલો તેમજ બધા જ વેજીટેબલ્સ નાખી, હુંફાળા પાણીથી લોટ પલાળવો. તેમાં ૨૫૦ ગ્રામ દુધી છીણી ને નાખવી. શિયાળામાં દહીં થોડું વધારે નાખી ૬ કલાક પલાળવું અને જો ઉનાળો હોય તો દહીં ઓછું નાખી ૪ કલાક પલાળવું.

જ્યારે હાંડવો મુકવો હોય ત્યારે ૨ ટે.સ્પુ તેલ, જરૂરી પાણી, સાજીના ફૂલ ગરમ કરી નાખવા. હવે હાન્દ્વાના કુકર ને તેલ થી ગ્રીઝ કરી ખીરું નાખી દેવું. તેલ, રાઈ અને તલ નો વઘાર કરી ખીરા ઉપર પાથરવો. ૫ થી ૧૦ મિનીટ ગેસ ફાસ્ટ રાખવો. પછી ધીમો કરવો. પોણા કલાકે હાંડવો તૈયાર થઇ જશે. નોન-સ્ટીક માં પણ હાંડવો મૂકી શકાય. એક બાજુ થઇ જાય એટલે બીજી બાજુ ફેરવવો. ઓવન, માઈક્રોવેવમાં પણ હાંડવો કરી શકાય છે.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી