પિતાના મૃત્યુ પર દીકરીઓએ કર્યો ડાન્સ, કંઈક આ રીતે કર્યો અંતિમ સંસ્કાર

નોઈડાની ચાર દિકરીઓએ ધામધૂમથી પોતાના પિતાની અંતિમ યાત્રા કાઢી.

ચાર દિકરીઓએ પોતાના પિતાની અંતિમ યાત્રા ધામધૂમથી કાઢી. ગાડીને ફૂલોથી સજાવવામાં આવી, બેન્ડ બાજાની પણ વ્યવસ્થા કરવામાં આવી. ચાર દિકરીઓએ સમગ્ર અંતિમ યાત્રા દરમિયાન નાચતા નાચતાં સ્મશાન પહોંચી અને પિતાના અંતિમ સંસ્કાર કર્યા.

આ દરમિયાન આ અંતિમયાત્રા જ્યાં પણથી પસાર થઈ ત્યાં બધા દીકરીઓના આવા વર્તની ચોંકી ગઈ.

દીકરીઓએ આ કારણસર પિતાની અંતિમ યાત્રા પર ઉત્સવ મનાવ્યો.

ઉદ્યોગપતિ અને નોઇડા એન્ટરપ્રેન્યોર્સ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ હરીભાઈ લાલવાણી (65)નો 9 નવેમ્બરે સ્વર્ગવાસ થયો હતો. તેમને બ્રેઇન સ્ટ્રોક થયો હતો, જેના કારણે તેમને ગંભીર હાલતમાં નોઇડાની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. શનિવારે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

મોટી દીકરી અનિતાએ જણાવ્યું, “પપ્પાની છેલ્લી ઇચ્છા હતી કે જે રીતે બાળકનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, તેવી જ રીતે તેમના મૃત્યુ બાદ અંતિમ યાત્રાને અંતિમ ઉત્સવની જેમ મનાવવામાં આવે.”

“પપ્પાનું માનવું હતું કે કદાચ મૃત્યુ જીવન કરતાં પણ સુંદર હશે, જેને પામવા માટે જીવન ગુમાવવું પડે છે. સુંદર મૃત્યુને પામવાના તેમના આ સફરના આ અંતને ઉત્સવના રૂપે મનાવવામાં આવે.”

“આ માટે અમે ચારે બહેનોએ નક્કી કર્યું કે પપ્પાની છેલ્લી ઇચ્છાને ચોક્કસ પુરી કવરામાં આવશે. સવારે 10 વાગે ઉત્સવ યાત્રા સેક્ટર 40 સ્થિત ઘરથી શરૂ કરી સેક્ટર 94 સુધી લઈ જવામાં આવેલી. આ દરમિયાન બહેનોએ ખુબ જ ડાન્સ કર્યો. સમાજ અમને જોઈને શું વિચારે છે, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. પપ્પાની ખુશી માટે બધું જ મંજુર.”

દિલ્લીમાં એક પાનની દુકાનથી પોતાની કેરિયર શરૂ કરનાર હરી ભાઈ લાલવાણી 1989માં દિલ્લીના શાલીમાર બાગથી નોઇડા આવ્યા હતા. પ્રિન્સ ગુટખા પ્રાઇવેટ  લિમિટેડ કંપની શરૂ કરી. 90ના દશકમાં જ ગુટખા કિંગથી પ્રખ્યાત થઈ ગયા. તેમની ચાર દિકરીઓ છે.

  • વર્ષ 1994માં તેમણે નોઇડાના સૌથી જુના ઔદ્યોગિક સંગઠન નોઇડા એન્ટરપ્રેન્યોર્સના અધ્યક્ષ પદ માટે ચુંટવામાં આવ્યા હતા.

કંઈક આ રીતે ગુટખા કિંગ બન્યા હતા :

  • લાલવણીએ જણાવ્યું, પિતા હરીભાઈ લાલવાણીનો જન્મ 1952માં દિલ્લીના દરિયાગંજમાં થયો હતો. દાદા ટિકમચંદ લાલવાણી દરિયાગંજ સ્થિત મોતીમહલ આગળ પ્રિન્સ પાન સેન્ટર નામની દુકાન ચલાવતા હતા.
  • અભ્યાસ સાથે પપ્પા દુકાન પર પણ બેસતા અને પાનને લોકપ્રિય બનાવવા વિષે વિચારતા રહેતા. દુકાન પર આવતા કસ્ટમર્સને તેઓ નવા નવા પ્રયોગો કરી સોપારીમાં ચૂનો, કાથો, તંબાકુ, નાખી તેને હાથ પર બરાબર ઘસીને ગુટખા ખવડાવતા હતા.
  • લોકો તેને ખુબ પસંદ કરવા લાગ્યા. જોતજોતામાં લોકોને પપ્પાના હાથના બનેલા ગુટખાં પસંદ આવવા લાગ્યા. ધીમે ધીમે પપ્પાનો ગુટખા કાગળમાં પેક થઈને વેચાવા લાગ્યો.
  • વર્ષ 1989માં પપ્પા નોઇડા સેક્ટર-40 આવીને રહેવા લાગ્યા. અહીં સેક્ટર -06માં ગુટખા માટે તેમણે ફેક્ટ્રી નાખી અને લોકો તેમને ગુટખા કિંગ કહેવા લાગ્યા.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

રસપ્રદ સમાચાર ને બીજી અન્ય ઘણી ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી