તુવેર દાળની ઢોકળી તો તમે બનાવતા જ હશો. હવે બનાવો ઢોકળીની આ નવીન વેરાયટી..

મગ દાળની દાળઢોકળી

દરેક ગુજરાતીના ઘરમાં તુવેરદાલની દાળઢોકળી ખૂબ જ પ્રચલિત હોય છે. દાળઢોકળી ઘરમાં નાના મોટા બધા ને જ પસંદ પડે એવી ડીશ છે. આજે આપણે બનાવીએ મગ દાળ ની દાળઢોકળી… આ દાળઢોકલી ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં ખૂબ જ સરળ છે …. નવો સ્વાદ – નવો દેખાવ ..બઢિયાં હે 😉

સામગ્રી :

1 વાડકો મગની ફોતરવાળી દાળ,
1 મુઠીભર ચોળા,
3 વાડકા ઘઉં ની ઢોકળી,
સ્વાદ અનુસાર આમલી નું પાણી / લીંબુ રસ ,
મીઠું ,
2 ચમચી લાલ મરચું ,
1 ચમચી હળદર ,
2 ચમચી ઘી,
2 ચમચી તેલ ,
1 ચમચી જીરું,
1 2 લાલ સૂકા મરચા ,
1/2 ચમચી હિંગ ,
1/2 ચમચી ધાણાજીરું ,
1/4 વાડકો બારીક સમારેલી કોથમીર ,

રીત :

મગ દાળ અને

ચોળાને ધોઈ અલગ અલગ પાણીમાં 30 થી 40 મિનીટ માટે પલાળી લો.

ઘઉંની ઢોકળી બનાવા માટે 2 વાડકા ઘઉંનો લોટ લો. એમા મીઠું , લાલ મરચું, હળદર , અને 1 ચમચી તેલ ઉમેરી સહેજ કઠણ લોટ બાંધો. હાથમાં સહેજ તેલ લઇ આ લોટને બરાબર કુણવો..

લોટમાંથી થોડી મોટી અને બહુ જાડી ના હોય એવી ઢોકળી બનાવો.

આપ ચાહો તો સાદી દાળઢોકલીની જેમ વણી ને કાપી શકો પણ આ દાળઢોકળીમાં વાળેલી ઢોકળી જ સરસ લાગશે..

મોટા કુકરમાં ચોળા અને વાળેલી ઢોકળી પાણીમાં બાફી લો.

બાફવામાં મીઠુંને થોડી હળદર નાખવી… ધીમી આંચ પર 2 સીટી વગાડો. ત્યારબાદ કુકર ખોલી એમા પલાળેલી દાળ ઉમેરો અને ઉકાળવા દો.

દાળ ચાહો તો કુકરમાં પણ બાફી શકાય પણ ઉકાળેલી દાળનો સ્વાદ વધારે સરસ હોય છે . દાળ પલાળેલી છે એટલે ચડતા વાર નહીં લાગે. મીઠું જરૂર પ્રમાણે ઉમેરો..

નાની કડાઇમાં ઘી- તેલ ગરમ કરો. એમા જીરું, લાલ મરચાં, લીમડો, હિંગ લાલ મરચું ઉમેરી દાળઢોકળીને વઘારો.

બધુ મિક્સ કરો. સ્વાદ અનુસાર લાલ મરચુ ઉમેરી શકાય. ધાણાજીરું ઉમેંરી આમલી પાણી / લીંબુ નો રસ ઉમેરો… કોથમીર ઉમેરો. સરસ મિક્સ કરી સિજવા દો.

વધુ કોથમીરથી સજાવટ કરી ગરમ ગરમ પીરસો.

રસોઈની રાણી : રુચી શાહ

દરરોજ અવનવી રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી