એક એવી હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી!

બાળકો માટે ની હ્રદય ની એક એવી હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી!!!

આ વાત છે છતીસગઢ ના નવા રાયપુર મા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે.

ઘણી હોસ્પિટલ માં મફત ઈલાજ થાય છે પણ થોડાઘણા પૈસા લેવાય છે. મિત્રો તમે વિચાર તો કરો કે આ હોસ્પિટલ માં તો કેશ કાઉન્ટર જ નથી બનાવવા માં આવ્યું!!! બાળકો માટે ની આ હોસ્પિટલ માં મફત સારવાર કરાય છે જેનો ચાર્જ ખાનગી હોસ્પિટલ માં ૩ થી 10 લાખ સુધી થાય છે!!!

અહી દેશ ના અલગ અલગ રાજ્યો સિવાય નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન અને બાંગલાદેશ થી પણ દર્દીઓ આવે છે. ઈલાજ તો મફત થાય છે પણ એ ઉપરાંત તેની સાથે આવેલા કોઈપણ એક જણ ને રહેવા ખાવાનું બધું જ મફત અપાય છે.

દરરોજ ના ૩ ઓપરેશન અહી થાય છે. હોસ્પિટલ ની ક્ષમતા 40 બેડ ની છે પરંતુ હોસ્પિટલ નું મેનેજમેન્ટ પણ એટલું જબરદસ્ત છે કે અહી હાલ માં પણ કોઈ વેઈટીંગ નથી.

૩ વર્ષ ના સમયગાળા માં 776 બાળકો ના સફળ ઓપરેશન થઇ ચુક્યા છે.
મિત્રો આ પોસ્ટ અચૂક શેર કરી દરેક લોકો ને આ હોસ્પિટલ વિશે જાણકારી આપો.

કદાચ કોઈ બાળક ની ઝીંદગી બચી જાય….

Address:

Sri Sathya Sai Sanjeevani Hospital
Sector 2, Naya Raipur,
Chhattisgarh, INDIA.
Email: [email protected]
Contact: +91 – 771 – 2970325 / +91 – 94242 – 07140

સાભાર – વિશાલ લાઠીયા (સુરત)

ટીપ્પણી