યુક્તિ -ઉર્વી ગજ્જરની આ વાર્તાનો અંત તમને આશ્ચર્ય ચકિત કરી દેશે… તો ચુકતા નહિ…

યુક્તિ

રૉયે થર્ડ ગીયરમાં ગાડી ઘુમાવી. આજે એ એના જીવનમાં પહેલી વાર આટલુ સ્ટ્રેસ અનુભવી રહ્યો હતો. એના મનમાં મમ્મી હીરાબેનના શબ્દો ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા.આખરે હોસ્પિટલ આવતા જ રૉયે કાર સરખી પાર્ક કર્યા વગર જ હોસ્પિટલમાં દોટ મૂકી. આજે રૉય કોલેજમાં આવ્યા ને ૧૦ મિનિટ પણ નહોતી થઈ અને ત્યાંજ મમ્મીનો કોલ આવ્યો. ડ્રાઈવિંગ સમયે રોય ફોન ને સાયલેન્ટ મોડ પર રાખતો હતો. ઘર થી કોલેજ નો રસ્તો 40 મિનિટ નો હતો.પણ જેવો એ પાર્કિંગમાંથી કલાસરૂમમા આવ્યો આને ફોનને સાયલેન્ટ મોડ પરથી હટાવ્યો કે તરત જ ફોન ધણધણી ઉઠ્યો. મમ્મી હીરાબેને રડતાં –રડતાં જે વાત કરી એનાથી રૉય ને રડી પડવાનું મન થઈ ગયું, એણે સીધા પાર્કિંગ તરફ દોટ મૂકી

રૉયને જોતાજ હીરાબેન અને નાની બેન એમી રોયને ભેટી આને જોર જોર થઈ રડવા લાગ્યા.મમ્મી ને આટલી રડતાં એણે પહેલી વાત જોયા હતા.
“મમ્મી.મમ્મી, આમ રડ નહિ બઘું જ સારું થઇ જશે.ભગવાન ઉપર વિશ્વાસ રાખ. મને એ કહે કે આ બધું કેવી રીતે બન્યું”
રૉયને પણ રડવાનું મન થતું હતું પણ જો પોતે રડે તો પછી મમ્મીને કોણ આશ્વાસન આપે એ વિચાર થી રોય મૂઢ બની ગયો હતો.

“સવારે તું કૉલેજ ગયો ત્યારે હું રોટલી બનાવતી હતી. ત્યાંજ એ કોઈ ની સાથે ઊંચે સાદે બુમો પાડી ને વાત કરતા હતા અને અચાનક જ એ ઢળી પડ્યા. સાથે જ ટીપોઇ પર મૂકેલી ફૂલદાનીના તૂટવાનો અવાજ આવતા જ હું દોડી અને જોયું તો એ હાથ છાતી ઉપર રાખી ને એ જમીન ઉપર ચતાં પાટ સુતેલા હતા. મેં એમ્બ્યુલન્સ બોલાવી.”હીરાબેન નું રૂદન પાછું શરૂ થઈ ગયું.

રૉયે મમ્મીને આશ્વાસન આપ્યું અને રૂમ ની બહાર બેઠો બેઠો એ હવે વધારે સ્ટ્રેસમા આવી ગ્યો હતો .એની આંખો દરવાજા સામે મંડાયેલી હતી.એણે નોટિસ પણ કર્યું હતું કે પપ્પા બે અઠવાડિયાથી થોડા ગુમસુમ રહેતા હતા. રૉય એ મમ્મીને પૂછ્યું ત્યારે મમ્મી એટલું જ કહેતા કે,’ હવે કઇ નથી એતો અમસ્તા જ. અમારી વાતો તમને ન સમજાય તમે અત્યારે નાના છો જલસા કરો પછી તો આબધું તમારે જ કરવાનું છે ને”

એટલી જ વાર માં ડૉ. જાની બહાર આવ્યા
ડૉ. જાની ને જોતા જ રૉય અને હીરાબેને સવાલોની વણઝાર શરૂ કરી દીધી.”સાહેબ, પપ્પા ને કેમ છે?સારું તો થઈ જશે ને? વગેરે. વગેરે….

હજી ડૉ. જાની કઈ કહેવા જાય ત્યાંજ નાણાવટી અંકલ આવી પહોંચ્યા.નાણાવટી અંકલ રૉયના પપ્પા મુકુંદરાયના ખાસ મિત્ર હતા.નાણાવટી અંકલ આવતાની સાથે પૂછવા લાગ્યાકે “શું થયું મુકુંદરાય ને?” નાણાવટી અંકલ સાથે એમના પત્ની રમીલા બેન પણ આવ્યા હતા. ડો.જાની કહેવા લાગ્યા”તારા પપ્પાની સ્થિતી અંત્યંત ખરાબ છે. બચવાની કોઇ આશા નથી લાગતી .ખુબ જ પ્રચંડ એટેક આવ્યો છે.મને લાગે છે કે તારા પપ્પાને પેરાલિસિસનો એટેક પણ જોડે જ આવ્યો છે એટલે પુરેપુરો જાનનો ખતરો છે. બીજું કે કિડની પણ કામ કરતી આટકી ગઈ છે ચારે બાજુ જોખમ જ છે મે અમારાથી બનતો ટ્રાય કરીશું. તારા પપ્પા ગમે તે ઘડી એ જઇ શકે છે કઇ ન કહેવાય.હવે બધું ભગવાન ભરોસે છે ઈશ્વર પ્રાથના જ એમ ને બચાવશે”

અને ડૉ.જાની એમનું છેલ્લુ વાક્ય પૂરું કરે એ પહેલા જ હીરાબેન ઢળી પડ્યા. “ઓહોહો….. નો..” ડૉ જાનીથી એક ડોક્ટર હોવા છતાં પણ ચીસ પડાઇ ગઈ.
“મમ્મી……….”રૉય ચિલ્લાઇ ઉઠયો.
ડૉ જાની હીરાબેનની સારવારમાં લાગી ગયાં. રોયના ખભા ઉપર હાથ રાખીને નાણાવટી અંકલ એટલું જ બોલ્યા ” હિમંત રાખ રોય, પ્લિઝ તારી બહેન તને રડ્તો જોઇ ને વધારે રડશે.હું તારી સાથે છુ. ચિંતા ના કરતો”
એટલી જ વારમાં ડૉ જાની બહાર આવ્યા.એમણે ઈશારો કરી રોય ને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. રોય ઉતાવળ ચિત્તે ડૉ શું કહેશે એ સાંભળવા આતુર બની ગયો

ડૉ જાની આખરે બોલ્યા”રોય તારી મમ્મીને જબરો માનસિક આઘાત લાગ્યો છે જ્યાં સુધી તારા પપ્પાને સારું નહિ થાય ત્યાં સુધી મમ્મી ને સારું નહિ થાય.”રૉય હવે રડવા જેવો થઇ ગયો અને રડી પડ્યો.
નાણાવટી અંકલ રોય ને શાંત પડ્યો અને બહાર લઈ ગયા અને કહ્યું કે તમારા બિઝનેસ માં મોટું દેવું થઈ ગયું છે.
ટોટલ57 કરોડનું. પણ, તું ચિંતા ના કરીશ હું તને બનતી બધી જ હેલ્પ કરીશ તને દેવામાંથી બહાર લાવીશ પણ તારે અત્યારથી જ બિઝનેસ સભાળવો પડશે
“અંકલ તમાંરી હર એક વાત માનીશ પણ પ્લિઝ પપ્પાને બચાવી લો.”
“અરે પપ્પાને બચાવનાર તો ભગવાન કૃષ્ણ છે હું નહિ ”
“ઓક અંકલ, એ કહો કે મારે પહેલા શું કરવાનું છે ?”
” તારા મોટા કાકાને જાણ કરી કે નહીં?”

“ના”
“એમને તો વાત કર એ આવશે તો તને છાયા મળશે તું બધું એકલા હાથે નહીં જ કરી શકે?”
“હું તને આખો બિઝનેસ 5 દિવસ માં જ સમજાવી દઇશ.પછી તારે જાત મહેનત પર શીખવું પડશે હજી ડિસેમ્બર મહિનો ચાલી રહીયો છે. માર્ચ મહિનો આવે એ પહેલાં જ બિઝનેસને પાટા ઉપર ચડાવી દેવાનો છે. હું તને બધી જ હેલ્પ કરીશ પણ હું કહું એ સલાહ માનજે.તારા મમ્મી પપ્પાનું ધ્યાન રમીલા આંટી અને મારો દીકરો શુભમ રાખશે તું અત્યારે જ ચાલ”
“હા અંકલ , તમે કહેશો એ મુજબ જ કરીશ સૌથી પહેલા મોટા કાકાને જણાવી દવું”
અને રોયે એના મોટા કાકા ને ફોન જોડ્યો, ટુકમાં બધુ જ સમજાવ્યું.”અને મોટા કાકા ઑસ્ટ્રેલિયા થી સીધા જ વડોદરા આવવા નીકળ્યા

રોય ડૉ. જાની જોડે જરૂરી વાત કરી નાની એમી ને રમીલા આંટી પાસે છોડી , નાણાવટી અંકલ સાથે નીકળી પડ્યો
રોયે પાંચ જ દિવસમાં આખો બિઝનેસ સંભાળી લીધો. હવે એ નાણાવટી અંકલની મદદથી બિઝનેસ ને પાછો પાટા ઉપર ચડાવવા માટે આકરી મહેનત કરવા માંડ્યો.
વચ્ચે વચ્ચે રૉય રોજ હોસ્પિટલમાં જતો આવતો .પપ્પા ની તબિયતમાં ખાસ સુધારો નહોતો દેખાતો પણ હીરાબેન ની તબિયત અમુક અંશે સુધરી હતી. એમને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા હતા.

હવે પાંચ દિવસમાં રૉયના મોટા કાકા કૃષ્ણરાય એમની પત્ની રાગિણી બેન સાથે આવી પહોંચ્યા.રૉય રાગિણી બેનના ખોળામાં માથું મૂકી ને ખૂબ રડ્યો.
અંતે બીજા પાંચ દિવસ પછી મુકુંદરાયની તબિયત થોડા અંશે સુધરી. પણ એ બોલી શકતા નહતા.
રોય બાજુમાં બેસી ને એટલું જ બોલતો”પપ્પા તમે સજા થઈ જાવ બિઝનેસ મેં સાંભળી લીધો છે ”
અને મુકુંદરાય રોયના માથા ઉપર હાથ ફેરવતા.એમની આ દશા જોઈને રૉય બહાર જતો રહેતો અને રડી પડતો.

અને 1 મહિનામાં નાણાવટી અંકલની મદદથી રૉયે બિઝનેસને પાટા ઉપર ચડાવી દીધો. અને મુકુંડરાય હવે બોલી શકતા હતા. પણ ડૉ. જાનીએ એમને બહુ બોલવાની મનાઇ ફરમાવી હતી. ડૉ જાનીએ રોયને ખાનગી માં કહયું હતું ” તમને ભલે લાગે કે પપ્પાની તબિયત સારી થઇ ગઇ છે પણ એમની તબિયત હજી પણ નાજુક છે એની દરેક વાત માનવી અને એંમને ન ગમે એવું જરા પણ ન કરતો. નહિ તો બીજો હુમલો આવી શકે છે અને ત્યારબાદ પપ્પાને બચાવવાની 0.01% જેટલી પણ ગેરેન્ટી નથી બહુ સાંભળી નેવાત કરજે એમની સાથે”.કૃષ્ણ રાય પણ જોડે જ રહેતા હતા પણ એમણે બિઝનેસ આખો મુકુંદરાય ને સોંપી દીધો હતો એમની ઉમર થઇ હતી એટલી આખો ભાર રૉયના માથા ઉપર હતો. પણ રૉય બિઝનેસ માં સફળ થયો .
………….
રૉય મુકુંદરાય નો એક નો એક પુત્ર હતો.મુકુંદરાય ના મોટા ભાઈ કૃષ્ણ રાય ને ત્યાં ચાર દીકરીઓ હતી અને પછી જ્યારે રોયનો જન્મ થયો ત્યારે સૌથી વઘારે જો કોઇ ખુશ થયું હોય તો એ કૃષ્ણરાય અને રાગિણીબેન હતા. રાગિણીબેન તો ખરેખર રડી પડ્યા હતા.કૃષ્ણરાયને પોતાનો પુત્ર આપતા મુકુંદરાયના મન માં ભાઈ માટે આપર પ્રેમ છલકતો હતો.અને રોય પછી એમી નો જન્મ થયો હતો.આમ પાંચ બહેનો વચ્ચે રોય એક જ ભાઈ હતો સાત ખોટનો દીકરો હતો.

રોય લાડકોડથી ઉછરેલો હતો.પાણી માંગતા દૂધ હાજર થાય એવા વૈભવમાં ઉછરેલો હતો.પણ સાથે જ એના પ્રત્યે આખા કુટુંબને અપેક્ષાઓ હતી. મુકુંદરાય અને કૃષ્ણરાય ભાઇઓ કરતા પણ દોસ્તો વધારે લાગતા હતા. ક્યારેક ઘરની પાંચેય બહેનો વચ્ચે ઝઘડો થઇ જતો કે રોય માત્ર મારો જ ભાઈ છે. ત્યારે રોય એમને સમજાવતો કે તમે પાચે મારી જ બહેનો છો તમારા માંથી એક પણ ન હોય તો મને ન ગમે તમારા વગર મારુ કોણ છે?
રોય કોલેજમાં આવ્યો હતો પણ એ બીજા બાપના પૈસાથી બગડેલા બારદાનો જેવો છેલબટાઉ ન હતો

મુકુંડરાયે જેટલા લાડ લડાવ્યા હતા એટલે જ સંસ્કાર પણ સિચ્યાં હતા.પણ રૉય જે વાત નક્કી કરી નાખતો એ વાત કરી ને જ જંપતો. મુકુંદરાય દીકરાની આદતથી વાકેફ હતા .રૉય આમ ઘણો જ ભોળો હતો. અને એનું આ ભોળપણ એની કૉલેજમાં ભણતી મુશ્કાન સાથે પ્રેમ કરાવી ગયો.મુસ્કાન મુસ્લિમ હતી.મુસ્કાન રૉયના જ કોલેજમાં ભણતી હતી .
છેલ્લા 4 વરસ થી રૉય .મુસ્કાનની ખુબસુરત મુસ્કાન પાછળ પાગલ હતો.
મુસ્કાન આમ ભલે કૉલેજમાં સારી રીતે વર્તન કરતી હોય અને સાદાઈ થી તૈયાર થઇ ને આવતી હતી પણ એ રંગીન મિજાજ ની હતી
એ એ ચાલી માં રહેતી હતી જ્યાં વેશ્યાઓના અડ્ડા હતા,જ્યારે રોય તો ઘણા જ સંસ્કારી ઘરનો છોકરો હતો.મુસ્કાનને તો એટલો બધો પ્રેમ કરતો હતો કે પોતાનો જીવ પણ પાથરી દેતા અચકાય નહિ.

રોજ નોટબુકની આપ લે અને અને કૉલેજમાં થયેલા એક ફંકશને બેય ને એક કરી દીધા હતા. મુસ્કાન લાગતી હતી એકદમ ભોળી પણ એ અંદરથી એકદમ પાક્કી અને ગણતરીબાજ હતી.એ રોય સામું પ્રેમનું નાટક કરતી હતી પણ હકીકતમાં ચાલી ના કેટલા છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ હતી.એને માત્ર ને માત્ર રૉયના રૂપિયાનો મોહ હતો પ્રેમમાં પડ્યા પછી મુસ્કાને રોય વિશે બધી માહિતી મેળવી લીધી એને લાગ્યું કે રોય સાથે લગ્ન કરીને પણ પોતાના લફરાં ચાલુ રાખી શકશે અને એણે રૉય ને ઘરે વાત કરવા જણાવ્યુ.
રોય યોગ્ય સમય ની રાહ જોતો હતો ને ત્યાંજ પપ્પા મુકુંદરાયને હાર્ટ એટેક આવ્યો.
………..

અને રૉય એક દિવસ રોજ ની જેમ જ્યારે હોસ્પિટલમાં આવ્યો કે તરત જ મુકુંદરાયે રોય ને ઈસરો કરી પોતાની પાસે બોલાવ્યો”રૉય, નાણાવટી અંકલએ તું એકલો હતો ત્યારે તને ખૂબ મદદ કરી છે ને!આપણો બિઝનેસ ફરી પાછો શરૂ કરવામાં એમણે કેટલી દોડાદોડી કરી છે રમીલાબેને પણ તારી મમ્મીની ખાડે પગે ચાકરી કરી છે તારી ત્રણે નાની બહેનોને સાચવી છે”

મુકુન્દ રાય આટલું બોલી ને હાંફી ગયા એમને શ્વાસ ચડી ગયો.
“હા પપ્પા, નાણાવટી અંકલે જે સ્પોર્ટ આપ્યો એ હું ક્યારેય નહીં ભૂલું.એ જ આપણા સાચા સગા થાય છે કે જે આપણા ખરાબ સમય માં આપણને સાથ આપ્યો”
“રૉય ,મારી એક ઈચ્છા છે જો તું હા પડે તો આપણે નાણાવટી એ કરેલી મદદ નો બદલો વાળી આપીએ?”
“હા પપ્પા બોલો ને આતો બહુ સારી વાત કરી તમે.”

“રૉય મારી અને નાણાવટીની ઈચ્છા છે કે સોનાલી આપણા ઘરની પુત્રવધુ બને .હું નાણાવટીને એની દીકરી સોનાલીના ભાર.માંથી મુક્તિ આપવા માગું છું. સોનાલીને મારે મારી દીકરી બનાવવી છે.ભગવાને મને પાંચ દીકરીઓ આપી છે પણ સોનાલીને મારે મારી છઠ્ઠી દીકરી બનાવવી છે.એક વાર તારા લગ્ન જોઇ લવ, પછી ભગવાન ગમે ત્યારે મને ઉપાડી લે તો પણ કઇ વાંધો નહિ હું હવે ખર્યુ પાન છું. ક્યાં સુધી હું જીવીશ?”

રોય મૂઢ બની સાંભળી રહ્યો હતો .સાથે જ એને મુશકાન યાદ આવી ગઈ.
અને મુકુન્દરાય આગળ બોલતા હાંફી ગયા સાથે જ છાતીમાં દુખાવો ઉપડ્યો
અને રૉય ચિલ્લાઇ ઉઠ્યો “પપ્પા…….”
ડૉ જાની પણ ત્યાંજ ઉભા ઉભા બીજા દર્દી ને તપાસી રહ્યા હતા. એ દોડી આવ્યા. ડૉ જાની અકળાઇ ઉઠ્યા” મુકુન્દરાય મેં તમને કેટલી વાર કીધું છે કે થોડું બોલો,તમે બહુ બોલે રાખો છો સમજતા કેમ નથી?”
અને રૉયને પણ ખખડાવી નાખ્યો
“રોય તારે શુ કરવું છે એ બોલ, તારા પપ્પાને ઉપર મોકલી દેવા છે તો બોલાવે રાખ. તું બહાર જઇને બેસ જા”

ડૉ. જાની ગુસ્સે થઇ ગયા.
થોડીવાર પછી જ ડૉ. જાની બહાર આવ્યાને ઈશારો કરી ને રોય અને નાણાવટી અંકલ ને પોતાની ચેમ્બર માં બોલાવ્યા અને કહ્યું કે” હવે મને નથી લાગતું કે તારા પપ્પા હવે વધૂ જીવે એમની કિડનીની પરિસ્થિતી દિવસે ને દિવસે લથડતી જય છે .તેવો આખો દિવસ બસ તારા લગ્ન વિશે જ વાત કરતા રહે છે.તું હવે જલ્દી લગ્ન કરી લે તો એ કમ સે કમ શાંતિ થી મરી શકે.

બીજા ડૉ ભલે ગમે તે કહે પણ મને નથી લાગતું તારા પપ્પા હવે વધુ ખેંચે અને મને આખો દિવસ બસ મરવાની વાતો જ કર્યા કરે છે.” રોયને પપ્પા માટે અભૂતપૂર્વ પ્રેમ હતો એ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો. ડૉ .જાનીના પગે પડી ગયો.”સર ,મારા પપ્પા ને બચાવી લો હું એમના વગર નહિ જીવી શકું.તમે કહેશો એ કરવા તૈયાર છું”ડૉ. જાનીએ રૉયને ઉભો કર્યો અને કહ્યું” કે મેં તો મારાથી બનતું બધું જ કર્યું હવે તારે એમની ઈચ્છા પૂરી કરવાની છે. તુ જો હવે જલ્દીથી લગ્ન કરી લે તો 90% સુધી ની હું ગેરેન્ટી આપું છું કે તારા પપ્પા ને સારું થઈ જશે”

રૉય એ નાણાવટી અંકલ ને પૂછી લીઘું”અંકલ સોનાલીની હા તો છે ને મારે અત્યારે જ એની સાથે લગ્ન કરવા છે”
ડૉ. જાની અને નાણાવટી બન્ને ખડખડાટ હસી પડયા ‘હા, અમારી સોનાલીની હા છેં, અને રૉય આતે કઇ સુદામાના દીકરાના લગ્ન નથી, આ તો કૃષ્ણના દીકરાના લગ્ન છે લગ્ન ! તો ધામધૂમથી જ થશે. તું ચિંતા ના કર. બે વીકમાં હું બધી જ તૈયારી કરી દઈશ તું ખાલી કપડાંની તૈયારી કર બાકીની ચિંતા છોડી દે”
હવે રૉયના લગ્ન ની તૈયારીઓ ધામધૂમથી થવા લાગી પણ રૉય ને જરા પણ ચેન પડતું નહતું. એને પોતાની જાત પ્રત્યે નફરત છૂટતી હતી કે એ કેવો છેલબટાઉ છે?
એણે પોતે મુસ્કાન સાથે પ્રેમ કર્યો અને હવે એ છટકી ગયો.કદાચ મુસ્કાન એને કદી માફ નહિ કરે .એને લાગ્યું કે એ મુસ્કાનને મો બતાવવાને પણ લાયક નથી રહ્યો ભગવાન પાસે માફી માંગતા પણ એને શરમ આવતી હતી પણ એ મજબૂર હતો.પપ્પાની સ્થિતી એમને કઇ કહી પણ ન શકાય એવી હતી. પોતાની ઈચ્છા બતાવવામાં જ એને એટેક આવી જતો હતો ત્યારે તો જો એ એવું કહે કે એક મુસ્લિમ છોકરી મુસ્કાનને ચાહે છે તો પપ્પા ઉપર શુ વીતે ? અને પછી જો પપ્પાને કઇ પણ થઇ જાય તો એની પાંચ બહેનો એને ક્યારેય માફ ના કરે. કારણ એ હતું કે જેમ ક્રુષ્ણરાય ને રૉય વ્હાલો હતો એમ મુકુંદરાયને પાંચે પાંચ દીકરીઓ વ્હાલી હતી.

મોટી બે બહેનો કોમલ અને રુપલના લગ્ન સાથે જ લેવાયા હતા. અને એ બન્ને બહેનનું કન્યાદાન મુકુન્દરાયે જ કર્યું હતું . ત્યાં સુધી કે મુકુંદરાયે પોતાના ખાનગી બેન્કની બચતમાંથી જ બે બહેનોને ધામધૂમથી પરણાવી હતી.હજી ત્રણ નાની બહેનોને પરણાવવાની બાકી હતી. મુકુંદરાય ઘણી વાર કહેતા કે આ પાંચે પાંચ દીકરીઓને નહિ પરણાંવું ત્યાં સુધી મને શાંતી નથી થવાની.હજી મમ્મીની માનસિક હાલત પણ ખરાબ હતી. સારું થઇ ગયું હતું પણ એટલું બધું નહિ.આવી પરિસ્થિતિમાં હું મુસ્કાનનું નામ પણ બોલું તો કેટલું અનર્થ થઈ જાય!

નાણાવટી અંકલને કેટલું ખરાબ લાગશે ? એમણે મારા માટે થઈને કેટલી બધી તકલીફ વેઠી.અંતે રોયે નિણર્ય કરી લીધો કે હું મુસ્કાનને મારા દિલમાં જ દાટી દઈશ. આ બધાં દુઃખી થાય એના કરતાં હું એકલો જ દુઃખ ભોગવી લઉં.
અંતે એણે એના બેસ્ટ મિત્ર અમરને મુસ્કાનને આખી પરિસ્થિતિ સમજાવવા અને પોતાની માફી માંગવા મોકલ્યો.
અમર મુસ્કાનને મળ્યો આખી પરિસ્થિતિ સમજાવી.અમરે રૉયની માફીની પણ વાત કરી. અમર ને લાગ્યું કે મુસ્કાન રડશે, કકડશે,પગ પછાડીને જતી રહેશે પણ એવું કંઈ જ ન બન્યું. મુસ્કાને શાંત ચિત્તે બધું સાંભળ્યું અને એક ખુબસુરત સ્માઇલ આપ્યું ને એટલું જ બોલી કે”કઈ વાંધો નહિં”

અમરને થોડું વિચિત્ર લાગ્યું પણ એણે રોયને કઇ ના કીધું.
રોયના સોનાલી સાથેના લગ્ન ની તડામાર તૈયારી ચાલવા માંડી.સોનાલી નાણાવટીની એક ની એક દીકરી હતી.મોટા ત્રણ ભાઈઓની લાંડકી બહેન હતી. MBA માં ફસ્ટકલાસ આવી હતી.નાણાવટી હવે એના હાથ પીળા કરવાની ઉતાવળ માં હતા.અને એમને રૉય નજરમાં આવ્યો હતો.છ ફૂટ ઉંચો રોય કોઇ પણ યુવતીને ગમી જાય એવો હેન્ડસમ હતો.ભૂરી ભૂરી આખો અને વાંકડિયા વાળ વાળો રોય એકદમ સોહામણો લાગતો હતો.

નાણાવટીની જગ્યાએ આ જગતનો કોઇ પણ બાપ પોતાની દીકરીને રૉય સાથે પરણાવવાની ના પાડવાની હિંમત ન કરી શકે એટલો એ દેખાવડો હતો.સામે છેડે સોનાલી પણ એટલી જ સુંદર હતી ,ઘાટીલી હતી. એ જેટલી સુંદર હતી એટલી જ સંસ્કારી પણ હતી. ત્રણ ભાઈઓ વચ્ચે એક જ બહેન હોવા છતાં ક્યારેય પપ્પા સામે આંખ ઉંચી કરીને વાત કરી ન હતી.નાણાવટીએ સંસ્કાર નામનો છોડ પણ દીકરીમાં જડમૂળથી ઉગાડ્યો હતો
હવે રોયના લગ્ન આડે એક જ દિવસ બાકી હતો પણ રોય મુસ્કાનને ભૂલી શકતો નહતો. બીજે જ દિવસે જેવો રોયના લગ્નમાં અમર આવ્યો કે તરત જ રોયના દિદર જોઇ અમર સમજી ગયો. એણે એક રૂમમાં રૉયને લઇ જઈને દરવાજો બંધ કરી દીધો . સાથે જ રોયને સમજાવવાની શરૂઆત કરી

રોય મુસ્કાનને યાદ કરી રડી પડ્યો.
રોય બોલ્યો “હું સોનાલીને પ્રેમ નહિ કરી શકું.” “રોય પાગલ થઇ ગયો છે તે મુસ્કાનને છોડી દીધી એનો મુસ્કાનને કોઇ રંજ નથી .એતો ઉલટાની તે એને છોડી દીધો એથી ખુશ થઇ છે” રૉય સ્તબ્ધ બની ગયો
“રૉય જે સ્ત્રીના પિતા એ તને રાખમાંથી બેઠો કર્યો.તારા માબાપ ને ફરી સજીવન કર્યા.તારી બહેનો નો વિસામો પાછો લાવી આપ્યો એ માણસની જ દીકરી ને તું દુઃખ આપીશ?

આવા માણસના તો પગ ધોઇને પાણી પીયે તો પણ ઓછું કેવાય. જે માણસે તને આટઆટલી હદ સુધી મદદ કરી એની દીકરીને તું ખુશ પણ ન રાખી શકે ? તારા જીવનમાં આ પરિસ્થિતિ ઉભી થઇ અને તારે મુસ્કાનને ભૂલી જવી પડી, એ પરિસ્થિતિ માટે સોનાલીને સજા દેવી કેટલી યોગ્ય છે બોલ ? આ મહાપાપ છે. અને જો તું આ પાપ કરીશ તો તને નર્કમાં પણ સ્થાન નહિ મળે.એ વાત યાદ રાખજે”

અમર ગુસ્સે થઈ આટલું બબડી ને બહાર નીકળી ગયો. ત્યાંજ રોય જાતે તૈયાર થઇને બહાર નીકળ્યો. એ ઘોડા ઉપર બેસીને સોનાલી ને પરણવા ચાલ્યો. જાનમાં પાચે બહેનો બહુ જ નાચી અંતે રોયની જાન માંડવે આવી પહોંચી. મંડપમાં રોયના મનમાં અમર ના શબ્દો ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા. સામે પાનેતર પહેરી ને દુલહન બનીને બેઠેલી સોનાલીનો નિર્દોષ ચહેરો જાણે રોય ને પૂછી રહ્યો હતો કે,’ રૉય તારા કિસ્મતમાં મુસ્કાન નથી એમા મારો શુ વાંક?’
એ સોનાલીને જોઇ રહ્યો.આજે કોણ જાણે કેમ પણ રૉયને આજે સોનાલી મુસ્કાન કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી.એને વળી પાછા અમરના શબ્દો યાદ આવ્યાં. એને લાગ્યું કે જે કઇ બન્યું એમ સોનાલી નિર્દોષ હતી, એણે નિણર્ય કર્યો કે એ સોનાલીને હથેળીમાં સાચવશે. એને કોઈ વાતે દુઃખ નહિ પહોંચાડે.એ મુસ્કાનને ભૂલી જશે.

રોય અને સોનાલીના લગ્ન સંપન્ન થયા અને જાન વિદાય સમયે સોનાલી બહુ જ રડી.મુકુંદરાય ને પણ પોતાની બે દીકરીઓ યાદ આવી ગઇ અને એ પણ રડી પડ્યા.નાણાવટીએ ભારે હદયે સોનાલીને સાસરે વળાવી.

સોનાલી જ્યારે સાસરે આવી.ત્યારે ત્યારે એનું બહુ જ ભવ્ય રીતે સ્વાગત થયું.
રાત્રે જમ્યા પછી પાચે બહેનોએ ભાઈ ભાભી ને બહુ જ હેરાન કર્યા.રોય જ્યારે પોતાના રૂમમાં ગયો.અને પછી સોનાલીનો ઘૂંઘટ ઉઠાવતા જ રોયના બેડરૂમમાં માં જાણે ચાંદની ખીલી ઉઠી.સોનાલીના ચહેરાને પોતાના હાથમાં લેતા જ રોય બોલી ઉઠ્યો “આજે મારા ઘરે ચાંદ ઉગ્યો છે. તું ખરેખર પૂનમના ચંદ્ર કરતા પણ વધારે સુંદર છો”પતિ દ્વારા પોતાના વખાણ થી સોનાલી શરમાઇ ગઈ,પોતાના હાથથી મો છુપાવી દીધું. રૉય સોનાલી ના ખોળામાં પોતાનું માથું મૂકી સૂઈ ગયો.અને સોનાલી પોતાની કોમળ આંગણીઓ રૉય ના વાંકડિયા વાળમાં પ્રસરાવી રહી હતી…………………..


……………………..
રૉય પોતાની મધુરજની માણી રહ્યો હતો અને મુકુંદરાય પોતાના ફાર્મ હાઉસમાં ચારે મિત્રોને પાર્ટી આપી રહ્યા હતા.
” મુકુન્દ તું તો ભગવાનનો માણસ છું. કોઇ દિવસ દુશમન સામે પણ ખોટું નથી બોલી શક્યો અને આવડી મોટી એક્ટિંગ તું રૉય સામે કેમ કરી શક્યો?.”
દારૂ નો પેગ પકડતા ડૉ જાની મુકુંડરાયને પૂછી રહ્યા હતા.

મુકુંડરાય એ એક પેગ પૂરો કર્યો અને ડો. જાનીના ખભે હાથ રાખીને દર્દ ભર્યું હસ્યાં અને બોલ્યા” દોસ્ત આજગતમાં પુત્રથી મોટી કોઈ જાગીર નથી. જ્યારે એક બાપને ખબર પડે છે કે એણે એક કળા કરવાની છે અને એ કળા ઉપર એના દીકરાની જીન્દગી
નો સવાલ છે,ત્યારે આ જગત નો કોઇ પણ બાપ એવું ક્યારેય નથી કહેતો કે મને આ કળા નહિ આવડે . બલ્કે એ એક એવી એક્ટિંગ કરી બતાવે છે કે જેની સામે આ જગતના સારા માં સારા એક્ટર ની એક્ટિંગ પણ ફિક્કી પડી જાય છે. ”
નાણાવટી એ બે પેગ ખાલી કરી નાખ્યા હતા એ બોલ્યા કે”yes , મુકુન્દ સાચું કહી રહ્યો છે. દીકરાથી મોટી જાગીર આ જગતમાં કોઇ નથી.”

કૃષ્ણરાય બોલ્યા કે” એ દિવસે હું ગેરેજ માં ગાડી રીપેરીંગ કરવા માટે આપવા જતો હતો રસ્તામાં મને હોટલ દેખાઈ. હું સિગારેટનો શોખીન છું અને તે દિવસે મેં સિગારેટ પીધી નહતી એટલે મે કાર હોટલ તરફ વાળી હું જેવો કાર પાર્ક કરી ને સિગારેટ લેવા જેવો ગલ્લે જતો હતો કે સામે જ મને રૉયની કાર દેખાઈ. રોય કોલેજ ના ટાઇમે અહીંયા હોટલમા શુ કરવા આવ્યો હશે?

એ જાણવા મેં વેઇટરને ઇશારો કરી બહાર બોલાવ્યો અને પૂછ્યું તો મને કહ્યું કે “સાબ તો સ્પેશ્યલ કમરે મેં લંચ કર રહે હૈ ઓર સાથે મેં એક બહોત અચ્છે મેમસાબ ભી હૈ”
અને ઘરે આવી ને મેં મુકુન્દ ને વાત કરી
“અને પછી શુ થયું?” ડૉ. જાની એ પૂછ્યું
” રોય માટે અમને અભૂતપૂર્વ પ્રેમ હતો અને રોયને છૂટ પણ આપવામાં આવી હતી કે એ જે છોકરી શોધી લાવશે એને અમે દિલથી સ્વીકારીશુ.અને એના લગ્ન એની ગમતી છોકરી સાથે કરવી આપીશું પણ…….. . .”

મુકુંદરાયે ત્રીજો પેગ ખાલી કરી નાખ્યો
“પણ, પણ શું……. અને તમે રોયના લગ્ન એની ગમતી છોકરી સાથે કેમ ના કરવી આપ્યા?”
ડૉ. જાની એ હવે બે પેગ પુરા કરી નાખતા પુંછયું.
“પણ,હું મારી નાત મુજબનો માણસ છુ. માણસ અંતે તો એની જાતિ ઉપર જાય જ.
હું પણ વાણિયો છું. વાણિયો એમ જલ્દીથી કોઇ ઉપર વિશ્વાસ ન કરે.મેં અને કૃષ્ણએ નક્કી કરી લીધું હતું કે પહેલા આમે રોય ની ગર્લફ્રેંડ વિશે માહિતી મેળવી લઈએ અને પછી જ અમે સામે થી જ રોયને સરપ્રાઈઝ આપીશું.પણ અમારા ખબરી એ અમને જે કહ્યું એ સાંભળીને મને અને કૃષ્ણને જોરદાર આંચકો લાગ્યો.રોય પૂરેપૂરો એની ગર્લ ફ્રેંડના પ્રેમમાં ફસાઇ ચુક્યો હતો.અને પ્રેમમાં પડેલો રૉય સમજાવટથી તો નહીં જ માને , એ અમારી વણિક બુધ્ધિ અમને કહેતી હતી.”

” પણ તમારા ખબરી એ એવું તો શુ કહ્યું,
કે તમને આંચકો લાગ્યો”ડૉ જાની એ હવે ત્રણ પેગ પુરા કરી નાખતા કહ્યું.
“રૉય ની ગર્લ ફ્રેંડનું નામ મુસ્કાન હતું.આ છોકરી જેટલી સરળ અને સીધી દેખાતી હતી એટલી જ પાક્કી અને ગણતરીબાજ હતી. એ બદચલન હતી આ છોકરી વેશ્યાઓના અડ્ડાઓમાં રહેતી હતી અને કેટલાય જોડે લફરાં હતા . બીજું એકે એ મુસ્લિમ હતી.”મુકુંદરાય ના બદલે કૃષ્ણ રાય એ જ જવાબ આપ્યો.

“રોય કોઇ સામાન્ય દેખાવની અને ગરીબ પરિવારની છોકરી લાવ્યો હોત તો વાત કઈક અલગ હતી. પણ અમારો રોય ઘણો જ ભોળો છે .એટલો જ નિર્દોષ છે ,અને અમારા ખબરીઓ એ અમને કહ્યું હતું મુસ્કાન માત્ર ને માત્ર રૂપિયા ખાતર જ રૉયને ફસાવ્યો છે.
એટલે જ્યારે મેં હાર્ટએટેક ની એક્ટિંગ કરી ત્યારે મેં જ કોલેજમાં બે છોકરાંઓ વાટે એવી ચર્ચા મુસ્કાનના કાને પહોંચાડી દીધી કે રોયના પપ્પાનો બિઝનેસ પડી ભાગ્યો છે ,અને દેવાના ડુંગર ને કારણે રોયના પપ્પાને એટેક આવ્યો છે. અને રોયે અત્યારે દેવું ચૂકતે કરવા બંગલો વેચવા કાઢ્યો છે

બસ હવે મારા થી એક પણ પેગ નહિ પી શકાય.”
મુકુંદરાય બોલી ઉઠ્યા.
“તું કેટલા પેગ પીશ ? હવે ચાર તો પી ગયો ઍક્ટર અમાર માટે તો કશુ બાકી ના રાખ્યું ”
ડો જાનીએ હસી ને કહ્યું સાથે જ કૃષ્ણરાય બોલ્યા” આપણા વડવાઓ અમસ્તા જ નથી કહી ગયા.લગ્ન એ કોઇ બે વ્યક્તિ વચ્ચેનો સબંધ નથી પણ બે પરિવાર વચ્ચેનો સંબંધ છે અને આમ પણ જો રોયને ખબર પડત કે મુસ્કાન ને કેટલાય લફરાં છે તો એ ચોક્કસ આત્મહત્યા કરી લે એટલું નાજુક દિલ છે એનું. જો મુસ્કાન સાથે રોય લગ્ન કરે તો પણ દુઃખી જ થવાનો હતો. એના કરતાં અત્યારે થોડું દુઃખ થશે પણ જિંદગી સુધરી જશે.”
મુકુન્દ રાય વચ્ચે જ બોલી ઉઠ્યા કે

“હું એ વખતે ઘણો જ ચિંતા માં હતો અને નાણાવટી એ મને પૂછ્યું હતું કે શુુ થયું ત્યારે મેં બધી વાત કરી હતી અને નાણાવટી એ મને આવું નાટક કરવાનું કહ્યું મને એમની યુક્તિ ગમી ગઈ નાણાવટી એ મને કહ્યું હતું કે કે તારી ખરાબ પરિસ્થિતિ જોઈ ને તમારી ઉપટવટ જઈ ને રોય મુસ્કાન ને પરણવાનો નિર્ણય તો નહિ જ કરે.
અને મને નાણાવટીની સોનાલી બહુ જ ગમી ગઇ હતી.

જ્યારે નાણાવટીની સીનાલીને અમે રોય ને જોવાની વાત કરી ત્યારે સોનાલી એ એટલું જ કહ્યું કે “પપ્પા તમે જે શોધ્યું હશે એ આદર્શ જ હશે મારે જોવાનું શુ હોય”
આટલી આદર્શ પુત્રવધુ બીજે ક્યાં મળે. અને મેં યુક્તિ કરીને કૃષ્ણરાયને ઑસ્ટ્રેલિયા મોકલી દીધા. તમારી હીરાભાભી ને પણ આખી યુક્તિ સમજાવી દીધી એમણે પણ જોરદાર એક્ટિંગ કરી અમે રોયના લગ્નની તમામ તૈયારીઓ કરી રાખી હતી.અને બાકી ની રોયને સમજાવવાની જવાબદારી અમર ને સોંપી દીધી”

” welldone મુકુન્દ તું એક સાચો પિતા નીકળ્યો.સંતાન ને ખોટા રસ્તે તો નજ જવા દેવાય ને ”
ડૉ .જાની બોલી ઉઠ્યા.
“આપણા સંતાન ને માત્ર ને માત્ર વઢવા થી જ કામ સોલ્વ નથી થતું પણ પ્રેમ પૂર્વક સમજણ પણ એટલી જ જરૂરી છે” મુકુન્દ રાય બોલ્યા.
અને ત્યાંજ અમર આવ્યો
“અંકલ અંકલ મારી ગિફ્ટ તો આપો”
“અરે હા તને ગિફ્ટ આપવાનું તો ભુલાઈ જ ગયું”અને મુકુંદરાયએ પોતાના ખિસ્સામાંથી મરસિડીઝ કારની ચાવી કાઢી અમર સામે ફેંકી, અમરે આબાદ કેચ ઝડપી લીધો
“Thank you અંકલ”

“અરે મારી fee લેવાનું તો ભુલાઈ જ ગયું હું તો ખરો ભૂલકણો છુ”


ડો .જાની એ કહયું અને ત્રણે મિત્રો હસી પડ્યા.
કાલ્પનિક ઘટના………..

લેખક : ઉર્વી ગજ્જર

દરરોજ અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી