અજાણી કિચન ટીપ્સ તમને બનાવશે “રસોઈની રાણી”

• રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.

• ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

• મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.

• પાંદડા યુક્ત ભાજી માં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

• પરાઠા બનાવતા પહેલા લોટમાં એક બાફેલુ બટાકુ અને એક ચમચી અજમો નાખી દો. પરાંઠા માખણથી શેકો. પરાઠાં કુરકુરા અને સ્વાદિષ્ટ લાગશે

• ગરમ પાણીમાં મીઠું નાખવાથી પાણી વધારે સમય સુધી ગરમ રહે છે.

• થર્મોસમાંથી દુર્ગંધ આવતી હોય તો છાશમાં મીઠું મિક્સ કરી એ મિશ્રણથી થર્મોસ સાફ કરો.

• લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.

• જ્યારે ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમાં મેંદામાં રવો નાંખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે.

• લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

• રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

• ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.

• મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.

• ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે

ટીપ્પણી