“વેજિટેબલ દમ બીરીયાની” – આજે જ બનાવજો એટલી ટેસ્ટી છે.. મેં તો કાલે જ બનાવી હતી અને બધા પૂછે છે કે હવે ક્યારે બનાવીશ..

“વેજિટેબલ દમ બીરીયાની”

સામગ્રી:

1.5 કપ બાસમતિ ચોખા,
2 મિડીયમ ગાજર,
10-15 ફ્લાવરના ફુલ,
1 કપ લીલા વટાણા,
1 કપ જુલિયન કટ ડુંગળી,
મીઠુ,
8 લીલી એલચી,
2 કાળી એલચી,
15 લવિંગ,
1ઇંચ તજ,
1 તમાલપત્ર,
1/2 ટી સ્પૂન શાહી જીરુ,
1.5 ટે સ્પૂન આદું લસણની પેસ્ટ,
1 ટી સ્પૂન હલદર,
1 ટી સ્પૂન લાલ મરચું,
1 ટી સ્પૂન ધાણા પાઉડર,
1 ટી સ્પૂન ગરમ મસાલો,
1/2 કપ દહીં,
થોડા કેસરના તાંતણ,
1 કપ ટોમેટો પ્યૂરિ,
2 ટે સ્પૂન કોથમીર,
2 ટે સ્પૂન ફુદીનાના પાન,
કેરેમલાઇસડ ડુંગળી,

રીત:

સૌ પ્રથમ ચોખાને 4 કપ પાણી, મીઠું, 2 લીલી એલચી, 1 કાળી એલચી, 5 લવિંગ, 1/2 તજ ઉમેરી પોણા ભાગ જેટલી કૂક કરવા, પછી નિતારી લેવા.

હવે નોન સ્ટીક પેન લઈ તેમા બાકી રહેલ લીલી એલચી, કાળી એલચી, તજ, તમાલપત્ર, શાહી જીરુ લઈ ધીમા તાપે શેકી લેવા.
દહીમા થોડુ પાણી કે દૂધ ઉમેરી કેસર ઘોલી લેવું. હવે એક પેનમા તેલ લઈ ડુંગળી સાંતળી, ગાજર, ફ્લાવરના ફુલ અને વટાણા મીઠુ ઉમેરી સાંતળવા અને ઢાંકી 2 મિનિટ માટે કૂક કરવા.

પછી આદું લસણની પેસ્ટને થોડા પાણીમા ઘોળી ઉમેરી ઢાંકી 2 મિનિટ કૂક કરવુ, હલદર, લાલ મરચુ, ધાણા પાઉડર ઉમેરી મિક્ષ કરવું, ટોમેટો પ્યૂરિ, વેજિટેબલ અને ગરમ મસાલો ઉમેરી દહી ઉમેરી 2 મિનિટ કૂક કરવું.

હવે જાડા તલિયા વાળુ વાસણમા પેલા ભાતનું લેયર કરવું, પછી કુકડ વેજ નું લેયર, પછી ભાતનું લેયર, તેની ઉપર ગરમ મસાલો ભભરાવીને કોથમીર ભભરાવી, પછી ફુદીનાના પાન પછી અડધું દહીનુ મિક્ષન, પછી બાકી રહેલ વેજ, પછી ભાતનું લેયર કરી ગરમ મસાલો ભભરાવીને બાકી રહેલ કોથમીર ભભરાવી, પછી બાકી રહેલ ફુદીનાના પાન પછી બાકી રહેલ અડધું દહીનુ મિક્ષન, કેરેમલાઇસડ ડુંગળી ઉમેરવી.

પછી પછી એલ્યુમિનિયમ ફોઇલ વડે પેનને ટાઇટ કવર કરવું .હવે ગેસ પર એક તવા મૂકી ગરમ થવા દેવું.ઉપર બિરયાની વાળું પોટ મૂકી 20-25 મિનિટ માટે ધીમા ગેસે કૂક કરવું.
વધેલ કેરેમલાઇસડ ડુંગળી, કોથમીર અને ફુદીના વડે ગાર્નિશ કરવું.

તો તૈયાર છે ગરમા ગરમ વેજિટેબલ દમ બીરીયાની.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી