અમદાવાદની સોલા સિવિલમાં શરૂ કરાયેલી નવી એપોઇન્ટમેન્ટ સિસ્ટમ

અમદાવાદની સોલા સિવિલમાં શરૂ કરાયેલી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ દ્વારા દર્દી હવે ઘરે બેઠા હોસ્પિટલમાં ક્યા સમયે અને કયા ડોક્ટરને બતાવવું છે તે પણ નક્કી કરી શકશે.

સોલા સિવિલનાં ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ ડો. પ્રકાશ મહેતાનાં જણાવ્યાં મુજબ, આરોગ્ય મંત્રી શંકર ચૌધરી દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જતાં દર્દીઓને લાઇનમાં ઊભા રહેવું ન પડે અને ઘરે બેઠા હોસ્પિટલની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી શકે તે માટે ડિસેમ્બર-16માં જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલમાં 1લી મે સોમવારથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરાયો છે.

કોઇપણ વ્યક્તિ https://hospitalappointment.gujarat.gov.in પર લોગ ઇન કરીને તેમાં દર્શાવ્યા મુજબની માહિતી ભરીને એપોઇન્ટમેન્ટ મેળવી શકશે. એપોઇન્ટમેન્ટ લીધા બાદ એકનોલેજમેન્ટ સીટ પરથી દર્દી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટેની બારી પરથી પીળા કલરનો કેસ પેપર અપાશે. જેથી દર્દી જે તે વિભાગમાં જઇને પીળો કેસ પેપર બતાવતાં તેમને અગ્રતા અપાશે. પ્રાયોગિક ધોરણે હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ગાયનેક-મેડિશિન જેવાં 3 વિભાગોમાં સવારે 1 કલાક અને સાંજે 1 કલાક ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે.

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ આ રીતે મેળવી શકાશે.

– https://hospitalappointment.gujarat.gov.in લોગઇન કરવું.
– બ્રાઉઝર ખોલવું
– રજિસ્ટ્રેશન કરવું, જેમાં આધારકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવું કોઇ એક આઇડી પ્રૂફનો નંબર નાંખવાનો રહેશે અને યૂઝર નેમ અને પાસવર્ડ મેળવવો.
– હોસ્પિટલનું નામ સિલેક્ટ કર્યા બાદ કયાં વિભાગમાં બતાવવુ તેમજ તેમાં આપેલાં બોક્સમાં ઉપલબ્ધ ડોક્ટરમાંથી કયા ડોક્ટરને બતાવવું છે તે સિલેક્ટ કરવું.
– ત્યારબાદ ઓટીપી નંબર આવશે.
– ઓટીપી નંબર આવ્યાં બાદ વેબસાઇટમાં જણાવ્યાં પ્રમાણે માગ્યા મુજબની માહિતી ભરવી, અને એક એકનોલેજમેન્ટ સ્લિપ આવશે જે કાઢીને હોસ્પિટલની ઓનલાઇન એપોઇન્ટમેન્ટની બારી પર બતાવવાથી સ્પેશ્યિલ પીળા કલરનો કેસ પેપર આપવામાં આવશે.
– પ્રથમવાર રજિસ્ટ્રેશન કરાવ્યાં બાદ તમારા સ્પેશિયલ રજિસ્ટ્રેશન નંબર પરથી ઘરે બેઠા એપોઇન્ટમેન્ટ મેળવી શકશો.

ટીપ્પણી