ટૂથપેસ્ટના અસામાન્ય ઉપયોગો જે વિષે તમે નહોતા જાણતા…

સવારે ઉઠતાં જ જો કોઈ વસ્તુ સૌથી પહેલી યાદ આવે તો તે છે ટૂથપેસ્ટ. તમે ચા કે કોફી પીઓ તે પહેલાં જ તમને ટૂથપેસ્ટની જરૂર પડતી હોય છે. તે આપણા મોઢાની સ્વચ્છતા માટે એક અતિ મહત્ત્વનું કામ કરે છે. પણ તમે કદાચ તે નહીં જાણતા હોવ કે ટૂથ પેસ્ટ આપણા દાત તેમજ મોઢું સ્વચ્છ કરવાની સાથે સાથે અન્ય કેટલાક રસપ્રદ અને ઉપયોગી કામ પણ કરે છે.

ચાલો જાણીએ ટૂથપેસ્ટની વિવિધ ઉપયોગીતા વિષેઃ

1. તમારા સ્નિકર સફેદ કરી શકો છો.

શું તમે તમારા સ્નિકરનો જે રબ્બરવાળો ભાગ છે તેને સફેદ કરવા માગો છો ? તો તે ભાગને સફેદ કરવા માટે તેના પર ટૂથ પેસ્ટ ઘસો અને ત્યાર બાદ તેને જૂના નક્કામાં ટૂથબ્રશથી ઘસો. જ્યારે તેના પરના ડાઘા દૂર થઈ જાય ત્યારે તેને ચોખ્ખા ભીના કપડાંથી લૂછી નાખો.

2. પ્લાસ્ટિકની બોટલોને સ્વચ્છ તેમજ ગંધરહિત બનાવો

આ ટેક્નિક બાળકોની દૂધ તેમજ પાણીની બોટલને ગંધરહિત કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આપણે હંમેશા પ્લાસ્ટિકની બોટલો સ્વચ્છ કરવાનું ભૂલી જતાં હોઈએ છીએ અને તેમાં પડી રહેલા દૂધની ગંધ પ્લાસ્ટિકની દૂધની બોટલમાં બેસી જાય છે. ટૂથપેસ્ટ તમને તે ગંધ દૂર કરવામાં મદદ કરશે. થોડા પ્રમાણમાં ટૂથપેસ્ટ લો તેને બોટલ સાફ કરવાના બ્રશ પર લગાવો અને તેનાથી વ્યવસ્થિત રીતે બોટલ સાફ કરો. ધ્યાન રાખો કે ટૂથપેસ્ટથી બોટલ ઘસ્યા બાદ તેને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈ લેવી.

3. શાવર ગ્લાસ અને બાથરૂમના અરિસા કે કોઈપણ કાચ પર ધૂમ્મસ જેવું જામી જાય છે તેને દૂર કરવા માટે

બાથરૂમના અરિસા પર ફોગ જામી જવો તે કંઈ નવી વાત નથી, પણ તમે તેને આ નવીન ઉપયોગથી તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો. ગ્લાસ કે અરિસાને ટૂથ પેસ્ટથી કોટ કરી લો અને તેને નાહવા જતાં પહેલાં કપડાંથી લૂછી લો. તમારા હોટ શાવર બાદ તમારા બાથરૂમના અરિસા પર ધૂમ્મસ નહીં જામે.

4. લેધર શૂઝ પરના ઘસારાને દૂર કરો

માત્ર થોડી ટૂથ પેસ્ટ લો તેને તમારા લેધર શૂઝ જ્યાંથી ઘસાયા હોય તેના પર ઘસો. થોડી વાર બાદ તેને ભીના સ્વચ્છ કપડાથી લૂછી લો. તેનાથી તમારા શૂઝ પર લાગેલા ઘસારાના નિશાન દૂર થઈ જશે. તમારા શૂઝ નવા જેવા લાગશે.

5. ઇસ્ત્રી સાફ કરી શકો છો

ઇસ્ત્રીની સરફેસ પર થોડા પ્રમાણમાં ટૂથપેસ્ટ લઈ તેને ફેલાવી દો. તેનાથી ઇસ્ત્રી કરવાની સરફેસ સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે.

6. તમારા સોના-ચાંદીના ઘરેણા પોલિશ કરી શકો છો.

તમે ખુબ જ સરળતાથી ટૂથપેસ્ટ દ્વારા તમારા સોના-ચાંતિના ઓર્નામેન્ટ્સ પોલિશ કરી શકો છો. ધ્યાન રાખો કે આમ કરતી વખતે તમારે ખુબ જ કોમળ બ્રશવાળુ ટૂથ બ્રશ લેવું. બરાબર ઘસાઈ જાય એટલે તેને પાણીથી સાફ કરી લેવું. તમારા ઓર્નામેન્ટ નવા ઘરેણાની જેમ જ શાઇન કરવા લાગશે.

7. ડીવીડીના સ્ક્રેચિસ દૂર થઈ શકે છે

ટૂથપેસ્ટ દ્વારા ડીવીડી પર થયેલા સામાન્ય સ્ક્રેચિસ દૂર થઈ શકે છે. તે માટે તમારે એક સુંવાળા કપડાં પર એક ટીપા જેટલી ટૂથપેસ્ટ લેવાની છે. અને તેને હળવા હાથે ડીવીડી પર ઘસવાની છે. યાદ રાખો કે વધારે પડતી ટૂથપેસ્ટ તમારી ડીવીડીને બગાડી શકે છે.

8. તમારી સિન્કને શાઇની બનાવી શકો છો

ઘણીવાર બ્રશ કરતી વખતે આપણાથી ભૂલથી કે બેદરકારીથી કેટલીક ટૂથપેસ્ટ ટ્યૂબમાંથી બહાર પડી જતી હોય છે. માટે તેને સુકાવા દેવાની જગ્યાએ કે પછી પાણીથી વહાવી દેવાની જગ્યાએ, એક સુંવાળો ગાભો લો અને તે ટૂથપેસ્ટને સમગ્ર સિંકમાં હળવાહાથે ઘસી તેને પાણીથી ધોઈ લો. તમારી સિંક ચમકવા લાગશે.

9. દિવાલ પરથી ક્રેયોનના ડાઘા દૂર કરે છે

જો તમારા ઘમાં બાળક હશે તો તમે જાણતા જ હશો કે બાળકો કેવી રીતે ઘરની દિવાલો ક્રેયોન કલર્સથી ચિતરી નાખતા હોય છે અને પછી તે ડાઘા કોઈ સંજોગોમાં ત્યાંથી દૂર નથી થતાં. પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી. અમારી પાસે તમારી આ સમસ્યાનું એક સરળ સોલ્યુશન છે. દિલાવ રી-પેઇન્ટ કરાવવાની જગ્યાએ, થોડી ટૂથપેસ્ટ લો તેને દિવાલ પર ઘસો. ધીમે ધીમે દિવાલ પરના ક્રેયોનના ડાઘા દૂર થવા લાગશે. ત્યાર બાદ તમે દિવાલને પાણીથી ધોઈ શકો છો.

10. ખીલ દૂર કરે છે

ખુબ જ થોડા પ્રમાણમાં ટૂથપેસ્ટ લો તેને તમારા ખીલ પર લગાવો તેને આખી રાત તેમજ રહેવા દો. ટૂથપેસ્ટ તમારા ખીલને સૂકવી દેશે અને તેમાંનું બધું જ તેલ શોષિ લેશે અને ત્યાર બાદ તે સૂકાઈ જશે અને પછી સંકોચાઈ જશે.

11. હેન્ડસેનિટાઇઝર તરીકેનો ઉપયોગ

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ટૂથપેસ્ટ આપણા મોઢાની દૂર્ગંધ દૂર કરે છે. પણ જો અમે તમને એમ કહીએ કે તે તમારા હાથ પર પણ તે જ અસર કરશે તો ? જો તમને તમારા હાથમાં દુર્ગંધ આવતી હોય, તો તેને તમે ટૂથપેસ્ટથી ધોઈ શકો છો. તરત જ તમારા હાથમાંથી ગંધ જતી રહેશે. લસણ ફોલ્યા પછી નખમાંથી પણ દુર્ગંધ દુર કરી શકશો.

નોંધઃ અસરકારક પરિણામ માટે, નોન-જેલ ટૂથપેસ્ટ એટલે કે જૂની કોલગેટ પેસ્ટ જે આવતી હતી તેનો ઉપયોગ કરવો.
અમને આશા છે કે ટૂથપેસ્ટના આ નવીન ઉપયોગ તમારા ઘરના કામના ભારને થોડો ઓછો કરશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ aઆવી ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી