“ઉંધીયુ રોલ ચાટ” – બનાવો ઊંધિયાની એક નવી વેરાયટી …

“ઉંધીયુ રોલ ચાટ” (Undhiyu Roll Chat)

સામ્રગી-

  • સુરતી પાપડી ના દાણા..,
  • લીલી તુવેર ના દાણા…,
  • વરાળ થી બાફેલા શકરિયા….4 નંગ,
  • વરાળ થી બાફેલા બટાકા…4નંગ,
  • બ્રેડક્રમસ…જરૂર મુજબ,
  • કોર્ન ફલોર ની સલરી..,
  • તેલ…સેલો ફાય માટે,
  • સર્વીગ અને ગાર્નીશ માટે…સેવ,કોઠા ની ગળી ચટની ,લીલી તીખી ચટની ,દહી..,

રીત:

–પાપડી અને તુવેર ના દાણા માં અજમો ,મીઠુ નાખી વરાળ થી બાફી લેવાના
— બાફેલા શકરિયા ,બટાકા ને મેશ કરી લોટ જેવુ પેસ્ટ કરી ગોલા બનાવી લેવાના.
–હવે ગોલા ને હથેલી પર થેપી અંદર પાપડી તુવેર ના દાણી ભરી બંદ કરી રોલ બનાવી કૉનફલોર ની સલરી માં ડીપ કરી બ્રેડક્રમસ માં રગડોરી ગરમ તેલ માં સેલોફાય કરી લેવાના.પ્લેટ માં મુકી દહી ,તીખી ચટની ,ગળી ચટની સેવ થી ગારનીશ કરી સર્વ કરો…
— કોઠા ની ગળી ચટની…કોઠા ના પલ્પ ,ગોળ ,મીઠુ ,જીરૂ , મિકસ કરી મિકચર માં વાટો ..ગળી ચટની તૈયાર છે
— લીલા ધણા ,મરચા ,જીરૂ,મીઠુ ,નીબુ ના રસ ,સીંગદાણા મિકસ કરી મિકચર માં વાટો …તૈયાર છે તીખી ચટની

નોંધ…

ઉધીયુ રોલ ચૉટ.. ખાટી ,મીઠી તીખી , ચટપટી ,જાયકેદાર શિયાળા ની અવનવી વાનગી છે ,
–નાના મોટા બધા ને ભાવે એવી દિલખુશ મનપસંદ વાનગી છે.

રસોઈની રાણી – સરોજ શાહ …આણંદ

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે અને અલગ અલગ ટેસ્ટી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી