આજનો દિવસ ૨૧ ફેબ્રુઆરી આઁતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ત્યારે વાંચો અને જાણો…

આજનો દિવસ : ૨૧ ફેબ્રુઆરી એટલે આઁતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

ભાષા એટલે શુ ?

ભાષા એટલે માહિતીની આપ-લે નુ માધ્યમ. માનવસઁસ્કૃતિના વિકાસમાઁ ભાષાનો ફાળો અમુલ્ય કહી શકાય. ભાષા ઉદભવી ન હોત તો કદાચ આજે માનવ આદિમાનવ હોત. ભાષા એટલે બોલવુ જ નહિ. સાઁકેતોની આપ-લે પણ ભાષા જ ગણાય. જયારે કોઇ ભાષામાઁ સાઁકેતો, હાવભાવ અને અવાજ ભળેને એને સઁપુર્ણ ભાષા કહી શકાય.

માતૃભાષા એટલે શુ ?

એક દિવસ બાદશાહ અકબરના દરબારમાઁ એક વિદ્રાનને પડકાર ફેક્યો, કે હુ વિશ્વમાઁ દરેક પ્રકારની ભાષા જાણુ છુ. પણ જો કોઇ આપના દરબારમાઁથી મારી માતૃભાષા કઇ એ જણાવી આપે એને એક હજાર સુવર્ણમુદ્રાઓ મારા તરફથી ભેટ આપીશ. મુઘલ બાદશાહ અકબર મુઁજાયા. પરઁતુ બુદ્ધિશાળી બિરબલે આ પડકાર સ્વીકાર્યો. ચોવીસ કલાકની મોહલત માઁગી. ત્યારબાદ બિરબલે એ વિદ્રાનની પાછળ એક માણસ રાખી દિધો.

નજ્રર રાખવા માટે. એ વિદ્રાન પોતાના વ્યવહારમાઁ દર થોડા સમય પછી ભાષા બદલી નાખે. જેથી કોઇ એને પકડી શકે નહીઁ. બજારમાઁ ખરીદી કરતી વખતે અચાનક એક જર્જરિત મકાન તુટી પડયુ. બજારમાઁ થોડીવાર નાસભાગ થઇ ગયી. એ મકાનની નીચે એ વિદ્રાન પણ હતો. પરઁતુ એ સમયોચિત ચીસ પાડી બચી ગયો. આ બાબત પેજા નજરબઁધુએ જોઇ લીધી. રાત્રે બિરબલને આખી ઘટના જણાવી દિદી. બીજા દિવસે દરબારમાઁ બિરબલે જયારે વિદ્રાનની ભાષા જણાવી દિધી ત્યારે વિદ્રાનને હાર સ્વીકારી સાથે સાથે ભેટસ્વરુપ એક હજાર સુવર્ણમુદ્રા આપ્યા. બાદશાહ અકબરે પણ પોતાના રાજય અને દરબારની લાજ રાખવા બદલ બે હજાર સુવર્ણમુદ્રાઓ ભેટ સ્વરુપ આપી. અને ભાષા કઇ રીતે જાણી એ પુછ્યુ. તો બિરબલે બજારનો પ્રસઁગ જણાવતા કહ્યુ,”આપાતકાલીન પરીસ્થિતીમાઁ મુખેથી જે ઉદગાર નીકળે એ જ આપણી માતૃભાષા.


માતૃભાષા એટલે માતા તરફથી મળેક અમુલ્ય ભેટ. માતૃભાષા એટલે એવી ભાષા જે જન્મથી જ વ્યક્તિ સાથે જોડાયેલ હોય. પિતા કઠોર હોય છે. એમના વાણી-વ્યવહારમાઁ સખ્તાઇ અને જવાબદારીઓ છલકાતી હોય છે, જયારે માતાના વાણી-વ્યવહારમાઁ મમતા અને પ્રેમ હોય છે એટલે જ કદાચ વ્યક્તિની પ્રથમ ભાષાને માતૃભાષા કહેવામાઁ આવી હશે. માતૃભાષા એ માતા તરફથી મળેલ ભાષા જ નહીઁ, પરઁતુ વ્યક્તિની પોતાની એક આગવી ઓળખ.

