શું સૌથી મોટી સમસ્યા ડીપ્રેશન છે ?? તમને શું લાગે છે ??

અત્યારના સમયમાં જોઈએ તો આજ કાલ દરેક વ્યક્તિ ડીપ્રેશનનો ભોગ બનતી જ હોય છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત પર અપસેટ રહેતી જ હોય છે. જ્યાં જોવો ત્યાં એવું જ સંભાળવા મળશે કે , હું આજે અપસેટ છું. અથવા એમ પણ સંભાળવા મળશે જ કે, હું થોડા સમય પહેલાં અપસેટ રહેતી હતી હમણાથી થોડું સારું છે. સાચું ને મિત્રો ?

હા, કેમ નહિ સાચું જ હશે, કદાચ આપણે પણ કોઈને કહ્યું જ હશે. ખેર છોડો આપણે એ નથી જાણવું કે કોણ ડીપ્રેશનનો શિકાર છે. એ તો આપણે બધા જ જાણીએ છીએ કે ડીપ્રેશન એ ગંભીર સમસ્યા છે. એનાથી વ્યક્તિની પ્રગતી અટકી જાય છે. એનાથી વ્યક્તિનો જીવન વિકાસ શૂન્ય તરફ ગતિ કરે છે. આપણે સૌએ સાથે મળીને આ સમસ્યા સામે પડકાર ફેકવાનો છે.

સૌ પ્રથમ તો આ ડીપ્રેશન આવાવાનું કારણ જાણવું પડશે. કારણને સમજીને એનું નિરાકરણ પણ આપણે જ લાવવું પડશે.આપણે એ તો સમજવું જ પડશે કે ડીપ્રેશન એ કોઈ શારીરિક બીમારી નથી પણ માનસિક બીમારીનું મૂળ છે. એટલે સૌ પ્રથમ તો ડીપ્રેશનને દૂર કરવા માટે આપણે માનસિક રીતે સ્વસ્થ બનવું પડે. મનનો મેલ દૂર થાય તો જ સારા, સુંદર ને સ્વસ્થ વિચારો આવે. એટલે આપણે પોતે જ આપણા મનનો મેલ દૂર કરવો પડશે.

જેમ કપડા પરનો મેલ દૂર કરવા સારામાં સારા સાબુનો ઉપયોગ થાય છે તેવી જ રીતે માનસિક શુધ્ધે માટે પોઝીટીવ વિચારોનો જ ઉપયોગ થાય છે.
કોઈપણનો ચહેરો જોશો એટલે એ ચહેરા પર રહેતો ભાર સ્પષ્ટ દેખાઈ આવે છે. જાને એવું લાગે કે આ વ્યક્તિ આખી દુનિયાની ચિંતા લઈને જીવી રહ્યો છે.

શા માટે એવી ખોટી ચિંતા કરવાની ??
ચિંતાનું કારણ બીજું કશું જ નથી. બસ ખાલી ખોટો દેખાવ કરવાનો શોખ. અત્યારે 90% લોકો દેખા દેખીમાં જ જીવી રહ્યા છે. જો કોઈ પાડોશીના ઘરે ગાડી લેવામાં આવે તો મનમાં ૧૦૦ વિચારો આવશે. એને ગાડી લીધી. મારો બેટો કેવો નશીબદાર છે. મારા એવા નશીબ ક્યાંથી. આમ વિચારી વિચારીને આઠ દિવસ સુધી તો પુરતી નીંદર પણ નહિ કરે. સતત પડોશીની જ ચિંતા કર્યા કરશે.

પણ શા માટે એવી કોઈની ખોટી નિંદા કરવાની ?? એને એનું સપનું હતું કાર લેવાનું તો એને મહેનત કરી હશે. એને કાર કઈ ઉપરથી તો નહિ જ ટપકી હોય ને ? કહેવાનો મતલબ એટલો જ કે આપણે હજી બીક લેવાના સપના નથી જોઈ શકતા અને કાર લેવાની ગાંઠ મનમાં બાંધી લઈએ છીએ. પછી જયારે આપણા જ પડોશીનાં ઘરમાં જો આપણા કરતા પહેલાં એ વસ્તુ આવે એટલે આપણા સ્ટેટસને હાની પહોચી હોય એવું જ સતત કૈક મનમાં ખૂચ્યાં કરતુ હોય છે અને પછી સગવડતા ણ હોય તો પણ હપ્તે એ વસ્તુ લઈએ છીએ. ત્યારે જ શરૂ થાય છે કઠણાઈની. આમદની અઠની ને ખર્ચો રૂપિયાનો, આવું જ કૈક થાય ને પછી એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.

