ઉત્તરાધિકારી કોણ? – પ્રમાણિકતા કોઈની ઓશિયાળી નથી હોતી…

ઉત્તરાધિકારી કોણ?

ઘણા સમય પેહલાની વાત છે. એક રાજા વૃદ્ધ થયા ત્યારે તેમને સૌથી મોટી ચિંતા થઇ ઉત્તરાધિકારી પસંદ કરવાની. તેઓ નિઃસંતાન હતા તે કારણે જ આ ચિંતા હતી. તેમને તેમના રાજ્યના સૌથી યોગ્ય યુવકને સત્તા સોપવાનો નિર્ણય કર્યો. આથી એક દિવસે તેમને રાજ્યના બધા નવયુવકોને મેહાલમાં બોલાવ્યા અને એક-એક બી આપીને કહ્યું કે હું ઈચ્છું છું કે બધા નવયુવકો તેને વાવે અને એક વર્ષ પછી આ બીમાંથી ઉગેલા છોડ લઈને આવશે ત્યારે તે પોતાના ઉત્તરાધિકારીની ઘોષણા કરશે.

બધાજ યુવકો બી લઈને ઘરે આવી ગયા અને પૂરી મેહનતથી તેની સારસંભાળ કરવા લાગ્યા. એમાં કલિંગ નામનો એક નવયુવક પણ હતો. તે પણ હોશે હોશે બી ને ખાતર આપતો. આમ ને આમ ત્રણ અઠવાડિયા પસાર થઈ ગયા. બધાજ યુવકો પોતાના નાના-નાના છોડને જોઇને ખુશ થઇ રહ્યા હતા, પણ કલિંગના બીમાંથી અંકુર ફૂટ્યું ન હતું.

ત્રણ અઠવાડિયા, ચાર અઠવાડિયા….આવી રીતે છ અઠવાડિયા પસાર થયા. કલિંગ નિરાશ થઇ ગયો. છેવટે એ દિવસ આવી ગયો જયારે બધાએ રાજાની સામે હાજર થવાનું હતું. બધાના કુંડામાં રંગબેરંગી ફૂલો લેહરી રહ્યા હતા, પણ કલિંગનું કુંડુ ખાલી હતું. તેને ડર લાગ્યો કે તેને બી બરબાદ કરી દીધું છે અને હવે રાજા તેને સજા સંભળાવશે. પણ બન્યું ઊંધું. રાજાએ કલિંગને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. રાજાએ કહ્યું કે એક વર્ષ પેહલા તેને બધાને ઉકાળેલા બી આપ્યા હતા એટલે કે તેમાંથી છોડ ઉગીજ શકે તેમ ન હતા.

બોધ :

પ્રમાણિકતા કોઈની ઓશિયાળી નથી હોતી. પ્રમાણિક રેહનારને હંમેશા પ્રારંભમાં એવુજ લાગે છે કે પોતે બીજા કરતા પાછળ રહી ગયા છે. પરંતુ છેવટનું સત્ય તે નથી…પ્રમાણિકતાનો વિજય થાય છે. બીમાંથી થોડા દિવસમાં અંકુર ન ફૂટ્યું એટલે અન્ય યુવકોએ તો બીજું અંકુર નાખી છોડ ઉગાડી દીધો, પણ કલિંગે આવી કોઈ ચાલાકી ન કરી અને પછી તેનું પરિણામ આપણી સામે છે.

લેખન સંકલન : દિપેન પટેલ

દરરોજ અવનવી માહિતી અને નાની નાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી