ફક્ત એક જ હેર પેક અને ૭ જ દિવસમાં તમને મળી જશે રીઝલ્ટ…

વાળને લાંબા, સિલ્કી અને મજબૂત બનાવવા માટે છોકરીઓ અનેક પ્રકારના હેર પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે, તેમ છતા જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી. જો તમે પણ તમારા વાળમાં જાતજાતના કેમિકલ્સનો ઉપયોગ કરો છો તો આજથી જ બંધ કરી દો કારણકે તે તમારા વાળને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન કરે છે અને સાથે-સાથે તમે અનેક બીમારીઓનો ભોગ પણ બની શકો છો. આમ, જો તમેઆ બધા જ કેમિકલ્સમાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો ઘરે બનાવો આ હેર પેક અને કરો આ રીતે તેનો ઉપયોગ.

સામગ્રી

  • 1 કેળુ,
  • 1 ઇંડુ,
  • 1/2 કપ બીયર,
  • 1 ટેબલસ્પૂન મધ.

આ રીતે કરો ઉપયોગ

સૌ પ્રથમ એક ઇંડુ લઇને તેને સારી રીતે મેશ કરી લો. આ પ્રોસેસ કર્યા બાદ બીજી બધી જ સામગ્રીને તેમાં સરખી રીતે મિક્ષ કરી લો. હવે આ પેકને અડધો કલાક માટે પલાળી રાખો અને ત્યારબાદ તેને માથામાં નાખો. આ પેક હેરમાં લગાવ્યા બાદ તેને 1 કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી હેર વોશ કરી લો. જો કે આ પેક લગાવ્યા પછી એક વાતનુ ખાસ એ ધ્યાન રાખવુ કે, વાળમાં કન્ડિશનર કરવુ નહિં માત્ર હેરને નોર્મલ શેમ્પૂથી જ વોશ કરવા. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં એકવાર કરશો તો તમારા વાળમાં પહેલા કરતા ફરક દેખાશે અને લોકો તમારા વખાણ પણ કરતા થઇ જશે.

હેર પેકથી થતા ફાયદાઓ

* આ હેર પેક લગાવવાથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહી છે.
* આ હેર પેક લગાવવાથી વાળ એકદમ સિલ્કી, મજબૂત અને સાથે-સાથે લાંબા પણ થશે.

દરરોજ આવી અલગ અલગ બ્યુટી ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી