લંચ કે ડિનર કોઇપણ સમયે તમે તેને ખાઈ શકો છો. આ સંપૂર્ણ હેલ્ધી વ્યંજન છે.

“તૂવેર-બટાટાનો સૂપ”

તૈયારીનો સમય 10 મિનિટ
રાંધવાનો સમય 45 મિનિટ
55 મિનિટમાં તૈયાર
છ લોકો માટે

– 1 ટેબલસ્પૂન એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ,
– 1 મધ્યમ કદની ડુંગળી, સમારેલી,
– 3 કળી લસણ, જીણું સમારેલું.,
– 1 ½ કપ ફ્રેન્ચ તુવેર (આખી તુવેર/કઠોળ તુવેર),
– 2 ડાળખાં સેલેરી, મધ્યમ સમારેલી,
– 1 મોટું ગાજર, મધ્યમ સમારેલું,
– 1 મોટું બટાટુ, મધ્યમ સમારેલું.,
– 1 મોટું તમાલ પત્ર,
– 6 કપ પાણી,
– 1 ટેબલસ્પૂન અજમાના પાંદડા,
– ½ કપ ફ્રેશ કોથમીર, સમારેલી,
– ½ ટી સ્પૂન મરી પાવડર,
– 1 ટી સ્પૂન મીઠું,

બનાવવાની રીતઃ

એક મોટા પેનમાં ઓલિવ ઓઇલ નાખો, તેમાં ડુંગળી અને લસણ નાખો થોડીવાર તેને સંતળાવા દો. તેને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી ડુંગળીની કીનારીઓ લાઇટ બ્રાઉન ન થઈ જાય.
હવે તેમાં તુવેર, સેલેરી, ગાજર, બટાટા, તમાલ પત્ર અને પાણી ઉમેરો. તેને એકવાર ઉકળવા દો અને હવે ફ્લેમ ધીમી કરી તેને બરાબર ચડવા દો. તેને 20 મીનીટ માટે ચડવા દો અથવા તો તુવેર નરમ ન થાય ત્યાં સુધી તેને ચડવા દો. પણ ધ્યાન રાખો કે તૂવર વધારે પડતી બફાઈ જાય નહીં. ફ્લેમ ધીમી જ રાખો.
જ્યારે બરાબર ચડી જાય ત્યારે તેમાં કોથમીર, મરી પાવડર અને મીઠુ નાખી બીજી 10 મિનિટ ચડવા દો. સર્વ કરતા પહેલાં તમાલ પત્ર કાઢી લો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી