વહેલા ઉઠવા માટે તમારે શું કરવું જોઈએ ? સફળ અને મહાન લોકો સવારે કેમ વહેલા ઉઠી જાય છે ?

આજે ઘણાબધા લોકોને સવારે વેહલા ઉઠવામાં તકલીફ પડે છે. રાત્રે તો નક્કી કર્યું હોય છે કે કાલે સવારે તો કઈ પણ થાય વેહલા ઉઠવું જ છે, અને પછી ખબર નઈ શું થાય છે ને સવારમાં કે ઉઠાતુ જ નથી અરે એલાર્મ વાગે છે બધી ખબર હોય છે પણ બંધ કરીને પાછુ સુઈ જવાય છે. તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે કેમ તમારાથી વેહલા ઉઠાતું નથી અને વેહલા ઉઠવા માટે તમારે શું કરવું જોઈએ.

૧. રાત્રે મોડા સુધી જાગવું એ એક ખુબજ મહત્વનું કારણ છે વેહલા ના ઉઠવા પાછળનું. રાત્રે તમે મોડા સુધી ટીવી જોવો, મુવી જોવો, ક્રિકેટ મેચ જોવો, મોબાઈલ મન્ત્રો (એમાં ગેમ રમો, લોકો સાથે વાતો કરો એ બધું આવી ગયું) આને લીધે પણ તમારાથી વેહલા ઉઠાતું નથી.
૨. માણસને જયારે કોઈ વાતનું કે કોઈ કામનું ટેનશન હોય તો પણ તે અનિન્દ્રા નો ભોગ બને છે.
૩. અમુકવાર ખુબજ વર્કલોડના કારણે તમારે રાત્રે જાગીને તે કામ પૂરું કરવું પડે છે અને રાત્રે મોડા સુધી કામ કરવાના લીધે તમે સવારે વેહલા ઉઠી શકતા નથી.

 

વેહલા ઉઠવા માટે તમારે શું કરવું જોઈએ અને તેનાથી તમને શું લાભ થશે :

૧. પેહલા તો વેહલા સુવાની આદત પાડો. તમે તમારા જે પણ કાર્યો છે એ બધા કાર્યોને સમયસર પુરા કરો તમે રાત્રે જેટલા વેહલા સુઈ જશો એટલા વેહલા તમે ઉઠી પણ શકશો. રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ નો ટાઇમ સુવા માટે ખુબ સારો રેહશે.

૨. તમે એલાર્મ મોબાઈલમાં મુકો પણ રાત્રે તમારા ફોનને તમારાથી થોડો દુર રાખો અને એને મોબાઈલ એવી રીતે મુકો કે જયારે રીંગ વાગે ત્યારે તમને સંભળાય અને તમારે તે બંધ કરવા માટે ઉઠવું પડે એવી જગ્યા એ મુકો. તમે જ્યાં સુધી એને બંધ કારશો ત્યાં સુધીમાં તમારી ઊંઘ ઉડી જશે. આજકાલ તો એવી એપ્લીકેશન પણ આવે છે જેમાં તમે એક ગણિતનો દાખલો ગણીને જવાબ ના આપો ત્યાંસુધી એલાર્મ વાગતું જ રહે અને જ્યાં સુધીમાં તમે દાખલો ગણો છો ત્યાં સુધીમાં તમારી ઊંઘ ઉડી જશે.

૩. એલાર્મ તમારે જેટલા વાગે ઉઠવું હોય એના અડધો કલાક પેહલાનું સેટ કરીને મુકો. (કારણ કે ૧૫ મિનીટ સુધી તો તમને એલાર્મ વાગે છે એવી ખબર પડશે અને ૧૦ મિનીટ લેશો તમે તેને બંધ કરવા માટે.)

૪. હવે સવાલ થાય સવારે વેહલા ઉઠીને કરવાનું શું ? તો મિત્રો તમે તેના માટે રાત્રેજ પ્લાન બનાવી લો અને લીસ્ટ તૈયાર કરીદો કે સવારે ઉઠીને શું કરવાનું, સવારે ઉઠીને તમે થોડી કસરત કરી શકો, ચાલવા જઈ શકો, કોઈ સારું પુસ્તક પણ વાંચી શકો. માટે તમારા દિવસ દરમિયાન જે પણ કામ કરવાના હોય એનું લીસ્ટ રાત્રે જ બનાવી લો. એટલે સવારે ઉઠીને શું કરવાનું છે એ સવાલ જ મગજમાં ના આવે.

હવે વેહલા ઉઠવાના ફાયદા જોઈએ :

સવારમાં વાતાવરણ ખુબ સારું અને પોસિટીવ ઉર્જા વાળું હોય છે માટે જો તમે તમારું ટેન્સન વાળું કામ સવારમાં કરશો તો શાંત મને તમને વિચારવાનો સમય મળશે અને તેનું સોલ્યુસન પણ મળી જશે.

સવારના સમયમાં શાંતિ વધારે હોય છે. જો વિદ્યાર્થીઓ સવારે વેહલા ઉઠીને વાંચન કરે તો તેઓ જે વાંચે છે એ પણ તેમને સારી રીતે યાદ રહી જશે. એનાથી યાદશક્તિમાં પણ ફરક પડે છે. કેટલાય કવિઓ અને લેખકો પોતાનું લખાણ આવા પ્રભાતના સમયેજ કરતા હોય છે.

તમે કોઈ પણ મહાન અને સફળ વ્યક્તિને જોઇલો પછી એ બરાક ઓબામા હોય, નરેન્દ્ર મોદી હોય, આ બધા જ લોકો માં એક વાત કોમન છે અને એ તેઓ ની પ્રોડક્ટીવ સવાર !! જેની સવાર સારી એનો દિવસ સારો…એટલે જો તમે સફળ બનવાનું વિચારતા હો અને મોડા ઉઠતા હો, તો પેલા આ એક વાત ઉપર ફોકસ કરો, બાકી બધું પછી..તમને વધુ પ્રેરણા મળે એ માટે અમે ખાસ રીસર્ચ કરી ને અમુક મહાન અને સફળ લોકો ની સવાર કેવી હોય છે અને તે લોકો શું માને છે એ અહી પ્રસ્તુત કર્યું છે !

આપણે જયારે ઉઠ્યા પણ નથી હોતા ત્યારે આ લોકોએ પોતાનું કામ શરૂ પણ કરી દીધું હોય છે. આપણે તો હજી શું કરશું આજે એવું વિચારતા હોઈએ ત્યારે આ બધી વ્યક્તિઓએ પોતાનું ઘણુબધું કામ પૂરું પણ કરી નાખ્યું હોય છે !

૧. Jack Ma-અલીબાબા ગ્રુપના ફાઉન્ડર:

તેઓ સવારમાં ૬ થી ૭ ની વચ્ચે ઉઠી જાય છે તેઓ મને છે કે આપણે ફક્ત કામ કરવા માટે જન્મ નથી લીધો આપણે આપણા જીવનની દરેક ક્ષણને માણવી જોઈએ માટેજ તેઓ વેહલા ઉઠીને કલાક કામ કરે છે અને પછી થોડો ટાઇમ પોતાના પરિવાર સાથે વિતાવે છે.

૨. Tim Cook-CEO એપલ:

તેઓ સવારે ૪:૩૦ વાગે ઉઠે છે અને તેઓ પોતાના જરૂરી મેઈલ સવારે જ મોકલવાનું પસંદ કરે છે ત્યારબાદ તેઓ જીમમાં કસરત કરે છે. તેઓ પોતાની ઓફિસમાં સૌથી પેહલા પોહ્ચે છે અને સૌથી છેલ્લા નીકળે છે.

૩. Mark Zuckerberg- કો- ફાઉન્ડર અને CEO, ફેસબુક:

તેઓ સવારે ૬ વાગે ઉઠે છે અને રેડી થઈને ઓફીસ પોહચી જાય છે. તેઓ પણ પોતાના કામ પ્રત્યે વધુ સભાન છે.

૪. Bill Gates, કો- ફાઉન્ડર, માઈક્રોસોફ્ટ:

તેઓ સવારમાં ઉઠીને એક કલાક કસરત કરે છે. સારી રીતે કામ કરવા માટે તમારું સ્વાસ્થ્ય પણ સારું હોવું ખુબ જરૂરી છે.

