તુવેર દાળની ચટણી – સ્વાદ થોડી તીખી છે રોટલી ને પરાઠા સાથે ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ટ્રાય કરો

તુવેર દાળની ચટણી
ગુજરાતીઓ ને અથાણાં અને ચટણી ઘણા પ્રિય હોય છે. આજે આપણે એવી જ એક ચટણી જોઈશું જે આપ રોટલી , પરોઠા કે ગરમ ભાત સાથે પીરસી શકશો. સ્વાદ થોડી તીખી એવી આ તુવેર દાળ ની ચટણી , એક વાર ટ્રાય જરૂર થી કરજો.

સામગ્રી :
 • 1/2 વાડકો તુવેરની દાળ,
 • 1/2 વાડકો તાજું ટોપરું,
 • 1 ચમચી જીરું,
 • નાનો આમલીનો ટુકડો,
 • ચપટી હળદર,
 • 6 થી 7 લાલ સૂકા મરચા,
 • મીઠું.
વઘાર માટે
 • 1/2 ચમચી તેલ,
 • 1/2 ચમચી રાઈ,
 • 1/2 ચમચી અડદ ની દાળ,
 • થોડા લીમડા ના પાન,
 • 1/4 ચમચી હિંગ.
રીત : 
 
સૌ પ્રથમ તુવેર દાળ ને ધીમી આંચ પર શેકી લો … બાકી જી બધી સામગ્રી તૈયાર કરી.લો. ટોપરા ના નાના ટુકડા કરી લો. 
મિક્સર માં સૌ પ્રથમ ટોપરા ને ક્રશ કરી લો. આમ કરવા થી ટોપરુ એક સરખું વટાશે. બાકી ની બધી સામગ્રી ઉમેરો અને એકદમ સ્મૂધ ચટણી બનાવો. જરૂર મુજબ પાણી ઉમેરવું.
 નાની કડાય માં વઘાર માટે તેલ ગરમ કરો. હવે એમાં અડદની દાળ અને રાઈ ઉમેરો. દાળ બ્રાઉન થાય એટલું શેકવું. ત્યારબાદ એમાં હિંગ અને લીમડાના પાન ઉમેરી આ વઘાર ચટણી ઉપર પાથરો. 
 
આ ચટણી આપ ફ્રીઝ માં 1 અઠવાડિયા સુધી સાચવી શકો છો. આશા છે પસંદ આવશે. 

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી