વાસ્તુ ટિપ્સ અનુસાર આ રીતે રાખો ઘરના મંદિરમાં મૂર્તિ, મળશે લાભ

ઘર, મંદિર, ઓફિસ, શુભ કામ, ઘરમાં કોઈ છોડ લગાવવો હોય કે પછી ઘરના મુખ્ય દરવાજા કે ઘરના મંદિર, બેડરૂમની વાત હોય. દરેક વાતમાં વાસ્તુ શાસ્ત્રનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આજે પણ આપણે વાસ્તુ શાસ્ત્રની જ વાત કરીશું. આ વાત ભગવાનના મંદિર સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે ભગવાન ત્યારે જ ભક્તો પર પ્રસન્ન થાય છે જ્યારે તેઓ સાચા દિલથી પ્રભુની ભક્તિ કરે છે. પરંતુ આ ભક્તિને સફળ બનાવતી એક વસ્તુ તમે ભૂલી જાવ છો કે તે માટે તમારું પૂજા સ્થળ અને તેમાં રખાતી ભગવાનની મૂર્તિઓ પણ યોગ્ય રીતે સ્થાપિત થઈ હોય તે ખાસ જરૂરી છે.

image source

વાસ્તુ શાસ્ત્રમાં દરેક ચીજનું પોતાનું ખાસ મહત્વ જણાવાયું છે. ઘરના પૂજન સ્થળ કઈ દિશામાં હોવું જોઈએ તેને લઈને અનેક વાર તમારા મનમાં પ્રશ્નો થતા હોય છે. તમે ઈશ્વરની પૂજા કરો છો ત્યારે સૌથી સરળ ઉપાય છે કે નિત્યપ્રતિ શ્રદ્ધા ભક્તિથી ઈષ્ટદેવનું નામ મનમાં જ લેતા રહો.

image source

હિંદુધર્મમાં પંચદેવની પૂજા સિવાય કુળદેવીની અને કુળદેવતાની પૂજા પણ કરવામાં આવે છે. પંચદેવોમાં શ્રી ગણેશ, દુર્ગા, સૂર્ય, શિવ અને વિષ્ણુની પૂજા પણ કરવામાં આવે છે. તેમની પૂજા દરેક કાર્યોમાં કરાય છે. તેનાથી વાસ્તુ દોષ અને નકારાત્મકતા જન્મતી નથી. આ મામટે ઘરના પૂજા સ્થાન જરૂરથી રાખવું અને તેમાં આ પાંચ દેવોની મૂર્તિ પણ સ્થાપિત કરવી. ઘરમાં પૂજા સ્થળ સ્થાપિત કરતાં પહેલાં યોગ્ય દિશા નક્કી કરી લેવી જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમામં કહેવાયું છે કે પૂજા સ્થળ એટલે કે મંદિર ઘરમાં ઉત્તર કે પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.

image source

જો તમારું પૂજા સ્થળ શૌચાલયની નજીક છે અને શયનકક્ષમાં પૂજા સ્થળ છે તો તે તમારા માટે નુકસાનદાયી બની શકે છે. ઘરના મંદિરમાં એક મૂર્તિના બદલે અનેક દેવમૂર્તિઓની પૂજા કરો. તેનાથી કામની સુગમતા સારી રીતે જળવાઈ રહે છે. ઘરમાં 2 શાલિગ્રામ, 2 શિવલિંગ અને 3 શ્રી ગણેશ, 2 શંખ, 2 સૂર્ય, 3 દુર્ગામૂર્તિ અને 2 ગોમતી ચક્ર હોવા જોઈએ નહીં.

image source

તેનાથી પરિવારમાં અશાંતિ બની રહે છે અને પૂજામાં પણ મન લાગતું નથી. પત્થર, કાષ્ઠ, સોનું કે અન્ય ધાતુઓની મૂર્તિઓને ઘરમાં જ રાખો. મૂર્તિઓની જગ્યાએ દેવી અને દેવતાઓના સુંદર ચિત્રો પણ રાખી શકો છો. ભગવાનની મૂર્તિઓ સજાવટ માટે હોતી નથી. તેમની રોજ સફાઈ કરો અને સાથે શ્રદ્ધા ભક્તિથી પૂજા કરો તે પણ જરૂરી છે.

image source

તો હવેથી તે પણ પૂજા કરતાં પહેલા, પૂજા દરમિયાન આ કેટલીક ખાસ ગણાતી વાસ્તુ સંબંધિત બાબતોનું ધ્યાન રાખીને પૂજા કરશો અને સાથે જ મંદિરમાં મૂર્તિની સ્થાપના કરશો તો તમને તેનું શુભફળ અચૂક મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