૫. Ratan TATA-ચેરમેન, તાતા સન્સ:

તેઓની બિજનેસ મીટીંગો સવારે ૬ વાગ્યા થી શરૂ થઇ જાય છે. શનિ અને રવિ સવારે તેઓ પોતે ગાડી ચલાવે છે.

૬. Mukesh Ambani -ચેરમેન, રિલાયન્સ:

તેઓ સવારે ૫ અને ૫:૩૦ ની વચ્ચે ઉઠી જાય છે ત્યારબાદ તેઓ જીમમાં કસરત કરે છે અને સ્વીમીંગ પણ કરે છે. સવારમાં થોડીવાર તેઓ પેપર પણ વાંચે છે.

૭. Narendra Modi- વડાપ્રધાન, ભારત:

તેઓ પોતાના દિવસની શરૂઆત સવારે ૫ વાગે કરે છે તેઓ સવારમાં પ્રાણાયમ, યોગા અને સૂર્ય નમસ્કાર કરે છે.

૮. Barack Obama- અમેરિકાના પૂર્વ પ્રેસીડેન્ટ:

તેઓ સવારમાં ૬:૩૦ ઉઠીને કસરત કરે છે અને પછીનો થોડો સમય પોતાના પરિવાર સાથે વિતાવે છે.

૯. Virat Kohli – ક્રિકેટર:

પોતાની બેટિંગ ને સફળ બનવા માટે વિરાટ રોજ સવારે ૬ વાગે ઉઠી જાય છે અને ખુબ વજન ઉચકવા વાળી કસરત કરે છે જેના લીધે તેના હાથ મજબુત થાય છે.

10. Bob Iger- CEO, ડીઝની:

તેઓ સવારમાં ૪:૩૦ વાગે ઉઠીને ઘણુબધું કામ કરે છે. તેઓ પેપર વાંચે છે, કસરત કરે છે, ટીવી જોવે છે, મ્યુઝીક સાંભળે છે. અને ઓફીસના મેઈલ પણ ચેક કરે છે.

૧૧. David Cameron, બ્રિટીશ વડાપ્રધાન:

તેઓ સવારમાં ૬ વાગે ઉઠે છે સવારમાં ર=તેઓ પોતાનું ગવર્મેન્ટ ને લાગતું કામ પતાવે છે અને પોતાના પરિવાર સાથે નાસ્તો કરે છે. સવારમાં તેમના ઘરમાં કોઈ ટીવી ચાલુ કરે એ તેમને નથી ગમતું.

૧૨. Indra Nooyi- CEO, પેપ્સીકો:

જયારે દુનિયાભરના લોકો આરામથી સુતા હોય છે ત્યારે તેઓ સુરજ ઉગે તેની સાથે જ ઉઠી જાય છે અને ઓફીસના કામ કરવા લાગે છે.

“સફળ થવું એટલું સેહલું નથી સફળ થવા માટે હમેશા સમયની સાથે સાથે ચાલવું પડે છે અને સમયનો સદુપયોગ કરવો પડે છે”

વ્હાલા મિત્રો, કોઈપણ વસ્તુને તમારે આદત બનાવી હોય તો એકપણ દિવસ છોડ્યા વગર તે કામ કે વસ્તુ ને તમે સતત ૨૧ દિવસ સુધી કરશો તો તમને ૨૨ દિવસે તે વસ્તુ કે કામ કરવાની આદત થઇ જશે અને એકવાર તમને આદત પડી ગઈ પછી કઈ કરવાનું થતું નથી. બધું અપોઅપ જ થઇ જશે એક વાર વેહલા ઉઠવાની આદત પડી જશે ત્યારે તમારે મોબાઈલમાં એલાર્મ મુકવાની પણ જરૂરત નહિ પડે.

તો ચાલો કોમેન્ટ માં કહો કાલ થી કોણ કોણ વેહલું ઉઠશે ? અને જેઓ ઓલરેડી ઉઠે છે એ બધા એનો સમય લખે…તમારા માટે આવડો મોટો લેખ લખ્યો છે થોડું વિચારજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block