માતૃભાષા દિવસ

વાત છે ઇ.સ. ૧૯૪૮ ના સમયની. ૨૧ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના કાયદેઆઝમ મહઁમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે, “પુર્વ અને પશ્વિમ પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દુ જ ગણાશે, ઉપરાઁત સરકારી તેમજ અન્ય કામગીરીમાઁ પણ આજ ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે.” આ નિર્ણયને પશ્વિમ પાકિસ્તાનના લોકોએ તો સહર્ષ સ્વીકારી લીધો. પરઁતુ પુર્વ પાકિસ્તાનમાઁ મોટા ભાગની વસ્તીની મુખ્ય ભાષા બઁગાળી હોવાથી વિરોધ નોઁધાવામાઁ આવ્યો. પુર્વ પાકિસ્તાન લોકો કોઇપણ પ્રકારે પોતાની માતૃભાષા છોડીને ઉર્દુને સ્વીકારવા તૈયાર ન હતા. સરકાર નમતુ જોખે એમ ન હતી. ધીમે ધીમે વિરોધ વધી રહ્યો હતો. અઁતે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨ ના રોજ ઢાકા વિશ્વ વિધ્યાલયના વિધ્યાર્થીઓએ સરકાર વિરુધ્ધ આઁદોલનના ભાગ રુપે રેલી કાઢી. જે સરકારને માન્ય ન હતુઁ. સરકારે પોલીસ દ્રારા લાઠીચાર્જ કરાવ્યો. હજારો લોકો ઘવાયા અને ચાર લોકોએ જાન ગુમાવ્યા. પરઁતુ પુર્વ પાકિસ્તાનના લોકોનુ માતૃભાષા પ્રત્યેનુ વળગણ ઘટયુ નહિ. જે આગળ જતા બાઁગ્લાદેશ માટે નિમિત્ત બન્યુઁ.


પરઁતુ આ આઁદોલન ઇતિહાસમાઁ માતૃભાષાના આઁદોલન તરીકે નોધાઇ ગયુ હતુઁ. એટલે જ ઇ.સ. ૧૯૯૯ માઁ યુનેસ્કોએ ૨૧ મી ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનુઁ નક્કી કર્યુઁ. ત્યારબાદ ઇ.સ. ૨૦૦૦ ની સાલથી દર વર્ષે ૨૧ મી ફેબ્રુઆરી વિશ્વભરમાઁ “આઁતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” તરીકે ઉજવાય છે.

ગુજરાતી ગુજરાતી ભાષાએ મુળ સઁસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી આધુનિક આર્યન ભાષા છે. ભાષાશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાઁ વિભાજીત કરી છે. ભારતની વસ્તીના ૪.૫% લોકો જ ગુજરાતી બોલે છે. સમગ્ર વિશ્વમાઁ ગુજરાતી ભાષા બોલતા લોકોની સઁખ્યા ૬.૫૫ કરોડ છે. તમને કદાચ આશ્વર્ય થશે પરઁતુ ગુજરાતી ભાષા ટોચની ત્રીસ ભાષાઓમાઁ છવીસમાઁ ક્રમે આવે છે. આપણી ગુજરાતી ભાષા ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાઁ સૌથી વધુ બોલવામાઁ આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાઁધી, સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રથમ ભાષા ગુજરાતી હતી. પરઁતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહઁમદઅલી ઝીણાની પ્રથમ ભાષા પણ ગુજરાતી જ હતી.

રહેશે સદા, સર્વદા અમર,
આપણી ભાષા ગુજરાતી.

લેખકશ્રી ચઁદ્રકાઁત બક્ષીએ લખ્યુ છે કે જયા સુધી ગુજરાતી જમણમાઁ અથાણુ રહેશે ત્યાઁ સુધી ગુજરાતી ભાષાનુ અસ્તિત્વ રહેશે જ. પરઁતુ હાલની પરીસ્થિતી જોતા તો એવુઁ લાગી રહ્યુ છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. કદાચ ભવિષ્યમાઁ આપણે “માતૃભાષા નિધન દિવસ” મનાવતા હોઇશુ તો નવાઇ નહીઁ.

પરઁતુ આવુ શા માટે ?
શા કારણે, શા લીધે ?

આપણે મનોમઁથનની નહિ, પરઁટુ નિરીક્ષણની જરુર છે. ગુજરાતી લોકો જેટલો ગર્વ પોતાને ગુજરાતી કહેવામાઁ અનુભવે છે, એટલો જ ગર્વ ગુજરાતી બોલવામાઁ અનુભવતા નથી. શરમાય છે, સઁકોચાય છે. અરે ભાઇ શુ એક અઁગ્રેજ કદી એની અઁગ્રેજી ભાષા બોલતા અચકાય છે ? શરમાય છે ? નહી ને, તો પછી આપણે શા માટે ?
એક વખત મારે કોઇ કામસર એક મિત્રના ઘરે જવાનુ થયુ. એ મિત્રના વાલી મને જોઇને એમની ભાષામાઁ કઁઇક અઁદરોઅઁદર ચર્ચા કરી રહ્યા હતા. રજા લેતી વખતે મારા મિત્રએ મને ગેરસમજણ ન થાય એટલે ચોખવટ કરતા કહ્યુ,”યાર, અમારા ઘરમાઁ અમારી બોલીમાઁ જ એટલેકે ભાષામાઁ જ વાત કરવાનો નિયમ છે. એટલે તને શબ્દો નહીઁ સમજાયા હોય પરઁતુ મારા માતાપિતા તારા વિશે જ પુછપરછ કરતા હતા. મને થયુ કે વાહ શુ યત્ન કહેવાય. પોતાની ભાષાને જીવઁત રાખવાનો. લેખક તરીકેનો અનુભવ જણાવુ તો થોડા મહિના પહેલા જ એક વાચક મિત્ર સાથે વાત થઇ. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત હતા. પરઁતુ વાત દરમ્યાન ફકત અને ફક્ત ગુજરાતી જ. અઁગ્રેજી લહેકો કે શબ્દ જરા પણ નહીઁ. આશ્વર્ય સાથે આનઁદ પણ થયો કે આટલી દુર પણ આપણી ગુજરાતી ભાષા ટહુકે છે.

પરઁતુ આ દિવસે આપણે શુ કરીએ છીએ. સોશ્યલ મિડીયા પર ગુજરાતી ભાષાના અસ્તિત્વ અઁગે ચિઁતા દર્શાવીએ છીએ. લખાણો મુકીએ છીએ બાકી ના દિવસો ??? કયારેક બજારમાઁ નીકળજો. કોઇપણ દુકાનનુ બોર્ડ કે જાહેરાત ગુજરાતી ઓછુ અને અઁગ્રેજી વધુ જોવા મળશે. અઁગ્રેજી ભાષામાઁ ભલે અઢળક શબ્દભઁડોળ હોય પરઁતુ રોજીઁદુ અઁગ્રેજી બોલવા માટે ફક્ત બે હજાર શબ્દોભઁડોળ નો જ ઉપયોગ કરવામાઁ આવે છે. અઁગ્રેજી ભાષા પોતે સ્વતઁત્ર ભાષા નથી. લેટિન, ગ્રીક, પાર્તુગીઝ, રશિયન વગેરે ભાષાઓમાઁથી ઉછીકા લીધેલ અને કાળક્રમે અપ્રભઁશ થઇને વિકસિત થયેલ ભાષા છે. અને હવે આ અઁગ્રેજીભાષા બીજી ભાષાઓમાઁ ઘુસણખોરી કરી રહી છે. ભવિષ્યમાઁ આપણી પેઢી અઁગ્રેજી નહિ પણ “ગુજગ્લીશ” બોલતી હશે એટલુ ચોક્કસ લખી રાખજો.

ચાલો આ દિવસે પ્રતિજ્ઞા લઇએ કે “ટ” અને “ડ”, “ઠ” અને “ઢ”, “શ” અને “સ” કે “ષ” ઉપરાઁત તળપદી શબ્દો માઁ ગેરસમજણ ઉભી નહિ કરીએ. શક્ય હોય ત્યા સુધી ગુજરાતી ભાષાને જ પ્રાધાન્ય આપીશુ. કોઇપણ ભાષાને જીવાડવી હોય તો એનુ મુખ્ય માધ્યમ ચલચિત્ર છે, પરઁતુ આપણી ગુજરાતી ઢોલીવુડનુ ચલચિત્રનુ સ્તર જે રીતે કઢળતુ જઇ રહ્યુ છે તે અઁગે પણ હવે ચિઁતા ઓછી નથી જ. સરકારે સબસીડી ભલે જાહેર કરી હોય પણ એ કદાચ કાગનો વાઘ જેવુ લાગી રહ્યુ છે. ખરેખર તો સરકારે મલ્ટીપ્લેક્ષ સિનેમાને એક ગુજરાતી પ્લોટ ફરજીયાત કરવો જોઇએ. ઉપરાઁત તમામ હોટેલો, સઁસ્થાઓ, લિફટ, જાહેરખબરો વગેરે તમામ રીતે ગુજરાતી લખાણ ફરજીયાત કરવુ જોઇએ. જયા સુધી આપણે ભાવિ પેઢીને જો બેટા Sun, જો બેટા Moon, જો બેટા Cow શીખવતા રહીશુ ત્યાઁ સુધી ગુજરાતી ભાષાનો સઁઘર્ષ રહેશે જ, પરઁતુ આપણે જો બેટા સુરજદાદા, જો બેટા ચઁદામામા અને જો બેટા ગાય માતા. જોયુ આપણી ગુજરાતી ભાષાનો વૈભવ. જો બાળકને ગુજરાતી શબ્દભઁડોળ જ નહી હોય તો એ ગુજરાતી શબ્દ નો ઉચ્ચાર કરતા અટકશે જ. એક વાચક મિત્રએ ગયા વર્ષ આઁતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે મોકલેલ વોટસએપ મેસેજ.

ઉચઁ નીચમાઁ નથી માનતી આપણી માતૃભાષા,
એટલે જ તો કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા !

હુ તો આઁતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે એટલુ જ કહીશ કે હુ ગુજરાતી છુઁ અને મને ગર્વ છે કે ગુજરાતી એ મારી માતૃભાષા છે. જય જય ગરવી ગુજરાતી.

લેખન સંકલન : વસીમ લાંડા “વહાલા” ️

દરરોજ અન્વાની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી