“તુલસી સૂપ”- સ્વાસ્થ્ય માટે ખુબ લાભ કરશે બનાવો… ખુબ સરળ રીત…

તુલસી સૂપ (Tulsi Soup)

 

સામગ્રી:

30-35 તુલસીના પાન
1 મિડીયમ લીલું મરચું
પોણા ઇંચ આદું
સંચર
લિમ્બૂનો રસ
તુલસીના માંજર

રીત:

– સૌ પ્રથમ તુલસીના પાન અને માંજરને ધોઈ લેવા.
– પછી મિક્ષર જારમાં તુલસીના પાન, મરચા, આદું લઈ 1/2 વાટકી પાણી ઉમેરી પીસી લેવું.
– પછી એક બાઉલમાં ગાળી લેવું.
– 500 મિલિ પાણી ઉમેરી ઉકળવા મૂકવું, 400 મિલિ પાણી જેટલું થાય એટલે ગેસ બંધ કરી દેવો.
– પછી સંચર અને લિમ્બુનો રસ જરૂર મુજબ ઉમેરી માંજર ભભરાવીને સર્વ કરવું.(મરી પાઉડર પણ ઉમેરી શકાય)
– તો તૈયાર છે તુલસીનો સૂપ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ સુપની રેસીપી તમારી મિત્રો સાથે અને લાઇક કરવા કહો અમારું પેજ.

ટીપ્પણી