ખુબ ઉપયોગી કિચન ટીપ્સ

27925_199189520285498_512074809_n1) અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.

2) ભરેલા પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સફળતા રહે છે .

3) જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે .

4) શાક ની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળીયેર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે .

5) આલુ પરોઠા બનાવતી વખતે બટાટામાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાનો સ્વાદ બદલાઈ જશે અને સરસ ટેસ્ટ આવશે .

6) કારેલાનું શાક કડવું ન લાગે તે માટે કારેલા ને સમારીને આખી રાત દહીં માં પલાળી રાખો .

7) ખટાશવાળા ખાધ્ધપદાર્થો માટે ક્યારેય નોનસ્ટીક પેનનો ઉપયોગ ન કરવો તેનાથી પેનનું કોટિંગ ઉખડી જશે.

8) મલાઈમાં એક ચમચ ખાંડ નાખીએ અને તેને ફેટીએતો માખણ વધારે નીકળશે .

9) ભીંડાને બારીક સમારી ચિપ્સની જેમ તળી એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજ માં મૂકી રાખો તાત્કાલિક શાક બનાવવું હોય તો ઉપયોગી થશે .

10) શાકમાં ગ્રેવી નો રંગ લાલ લાગે તે માટે થોડી કોફી નાખવી .

 

તો આ ટીપ્સ આપણા રોજના જીવન માં મહત્વની છે તો આપણે તેને જરૂર યાદ રાખીએ .

ટીપ્પણી