“વણેલા ગાંઠિયા” – હા સાચું વણેલા ગાઠીયા એ પણ ઘરે.. આજે જ ટ્રાય કરો..

“વણેલા ગાંઠિયા”

સામગ્રી :

૧ વાટકો ચણા નો લોટ,
૧ ટી સ્પૂન અજમા,
૧/૨ ટી સ્પૂન નમક,
૧ ટી સ્પૂન મરી નો પાવડર,
૧/૨ ટી સ્પૂન ટાટા ના સોડા,
૧/૨ ટી સ્પૂન હિંગ,

લોટ તૈયાર કરવા માટે અને તળવા માટે કોઈ પણ ખાદ્ય તેલ જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :

સૌપ્રથમ ચણા નો લોટ લઇ તેમાં ૧ પાવડુ તેલ નાખી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ અજમા, નમક, ખાવા નો સોડા, હિંગ અને ચપટી મરી નો પાવડર નાખી બરાબર પાછું મિક્સ કરવું.

થોડું થોડું પાણી નાખી લોટ ને બાંધી લેવો. લોટ બહુ નરમ કે કઠણ ના બની જાય તેની કાળજી રાખવી. પછી લોટ ને ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખી દેવો જેથી આપમેળે નરમ બની જશે. ત્યારબાદ તેલ વાળો હાથ કરી ફરીથી એક વાર કુણવવો. નરમ થઈ ગયેલા આ લોટ ને સપાટ પાટલા પાર હળવા હાથે આંકા પડે એ રીતે ગાંઠિયા વણી લેવા. ત્યારબાદ ધીમા તાપે ગેસ સ્ટવ પર તળી લેવા.

ગાંઠિયા લાલ ના થઈ જાય તેની ખાસ કાળજી રાખવી. પછી સરવિંગ ડીશ માં કાઢી હિંગ તેમજ મરી પાવડર છાંટી ગરમાગરમ સર્વ કરવા. સામગ્રી પ્રમાણે બનાવેલ વાનગી માંથી બે લોકો ને સર્વ કરી શકાશે.

તો તૈયાર છે કાઠિયાવાડીઓ ના મનપસંદ વણેલા ગાંઠિયા …!!!

રસોઇ ની રાણી : મિરા એમ. સાણથરા (રાજકોટ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી