આજે રવિવારે ટ્રાય કરજો એક અલગ પ્રકાર ની ખીચડી “ટમ ટમ ખીચડી”….આંગળા ચાટતા રહી જશો..

ખિચડી બોરિંગ લાગે છે ? તો આ વખતે જરૂર થી ટ્રાય કરો…Rups in the kitchen ની “ટમ ટમ”ખીચડી!

સામગ્રી :

(1)1/2 કપ તુવેર દાળ
(2)1/2 કપ મગ ની ફોતરા વાળી દાળ
(3)1/2 કપ મોગર દાળ
(4)1/4 કપ ચણાની દાળ
(5)1/2 કપ ચોખા
( આ રેસીપી માઁ દાળ નુ પ્રમાણ ચોખા કરતા વધારે છે )
(6)2 મિડીયમ ટામેટા
(7)1 નંગ કાંદો
(8)1/2 કેપ્સીકમ
(9)1 ટી સ્પૂન આદું -મરચા ની પેસ્ટ
(10)1 ટી સ્પૂન લસણ ની પેસ્ટ
(11)1 ટી સ્પૂન મરચું પાવડર
(12)1 ટી સ્પૂન હળદર
(13)1 ટી સ્પૂન ધાણાજીરુ
(14)1 ટી સ્પૂન રજવાડી મસાલો
(15)1 ટી સ્પૂન મેથિયો મસાલો
(16)ચપટી હિંગ
(17)1 ટી સ્પૂન શાહી જીરુ
(18)1 તજ
(19)2 લવિંગ
(20)2 ટે સ્પૂન તેલ અથવા ઘી

સર્વ માટે :
ઘી અથવા બટર

રીત :

કાલે બહાર રેસ્ટોરન્ટમા ખંખેર્યા ?? તો ચાલો ત્યારે આજે ઘરના સભ્યોને કહીદો…આજે મેનુમા ટમટમ ખીચડીછે ! બિન્દાસ …(બધાનુ પેટ પણ સારુ રહે અને તમને થોડુ ઓછુ કામ!?) ટમટમ નામ કેમ આપ્યુ ?
બસ તમે ખીચડી બનાવીને ખાવ, એટલે જવાબ મળી જસે હોને !?

(1)તો પેહલા બધી દાળ અને ચોખા ને ધોઈ,થોડી વાર પલાળી રાખો.ત્યાંસુધી કાંદા, ફૂલેવર, ટામેટા અને કેપ્સીકમ જીણા સમારી લેવા.( ફ્રીજમા જે શાક રખડતું હોય તે વાપરી લેવું ?)

(2)હવે ખીચડીના દાળ-ચોખામાં હળદર,મીઠું,ચપટી હિંગ નાખી તેની કૂકર માઁ સાદી ખિચડી બનાવી લો…( કૂકરની સિટી ઓ વગાડવાની જવાબદારી સૌ સૌની…પાછુ પૂછતા નહીઁ કે પાણી કેટલુ ??)

(3)હવે કડાઇ માઁ ઘી મુકો.તેમાં તજ ,લવિંગ, શાહી જીરુ નાખો…આહાહા મસ્ત ખુશ્બૂ…વઘારની !

 

(4)પછી તેમા કાંદા,ટામેટાં, કેપ્સિકમ ફૂલેવર અને વટાણાને ઉમેરો .તેમાં આદું -મરચા ની પેસ્ટ તેમજ લસણ ની પેસ્ટ ઉમેરો.બધાં સુકા મસાલાઓ અને સ્વાદ મુજબનુ મીઠુ (ખીચડીમા આપણે already મીઠુ નાખ્યુછે) ઉમેરી તેને ખૂબ સૌતે કરો અને શાક ચઢી જાય ત્યાંસુધી ધીરજ રાખો !

(5)તેમાં તૈયાર સાદી ખિચડી ઉમેરી એકદમ મિક્ષ કરી લો .બધા મસાલા ખિચડી સાથે સરસ મિક્ષ થઇ જાય પછી તેને બટર અથવા ઘી સાથે ગરમા ગરમ સર્વ કરો. (ઘરના બધા સભ્યોને બોલાવી જ દેજો એક તો ઠંડી ખીચડીમા મજાના આવે અને બીજુ કે અસલી મજા તો SAB કે સાથ હે !)

#રજવાડી અને મેથિયો મસાલો આ ખિચડી ને નવો સ્વાદ ને સુગંધ આપશે..ટ્રાય અચૂક કરજો …
ચાલો બાય ?

Recipe By – RupsInTheKitchen, (રૂપા શાહ, ઓસ્ટ્રેલીયા)

આપ સૌ ને આ ખીચડી નું વેરિયેશ કેવું લાગ્યું ? અચૂક કોમેન્ટ માં કેજો…!!

ટીપ્પણી