રાત્રે આવતા ખરાબ અને ભયાનક સપનામાંથી હવે મેળવો આઝાદી આ રહી ટીપ્સ….

સપના, શું તમને પણ એવા સપના આવે છે જેમાં તમે એક બહુ ઉંચાઈવાળી જગ્યાથી નીચે પડી રહ્યા હોવ, તમે એકલા જંગલમાં ભાગી રહ્યા હોવ અને તમારી આસપાસ જંગલી જાનવરોના ખતરનાક અવાજ આવતા હોય, કોઈ તમને મારવાની કોશિશ કરી રહ્યું હોય, તમે કોઈ અંધારી જગ્યાએ હોવ અને તમને ખુબ ડર લાગી રહ્યો હોય, અને ઘણીવાર એવું પણ બનતું હશે કે કોઈ સપનું ના આવે પણ તમે રાત્રે અચાનક જબકીને જાગી જાવ અને પછી ઘણીવાર સુધી તમને ઊંઘ ના આવે. શું આવું તમારી સાથે બને છે? તો આજે અમે લાવ્યા છે તમને આવતા ખરાબ અને ભયાનક સપનાથી બચવાના ઉપાય.

નોંધ : દરેક ઉપાય વસ્તુ ટીપ્સ પ્રમાણે છે.

૧. ચપ્પુ / છરી : તમારી પથારીમાં માથા પાસે ચપ્પુ કે છરી રાખીને સુવાથી તમને ડરાવતા સપનામાં રાહત રેહશે જો ચપ્પુ કે છરી ના રાખવી હોય તો તમે લોખંડની કોઈપણ અણીદાર વસ્તુ રાખી શકો છો જેમ કે ખીલ્લી રાખી શકો છો.

૨. પીળા ચોખા : તમારા ઘરમાં તમે જે ચોખા ભાત અને ખીચડી બનવાના ઉપયોગમાં લો છો તે ચોખાને હળદરની મદદથી પીળા કરીને તમારી પથારીમાં તમારા માથાની નીચે રહે તેવી રીતે રાખીને સુવાથી પણ ફાયદો જણાશે.

3. એલચી : ચા અને મીઠાઈ બનાવામાં વપરાતી એલચી પણ ખુબ ઉપયોગી છે, વાસ્તુ પ્રમાણે તમારે રાતે સુતા પેહલા એલચીને એક કપડામાં બાંધીને ઓશિકા નીચે રાખવી. તેના ઉપયોગથી ખરાબ સપનામાં રાહત રહે છે.

4. તાંબાના પાત્રમાં પાણી : જો તમને રાત્રે ઊંઘમાં અચાનક જબકીને જાગી જાવ છો તો તમારે દરરોજ રાત્રે તાંબાના કોઈપણ પાત્રમાં પાણી ભરીને તમારા પલંગ નીચે રાખી દેવું અને સવારે ઉઠ્યા પછી એ પાણી કુંડામાં નાખી દેવું. આમ કરવાથી તમને ચોક્કસ ફાયદો જોવા મળશે.

૫. ચપ્પલ કે જૂતા : જો તમને ઘરમાં ચપ્પલ કે જૂતા પેહરીને રાખવાની આદત છે તો એનો વાંધો નહિ પણ રાત્રે તે ચપ્પલ કે જુતાને તમારી પથારી કે પલંગ પાસે ના રાખશો એના કારણે પણ ખરાબ અને ભયાનક સપના આવે છે.

6. પથારી જાપટી ને સાફ કરો. : જો તમે દિવસભર થાકેલા હોવ અને રાત્રે પથારી સાફ કર્યા વગર તમને સુવાની આદત હોય તો એ આદત બદલી નાખો હમેશા પથારી જાપટો અને વ્યવસ્થિત સાફ કરીને જ સુવો.

૭. ડાર્ક રંગના બ્લેન્કેટ : જો તમે રાત્રે ઓઢવા માટે ડાર્ક રંગના બ્લેન્કેટનો ઉપયોગ કરતા હોવ તો હવે તે ના કરશો રાત્રે તેના કારણે પણ બિહામણા સપના આવી શકે છે.

૮. મહિલાઓ માટે ખાસ સુચના : જે મહિલાઓને રાત્રે આવા ખરાબ અને બિહામણા સપના આવતા હોય એમણે કોઈદિવસ વાળ બાંધીને સુવું નહિ તેમને હમેશા વાળ છુટા રાખીને સુવું જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર.

તો મિત્રો શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે જેમને આવા સપના આવતા હોય, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી