તુવેરના તોઠા – મહેસાણાની આ ફેમસ વાનગી…શિયાળા માં બધા ને ત્યાં એકવાર તો બને જ !!

બહુ ઓછા લોકોને આ રેસીપી વિષે ખ્યાલ હશે !! “તુવેરના તોઠા”

તુવેરના તોઠા એ નોર્થ ગુજરાત તથા મહેસાણી લોકોની લોકપ્રિય વાનગી છે. ખાસ શિયાળા માં મેહસાણા બાજુ ખેતરે અને વાડીએ આ વાનગી ના લોકો પ્રોગ્રામ કરતા હોય છે…!!

સામગ્રી :

1 કપ તુવેર
1 કપ ટમેટાનો રસો
1 ડુંગળી (સમારેલી)
½ કપ ભિની ડુંગળી
3 tsp આદુ મરચાની પેસ્ટ
3 tsp લસણ (minced)
1 ભીની ડુંગળી ગાર્નીશિંગ માટે
જરૂરિયાત અનુસાર પાણી

પકવવાની પ્રક્રિયા માટે :

1 tbsp તેલ
હિંગ એક ચપટી
½ tsp હળદર પાવડર
2 tsp લાલ મરચું પાવડર
1 tsp ગરમ મસાલા પાવડર
સોલ્ટ સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

૧. તુવેરને ૪-૫ કલાક સુધી પલાળી સારી રીતે ધોઈ કાઢો.

૨. કુકરમાં ૧ ગ્લાસ પાણી અને મીઠું નાખો. હવે, તુવેર નાખી ૩-૪ સીટી મધ્યમ ગેસ પર વાગવા દો. જુઓ, હવે તુવેર બરોબર સોફ્ટ થઇ ગઈ છે કે નહિ ? નહિ તો હજુ ૧-૨ સીટી થવા દો.

૩. ત્યારબાદ તેલને તપેલામાં ગરમ થવા દો. બાદ હિંગ, લીલું લસણ તેલમાં નાખો. લીલા લસણને સાંતરી તેમાં સુકી ડુંગરીને અને લીલા મરચાં અંદર નાખીને તેને બરાબર ચડવા દો. અને પછી આદુ અને લીલા ટામેલા નાખીને દસ મીનીટ તેને થવા દો. અને છેલ્લીવાર બાફેલી તુવેરને તપેલામાં નાખી તેને બરાબર હલાવો. અને પ્રમાણસર ગરમ મસાલા અને ગોળ સ્વાદ મુજબ નાખી પાંચ-દસ મીનીટ તેને ધીમા તાપે થવા દો. આપ રોટલા, બ્રેડ કે કુલચા સાથે આ રેસીપી માણી શકો છો !

રસોઈની રાણી : સ્મિતા પટેલ (મહેસાણા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી