બટેકા અને ટામેટાના ઉપયોગથી તમારી સ્કીનને રાખો આ ગરમીમાં પણ તરોતાજા…

હેલ્લો સખીઓ, ગરમી ની ઋતુ આવી ગઈ છે. અને આ અસહ્ય તાપ માં પોતાની નાજુક સ્કીન ને બચાવવા દર એક વ્યક્તિ કાંઈક ને કાંઈક પ્રયત્ન કરતી જ હોય છે. એમાં જો આ બધી સ્કીન માટેની ટિપ્સ માં વપરાતી વસ્તુ ઘરમાં જ મળી જાય તો…. મજા પડી જાય ને. તો આજે હું તમારા માટે કઈક એવી જ મજેદાર ટિપ્સ લઈને આવી છુ. તો ઉઠાવી લો પેન અને કાગળ કરી નાખો નોંધ કઈ વસ્તુ તમને નિખારવામાં મદદ કરશે. સામાન્ય રીતે આપણને શાકભાજી અને ફળો ખાવાનું પસંદ નથી હોતું પણ તેના વગર પણ આપણે જરૂરી તત્વો સ્કીન માં પહોચાડી શકીએ છીએ. કેવી રીતે ચાલો જાણીએ આ અવનવી ટિપ્સ પરથી,

બટેટા અને ટામેટાં નું નામ તો સાંભળ્યું હશે આ બને માં અદ્ભુત ગુણો રહેલા છે જે આપની સ્કીન ને ચમકતી અને તાજગીભરી બનાવે છે॰

 બટેટા:બટેટા દરેક વ્યક્તિને ભાવતું શાકભાજી છે. પણ બહુ ઓછા લોકો જાણતા હસે તેનાંમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણો રહેલા છે. જે આપની સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે. બટેટા ની અવનવી ટિપ્સ થી તમારા ચહેરા ને ચમકાવી શકાય છે. બટેટા માં સ્ટાર્ચ ભરપુર માત્રામાં હોય છે. સ્ટાર્ચ થી મરુત ત્વચા ને ફરીથી જીવીન્ત કરી શકાય છે.

ચાલો જાણીએ બટેટા ની અવનવી ટિપ્સ કેવી રીતે નિખારીએ સૌંદર્ય તમારા ચહેરા નું…

1. બટેટા ના રસ ની 1 ચમચી , અને તેમાં 2 ચમચી લીંબુ નો રસ, 2 ચમચી મુલતાની માટી સાથે મિશ્રણ તૈયાર કરી ચહેરા પર 10 મિનિટ રાખી પછી ચહેરો ધોવાથી ચમક આવે છે.

2. બટેટા ને પીસીને પેસ્ટ બનાવી તેમાં 1 ચમચી લીંબુ નો પલ્પ ભેળવી ચહેરા પર લગાવી 10 મિનિટ પછી ચહેરો ધોવાથી ડાઘ ધબ્બા મટાડે છે.

3. બટેટા નો પલ્પ ડાઘ પર લગાવવાથી 1 મહીના પછી બધા ડાઘ દૂર થાય છે.4. બટેટાના એક ટુકડાને દાજેલા ભાગ પર લગાવવાથી રાહત મળે છે.

5. બટેટા ના રસમાં 1 ચમચી દહી ભેળવી ચહેરા પર 10 મિનિટ લગાવવાથી તે એન્ટીએજિંગ તરીકે કાર્ય કરે છે.તે ચહેરા પર ની કરચલી દૂર કરે છે.

6. બટેટા ના રસ માં 1 ચમચી મધ ભેળવી ચહેરા પર લગાવવાથી આંખો ની નીચેનો કાળો ભાગ દૂર થાય છે. તે કુદરતી ક્લીનર તરીકે કાર્ય કરે છે.

બટેટા ના વિવિધ ફાયદાઓ:

 દાજેલા ભાગ પર બળતરા ઓછી કરે.
 હાર્ટ એટેક ની સંભાવના ઘટાડે.
 સ્કર્વી રોગ ને થતો અટકાવે.
 કેન્સર સામે રક્ષણ આપે.
 હાડકાના રોગ મટાડે.
 પથરી થતી અટકાવે.
 વજન ઘટાડવામાં મદદ કરે.

 ટામેટાં:

ટામેટાં એ મિનરલ અને વિટામીન થી ભરપૂર હોય છે. તેની અંદર ફાઇબર, કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, એમીનો ઍસિડ થી ભરપૂર હોય છે. તે વિટામીન એ, બી6, થાઇમીન, રીબોફ્લેવીન, રેટીનોલ, ફોલેટ, નિયાસીન,અને વિટામીન ઇ થી ભરપૂર હોય છે. તેમાં મિનરલ માં કોપર, જિંક, પોટેશિયમ, સોડિયમ, આઇરન અને સેલેનિયમ થી ભરપૂર હોય છે.

ટામેટાં થી સ્કીન ને થતાં ફાયદાઓ:

 સ્કીન ને ગોરી બનાવે.
 ચહેરા પર ના ડગ ધબ્બા ઘટાડે.
 એન્ટીએજિંગ તરીકે કાર્ય કરે છે.
 ચહેરા પરની મૃત ત્વચા ને રીપેર કરે છે.
 લેપ્રોપાઇન નામનું તત્વ ચહેરા ની અંદર ના કોષો ને જીવંત કરે.
 ટામેટાં શ્યામ રંગ ની ત્વચાને નિખારે અને ચમકીલી બનાવે.

ડોકટર એવું કહે છે કે મહિના માં એકવાર ફેશિયલ કરવાથી ચહેરા પરનો કચરો દૂર થઈ છે. પણ દર વખત પાર્લર જ્વું અને કેમિકલ ચહેરા પર લગાવવા ગમે નહિ. તો ચાલો આજે ઘરેલુ ઉપચાર થી જાણીએ કેવી રીતે કરશું જાતે જ બનાવેલું ફેશિયલ એ પણ કુદરતી ગુણો ને ફાયદાઓ સાથે…

ક્લીંઝરસૌપ્રથમ એક બાઉલ માં 1 ચમચી ટામેટાં રસ અને 1ચમચી ઠંડુ દૂધ નું મિશ્રણ તૈયાર કરી તેને રૂ વડે ચહેરા પર લગાવી ચહેરાને સાફ કરો. 15 મિનિટ સુધી રાખો. પછી ચહેરા ને ઠંડા પાણી વડે ધોઈ લો. તે ચહેરા ને નરીશમેંટ અને પોષણ આપે છે. આ રીત રોજ ચહેરા પર કરવાથી ઘણો ફાયદો થાય છે.

સ્ક્ર્બીંગ

એક બાઉલ માં 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ખાંડ મેળવી લો. ત્યારબાદ એક એક અડધા ટામેટાં ને તેમાં ડૂબાડી પછી ગોળાકાર હળવા હાથે ચહેરા પર મસાજ કરો. 5 મિનિટ આ રીતે કરવાથી ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરી શકાય છે॰

ફેસપેક
સૌપ્રથમ 2 ટામેટાં ને નાના કાપી તેને એક મિક્સર જાર માં ક્રશ કરી લો. હવે તેની પ્યુરી એક બાઉલ માં કાઢી લો. પછી તેમાં 1 ચમચી દહી અને 2થી 3 ચમચી બેસન ભેળવી હળવી લો. આ રીતે એક ફેસપેક તૈયાર છે. આ પેક માં એસટ્રોજન પ્રોપર્ટી છે. તેમાં બેસન સ્કીન પર ના વધારાના તેલ ને દૂર કરે છે. દહી નરીશમેંટ અને ત્વચાને નિખારે છે॰આ ફેસપેક 30 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણી થી ચહેરા ને ધોઈ લો. આ રીત મહિના માં 2 વાર કરવાથી ક્યારેય પાર્લર નહિ જવું પડે….

ટામેટાં થી શરીર ને થતાં ફાયદાઓ:

 આંખો ની દ્રષ્ટિ સુધરે. નંબરમાં રાહત થાય.
 ડાયાબિટીસ નું સંતુલન જાળવે.
 ધૂમ્રપાન ની અસર માં ધટાડો કરે.
 કોલેસ્ટેરોલ નું પ્રમાણ ધટાડે.
 મુત્રને લગતી બીમારી માં રાહત આપે.
 પાચન ની ક્રિયા માં મદદ કરે.

લેખન સંકલન : પૂજા કથીરિયા

દરરોજ આવી અનેક અવનવી ઉપયોગી ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ, પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ…

ટીપ્પણી