“વેજ કોલ્હાપુરી” – હવે માણો હોટલ જેવો જ ટેસ્ટ ઘરે પણ..

“વેજ કોલ્હાપુરી”

સામગ્રી :

2 કપ મિક્ષ વેજિટેબ્લ્સ ,
(ફણસી,ગાજર,વટાણા,ફ્લાવર,બટેટુ)
1 કેપ્સીકમ,
1/2 કપ પનીર,
1/2 કપ ટોપરાનુ ખમણ,
1/2 કપ કોથમીર,
1 ટામેટું,
1 કાંદો,
1 તમાલપત્ર,
2 લવિંગ,
2 ઇલાયચી,
1 લાલ સૂકુ મરચું,
1 ટી સ્પૂન લાલ મરચું,
1 ટી સ્પૂન હળદર,
2 ટી સ્પૂન ધાણાજીરૂ,
1 ટી સ્પૂન જીરૂ,
1 ટી સ્પૂન આદું પેસ્ટ,
1 ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ,
1 ટી સ્પૂન રજવાડી ગરમ મસાલો,
1 ટી સ્પૂન આમચૂર,
તેલ,
મીઠુ,

રીત:

-બધા વેજિટેબ્લ્સને નાના પીસમાં કાપીને,હળદર અને મીઠાના પાણીમાં બોઇલ કરીલો (ઓવર કૂક નથી કરવાના)
-હવે મિક્ષચરમાં ટામેટું,હળદર,મરચું,ધાણાજીરૂ ,ગરમ મસાલો અને આમચૂર પાવડર પીસીને પેસ્ટ બનાવીલો .
-એક કડાઇમાં તેલ લઈ ,પનીરના નાના પીસને ફ્રાય કરીને કાઢીને સાઇડમાં રાખો .
-ફરી તેલ લઇને જીરૂ,તમાલપત્ર,ઇલાયચી,લાલ સૂકુ મરચું, અને લવિંગ નાખો.
-તેમા બારીક કાપેલા કાંદા અને કેપ્સીકમ ઉમેરો અને આદું મરચાંની પેસ્ટ પણ સાતળો.
-પછી તેમાં ટામેટાવાળી પેસ્ટ સાતળો, સતત હલાવીને તેલ છુટે ત્યાં સુધી સાતળો.ત્યારબાદ ટોપરાનુ ખમણ એડ કરો.
-તેમાં બધા બોઇલ્ડ વેજિટેબ્લ્સ અને પનીર ઉમેરો અને કોથમીર છાંટીને સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી