Vegetable Dhokla (વેજીટેબલ ઢોકળા)

996907_484288478329247_417638465_n

 

વેજીટેબલ ઢોકળા:

 

સામગ્રી:

 

– ૨ વાટકી પલાળેલા મમરા

– ૧ વાટકી પલાળેલા પૌંઆ

– છાસ

– ૨ ચમચી ચણાનો લોટ

– પાણી જરૂર મુજબ

– તેલ જરૂર પ્રમાણે

– રાઇ

– જીરુ

– ૨ નંગ લીલા મરચાં

– લીમડો

– ચપટી હિંગ

– મીઠું સ્વાદ અનુસાર

– ૧ નંગ બાફેલુ બટાકુ

– બાફેલા વટાણા ( જરૂરિયાત મુજબ )

– બાફેલા ગાજર ( જરૂરિયાત મુજબ )

– કેપ્સીકમ

– કોથમીર

 

રીત :

 

સૌ પ્રથમ તો મમરા અને પૌંઆને છાસમાં પલાળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી જરૂર પ્રમાણે પાણી નાખી ખીરુ તૈયાર કરો. હવે એક કડાઇમાં તેલ મૂકો. તેમાં રાઇ નાખો, ત્યારબાદ જીરુ, સમારેલા લીલા મરચાં, લીમડાના પાન અને હિંગ નાખો. આ વઘારમાં તૈયાર કરેલું ખીરું ઉમેરો. તેમાં બાફેલા બટાકાના કટકા, બાફેલા વટાણા, બાફેલા ગાજરના ઝીણા કટકા અને સમારેલા કેપ્સીકમ ઉમેરી બરાબર મિકસ કરો. સપ્રમાણ મીઠું ઉમેરી થોડીવાર ગેસ પર રાખો. હવે એક થાળીમાં તેલ લગાડીને તેમાં આ તૈયાર થયેલું મિશ્રણ પાથરી દો. ઠરે એટલે કાપા પાડી કટકા કરો. કોથમીરથી સજાવો.

ટીપ્પણી