હોમ મેઈડ વેજ પિઝા (Veg Pizza Without Oven) – બને છે સાવ સરળ રીતે…તમે પણ આમ બનાવો કે ?

- Advertisement -

સામગ્રી :-
=======

6 તૈયાર પીઝાનાં રોટલા
4-5 ચમચી માખણ
250 ગ્રામ ટમેટા પ્યોરી
3 ડુંગળી, સમારેલી
3 લીલા મરચાં
2 લવિંગ , લસણ
2 ચમચી ખાંડ
1 ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
2 ચપટી ઓરેગનો

ટોપીંગ માટે:-
=========

2 કેપ્સીકમ સમારેલા
1 ડુંગળી સમારેલી
100 ગ્રામ કોબી
1/2 ચમચી જીરું
1 ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
3 નાની ચીઝ

રીત:-
=====

1) સૌપ્રથમ લસણ ફોલીને,લીલા મરચાં, અને ડુંગળી મિક્સરમાં મૂકો. અને તેની પેસ્ટ બનાવી દો.
2) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં લસણ, ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
3) બે મિનિટ માટે તેને હલાવતા રહો.
4) હવે તેમાં ટામેટાં પ્યોરી ઉમેરો અને સારી રીતે મિકસ કરો. હવે તેમાં ખાંડ, ઓરેગનો અને મીઠું ઉમેરો અને ૫ મિનિટ માટે રાંધાવા દો. ત્યારબાદ તેને ગેસ પરથી નીચે ઉતારી દો.

ટોપિંગ બનાવવા માટે પદ્ધતિ:
====================

1) બીજી કડાઈમાં થોડું તેલ લો. તેમાં જીરુ નાખો.
2) હવે તેમાં કેપ્સીકમ ઉમેરો. અને 2 મિનિટ સુધી પકવા દો. પછી તેમાં ડુંગળી સમારેલી નાખો. અને થોડી નરમ થાય ત્યાસુધી થવા દો. પછી તેમા કોબી અને મીઠું નખો. થોડુ નરમ થાય ત્યાસુધી થવા દો. હવે ગેસ બંધ કરો અને બાજુમાં તેને મૂકી દો.

પીઝા બનાવાની રીત :-
================

1) એક જાડી પેન લો અને તેને થોડા માખણથી ગ્રિસ કરી દો.
2) હવે તૈયાર પીઝાનાં રોટલો લો , તેને ધીમા તાપે થવા દો. 1 અથવા 2 મિનિટ માટે થવા દો અને પછી એને બીજી બાજું ફેરવી દો.
3) તેની પર તૈયાર કરેલો ટમેટા -ડુંગળીવાળો સોસ ફેલાવો. હવે તેની ઉપર કોબી, કેપ્સીકમ અને ડુંગળીવાળું ટોપિંગ મૂકો.
4) હવે બીજી પ્લેટ માં પિઝા કાઢી દો અને તેના ટુકડા કાપી દો.
5) હવે તેની પર છીણેલું ચીઝ ફેલાવી સર્વ કરો.

રસોઈની રાણી : સુહાની ચોકસી (અમેરિકા)

આપ સૌ ને આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી