આંખના ચશ્મા દૂર કરવાના રામબાણ નુસખા….જો આટલું ધ્યાન રાખશો તો થશે ઘણા ફાયદાઓ..

 

ઘી, બદામ, કેળાનો આ રીતે કરો USE, ઉતરી જશે વર્ષોથી લાગેલા ચશ્મા….

જનહિતમાં શેર જરૂર કરજો….

નાની ઉંમરમાં જ ચશ્મા આવી જવા આજકાલ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ સમસ્યાથી પરેશાન લોકો તેને મજબૂરી માનીને હમેશાં માટે અપમાની લે છે. પરંતુ આ એક ભ્રમ છે કે એકવાક ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી શકતા નથી. આંખો પર ચશ્મા આવવાનું મુખ્ય કારણ આંખોની સારી રીતે દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની ખામી અથવા અનુવાંશિક કારણ હોય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક દેશી નુસખા જેને અપનાવીને તમે ચશ્માથી મુક્તિ મેળવી શકો છો.

 

તમારી આંખના ચશ્મા દૂર કરવાના રામબાણ નુસખા જાણવા આગળ વાંચો…1013863_235568013282380_1963361613_n

-બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.

-આંખોને દરેક પ્રકારના રોગ જેવા કે પાણી પડવું, આંખો આવવી, આંખોની દુર્બળતા વગેરે થાય ત્યારે રાત્રે આઠ બદામ પલીળીને સવારે પીસીને પાણીમાં મેળવીને પી જાઓ. તમારી સમસ્યાઓ દૂર થવા લાગશે.

-કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી આંખોની રોશની પાછી આવી જાય છે અને આંખોનું તેજ વધે છે.

-એક ચણાના દાણા જેટલી ફટકડીને સેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાંખીને રોજ રાતે સૂતી વખતે આ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખમાં નાંખો સાથે જ પગના તળિયા ઉપર ઘીની માલિશ કરો, તેનાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે.

-કેળા અને શેરડી ખાવી આંખો માટે ગુણકારી માનવામાં આવે છે. જો તમને આંખો સંબંધી કોઈપણ સમસ્યા રહેતી હોય તો શેરડીનો રસ પીવો જોઈએ. આ સિવાય દરરોજ એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પીવાથી જીવનભર નેત્ર જ્યોતિ ટકી રહે છે.

-પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂઓ. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દૂર થઈ જશે અને આંખોના ચશ્મા ઉતરી જશે.

-આમળાને અમૃત ફળ માનવામાં આવે છે. અમૃત અનેક રોગો માટે ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આમળા આપણા સ્વાસ્થ્યની સાથે આપણી આંખો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આંખોનું તેજ જાળવી રાખવા આમળાનું સેવન કરવું જોઈએ સાથે જ આમળાના પાણીથી આંખો ધોવાથી અથવા આંખોમાં ગુલાબજળના કેટલાક ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહે છે.

-ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણીથી આંખો ધોવાથી નેત્ર જ્યોતિ વધે છે. સાથે જ તેનાથી નાક, કાનના બધા રોગો દૂર થાય છે.

-લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્ષ કરીને એક-એક કલાકના અંતરેથી આંખોમાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોની જ્યોતિ તેજ થાય છે.

-એક ચમચી પાણીમાં એક ટીપુ લીંબુનો રસ નાંખીને બે-બે ટીપા કરીને આંખોમાં નાંખો, તેનાથી આંખો સ્વસ્થ રહેશે.

-રોજ દિવસમાં કમ સે કમ બે વાર પોતાની આંખો ઉપર ઠંડા પાણીના છાલક જરૂર મારવી જોઈએ.

1 થી 2 ગ્રામ સાકર તથા જીરાને 2થી 5 ગ્રામ ગાયના ઘીની સાથે ખાવાથી તથા લેંડીપીપરને છાંશમાં ઘસીને આંજવાથી રતાંધણાપણામાં ફાયદો થાય છે.

-ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો. પાણી વધુ પીવો. પાણીની ખામીથી આંખો ઉપર સોજા જોવા મળે છે. સૂવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. એમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે.

-કાળી તુલસીના પાનનો રસ બે-બે ટીપા 14 દિવસ સુધી આંખોમાં નાંખવાથી રતાંધણાના રોગમાં લાભ થાય છે. આ પ્રયોગથી આંખોની પીળાશ પણ દૂર થાય છે

-હળદરની ગાઠને તુવર દાળમાં ઉકાળીને, છાયડામાં સૂકવીને, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલા દિવસમાં બેવાર આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની લાલાશ દૂર થઈ જાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

રાત્રે સૂતી વખતે દીવેલ અથવા મધ આંખોમાં નાખવાથી આંખોની સફેદી વધે છે.

-બિલિપત્રનો 20 થી 50 ગ્રામ રસ પીવાથી અને 3-5 ટીપા આંખમાં કાજળની જેમ લગાવવાથી રતાંધણાપણુ દૂર થઈ જાય છે.

-ગુલાબ જળમાં ભીંજવેલ રૂનું પૂમડું આંખો ઉપર એક કલાક બાંધવાથી ગરમીથી થતી પરેશાનીઓમાં તરત જ આરામ મળી જાય છે.

સૌજન્ય : દીપેન પટેલ 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block