મહિનાની સેલેરી હોય છે ૩૦,૦૦૦૦. ને એમાય ગાડીનો હપ્તો, ઘરનો હપ્તો, સુખ સગવડના સાધનોના હિસાબે વધી જતો ખર્ચો, દેખાદેખીમાં વધતો વધારાનો ખર્ચ આ તમામ ખર્ચનો જો સરવાળો કરવામાં આવે તો મહિનાનો ખર્ચ ત્રીસની જગ્યાએ પુરા ૫૦,૦૦૦ થશે જે આવક કરતા વીસ હજાર વધી જતા હોય છે. બસ, આ તબક્કાથી જ વ્યક્તિને એનું જીવન બીજ રૂપ બનવા લાગતું હોય છે. ને અહિયાથી જ શરૂઆત થતી હોય છે ડીપ્રેશનની.

આ તો જે કોમન વાત છે એ જ કરી જે આપણે સૌ જાણતા જ હતાં. એ સિવાય પણ એવા ઘણા બધાં વિચારોનાં વમળમાં ફસાયા હોઈએ છીએ જેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જ નથી. કોઈને પદની ચિંતા તો કોઈને પૈસાની ચિંતા. કોઈ પાસે પુષ્કળ પૈસો છે તો એની ચિંતા એનું શું કરવું ક્યા વાપરી શકાય. તો વળી કોઈને સબંધોની સાર્થકતાની ચિંતા હોય છે. જેને જોવો એ કોઈને કોઈ પ્રકારે સતત ચિંતામાં જ રહ્યા કરે છે.
બધાના મનમાં એક જ પ્રશ્ન, શું થશે? એ પ્રશ્નના દબાણ નીચે બધા એવા દબાઈ ગયા છે કેકોઈ જ અને કંઈ જ ‘ કુદરતી ’ લાગતું જ નથી હોતું.

ખરેખર જોઈએ તો કુદરતે કેટલી સરસ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ કોના માટે ? શું એમાં કુદરત જ રહે છે?? નાં એ સર્જન એને આપણા માટે કર્યું કારણકે આપણે કુદરતના ખોળે મન મૂકીને જિંદગીને માણી શકીએ. ને એક આપણે છીએ જે કુદરતી છે એ જોતા નથી ને કૃત્રિમ સર્જન પાછળ આંધળા બનીને દોડ્યા કરીએ છીએ. પછી, ભલેને અથડાઈને પટકાતા હોઈએ. પણ , ખોટી કલ્પના પાછળ દોડવાનું તો ખરા જ નહિ ? .

આમ જોઈએ તો ખરેખર વર્તમાનમાં જીવતા શીખવું પડે.આપણે એટલાં બધા ડીપ્રેશનમાં આવી જતા હોઈએ છીએ કે, વર્તમાન શું છે ? એ આપણે કોઈ જાણી જ શકતા નથી. કાં’ તો કોઈનાં ગમમા ભૂતકાળમાં અટવાઈ જતા હોઈએ છીએ અથવા તો ખોટી કલ્પનાના વિચારોમાં ભવિષ્યને મનાતા રહીએ છીએ. આ એક કડવું સત્ય છે જેનો કદિ કોઈ સ્વીકાર ક્યારેય નહિ કરે..

કાં ‘ પછી સતત કોઈને કોઈ ડરમાં જ જીવ્યા કરશે. પણ આ જીવન તમારું છે, તમે જે ઈચ્છો એ બધું જ કરી શકવા સક્ષમ છો. તો પછી જીવનમાં ડરને સ્થાન શા માટે?

જે નજર સમક્ષ છે એ જ જીવન છે. જે દેખાય છે એ જ જીવનનું સત્ય છે. હંમેશા સત્યને સ્વીકારીને ચાલો. એકબીજા પાસેથી અપેક્ષાઓ ઓછી રાખો, જેવો છે તેવો જ એ વ્યક્તિનો બિન્દાસ સ્વીકાર કરો અને તેના પર વિશ્વાસ મુકો. તેનાથી તમારા જીવનની સુખ શાંતિમાં તો વધારો થશે જ સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. તમારા જીવનમાં ક્યાય વલોપાતને સ્થાન નહિ જ મળે એ તો નક્કી જ છે. ને ડીપ્રેશન તો તમારાથી પાંચ ગાવ દુર ભાગશે.

મિત્રો , ડીપ્રેશન એ કોઈ સમસ્યા છે જ નહિ.

માટે મનથી મક્કમ બનીને આ ડીપ્રેશનને દૂર કરવા આપણી પાસે રહેલી પોઝીટીવ શક્તિનું બાણ એકવાર ચડાવી તો જૂઓ. ને પછી જોવો એ ડીપ્રેશનનો કેવો વધ કરે છે.

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક વાત જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી