વાળને સિલ્કી અને સ્મૂધ બનાવવા છે? શેમ્પૂ સાથે ખાંડનો કરો આ જાદુઈ ઉપયોગ..

ડોક્ટર્સ હમેશા વધુ ખાંડ ન ખાવાની સલાહ આપે છે. કહેવાય છે કે, ખાંડ આપણા શરીર માટે વધુ સારી નથી હોતી. એમ પણ કહેવાય છે કે, જે વધુ ખાંડ ખાય છે, તેઓ ડાયાબિટીસના શિકાર થાય છે. પરંતુ ખાંડ વાળ માટે બહુ જ સારી હોય છે. વાળ સિલ્કી અને સોફ્ટ હોય તો તેનાથી વધુ શું જોઈએ. પરંતુ કેમિકલના ઉપયોગને કારણે આપણા વાળ વધુ સૂકા અને બેજાન થઈ જાય છે. આવામાં અમે તમને બતાવીશું કે, તમે તમારા વાળમાં એક ચમચી ખાંડ મિક્સ કરીને કેવી રીતે તમારા વાળને સ્મૂથ બનાવી શકો છો.

સુંદર અને મજબૂત વાળ માટે જરૂરી છે કે, સ્કૈલ્પમાં રહેલા દરેક પ્રકારની ગંદકી નીકળી જાય. તેના માટે શેમ્પૂ પૂરતો નથી હોતો. તેની ઊંડાણપૂર્વક સફાઈ માટે તેમાં એક નાની ચમચી ખાંડ મિક્સ કરીને વાળમાં લગાવો અને બે મિનીટ સુધી હળવા હાથથી સ્કૈલ્પમાં રગડો અને પછી ધોઈ લો. તેનાથી શેમ્પૂમાં રહેલા કેમિકલ્સ જે તમારા સ્કૈલ્પમાં જમા થાય છે, તે પણ નીકળી જશે.

ખાંડને નેચરલ ક્લિન્ઝર માનવામાં આવે છે, તેથી વાળમાંથી માટી અને ટોકસિક કાઢવાના હોય તો શેમ્પૂમાં ખાંડ મિક્સ કરીને લગાવી લો. હેર એક્સપર્ટ્સ પણ કહે છે કે, શેમ્પૂમાં ખાડં મિક્સ કરવાથી તમારા વાળમાં નરમાશ આવી જશે અને તે યથાવત પણ રહેશે. એટલું જ નહિ, તેનાથી તમારા વાળમાં શેમ્પૂ કેમિકલનો પ્રભાવ પણ ઓછો થઈ જશે. આવા શેમ્પૂના ઉપયોગથી વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે.

શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાના અનેક ફાયદા છે. વાળની હેલ્થ પણ સારી રહે છે, તેથી હવે કરીને જુઓ. અનેક લોકોને વાળમાં પોપડી જમા થવાની સમસ્યા થાય છે. આ રીતથી તમે એ સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકો છો. ઓઈલી રુટ્સ પણ સારા થઈ જશે.

અનેક યુવતીઓને હંમેશા એ ફરિયાદ રહે છે કે, તેમના વાળ નથી વધતા. આવી યુવતીઓએ પોતાના શેમ્પૂમાં એક ચમચી ખાંડ મિક્સ કરીને વાળમાં લગાવવું જોઈએ. તેનાથી તમારા વાળનો ગ્રોથ થશે. સાથે જ વાળ સિલ્કી અને સોફ્ટ પણ થશે. આ મિશ્રણને પુરુષો પણ ઉપયોગમાં લઈ શકે છે. જો તેમના વાળ મોટા અને સૂકા છે, તો આ મિશ્રણ તેમના માટે બહુ જ ઉપયોગી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો મિત્રો કેવી લાગી આ ટીપ્સ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને દરરોજ આવી અનેક માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી