તમારા મતે સંબંધ એટલે શું? તમે સહમત છો અમારી સાથે.. કોમેન્ટમાં અચૂક જણાવજો…

“સંબંધ”

સંબંધ એટલે શું ?

આમતો સંબંધ વિશે શું લખું ? સૌ પોત પોતાની રીતે એને અભિવ્યક્ત કરીને સમજે છે. જાણે છે એ શું છે એ , સંબંધની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે સીમા નથી હોતી તે ખરેખર અનૂભૂતિ અને આત્મા સાથે જોડાયેલી કડી છે તેમ મને લાગે છે, જો કોઈપણ સંબંધમાં આપણને દોષ જણાય તો તે આપણી સમજ શક્તિનો અને દ્રષ્ટિનો જ હોય છે . સંબંધોને જ્યારે આપણે નક્કી કરવા લાગીએ છીએ ત્યારે તેમાં થોડો દોષ નો પણ સમાવેશ થાય છે.

“ સંબંધ એટલે એક એવાં પ્રકારની લાગણીનો અનુભવ જેમાં વ્યક્તિને વ્યક્તિ પ્રત્યેની એવી લાગણીનો અહેસાસ જેમાં લેવું નહીં પણ આપવું” .

“સંબંધ એટલે એકબીજાની ખુશી માટે જતું કરવાની ભાવના સાથે સમર્પણનું એક કર્તવ્ય “ .
આમ જોવા જઈએ તો વ્યક્તિનાં જીવનમાં સંબંધનાં બહું બધા પ્રકારો રહ્યાં છે. જેમકે માતા પિતા ને એનાં સંતાનો વચ્ચેનો , દીકરી – જમાઈનો , બોસ અને એમ્પ્લોઈનો , પ્રેમી ને પ્રેમિકાનો , પતિ –પત્નીનો અને શિક્ષક – વિધ્યાર્થી વચ્ચેનો .આ બધાની વચ્ચે રહેલ લાગણીને કહેવાય છે ખાલી સંબંધ. પણ એ બધાં જ સંબંધોની અંદર રહેલી લાગણીમાં ખુબ તફાવત છે.

કોઈ સંબંધમાં સ્વાર્થ છૂપાયેલ હોય છે. તો કોઈ સંબંધમાં પ્રેમ.વ્યક્તિને જીવન જીવવામાં સંબંધો જ ઉપયોગી થતા હોય છે. ક્યારેક એવું પણ બને કે ન ગમતું હોવા છતાં પણ સમાજને ખાતર આપણે ચુપચાપ એ સંબંધ નિભાવતા હોઈએ છીએ . સાચું ને ? પણ કેમ ? એકવાર તમારા મનને પૂછ્જો . જવાબ મળશે કે આ સમાજ માટે , મારા માં- બાપ માટે , કે મારા પરિવાર માટે અથવા તો એવો પણ જવાબ મળી શકે કે એક ઋણ છે એનું જેના હિસાબે એ સંબંધ ક્યારેય ન તુંટે.

આમ જોઈએ તો કોઈ એક સંબંધ એવો હોય છે જેનાં માટે આપણે ન ગમતાં અનેક સંબંધમાં જોડાયેલા રહેવું પડે છે.
મિત્રો આનું નામ જ સંબંધ છે. એ જ એની સાચી વ્યાખ્યા .

આમ જોઈએ તો સાચો સંબંધ શું છે ? એની સમજણ આપણને મહાભારત પરથી જ ખ્યાલ આવી જાય છે. એમાં સ્વાર્થ , લાગણી , સ્નેહ , લંપટ , નિસ્વાર્થ , ત્યાગ , કુટુંબ … વગેરેના સંબંધો અનેક પાત્રો દ્વારા આપણે સરળતાથી સમજી શકાય એવાં ભિન્ન ભિન્ન પાત્રો છે. એમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંબંધ એ ઉતમ સંબંધનાં ઉદાહરણ તરીકે લઈ શકાય છે.

ઘણા સબંધો એવા હોય છે જેની ક્યારેય કોઈએ કલ્પના પણ નથી કરી હોતી. ના લોહીનાં સબંધ કે ના એમાં કોઈ સ્વાર્થ હોય છ્તાં પણ કશું કહ્યાં વગર ભીતરની વ્યથા, ભીતરની આશ ખાલી જોઈને જ સમજી જતાં હોય છે. અને એની ખુશી માટે ગમે તે કરવા તૈયાર હોય છે. આવી મિત્રતા પણ અત્યારે જોવા મળે છે.

ન કોઈ વાર્તાલાપ કે ન કોઈ ચેષ્ટા કે પછી ન તો માન – સન્માનની કોઈ આશ. બસ, મૌનની ભાષા સમજી જતા હોય છે. ખાલી એક મૌન અનેક યુગોની ઝંખના સમજી શકનાર એ વ્યક્તિને કેવાં સબંધો હશે ? એવો વિચાર આવે ? રાઈટ ? .
એ સંબંધની વ્યાખ્યા જો સમજવી હોય તો કૃષ્ણ ને સુદામાની મિત્રતા પહેલા સમજવી પડે , શબરીની ભક્તિ અને એની શ્રધ્ધાને સમજવી પડે. રામાયણમાં મૌનમાં પણ વિયોગની ગાથા રજુ કરતી ઉર્મિલાની એ વિરહ વ્યથાને જાણવી જોઈએ. ત્યારે ખ્યાલ આવે કે સંબંધો સાચવવા માટે ખાલી વ્યવ્હારની રીત જરૂરી નથી. અમુક સંબંધોમાં મૌનની ભાષાપણ સમજવી જોઈએ .

પરંતુ જેમ જેમ સમય જાય છે. તેમ તેમ સંબંધોમાં ફેરફાર થાય છે. સમય જતા એ જ વ્યક્તિ હોય એજ ભાવ હોય કે પછી એ જ રીલેશન હોય એમાં આપોઆપ પરિવર્તન આવતું જાય છે.

આનું ઉતમ ઉદાહરણ જોઈએ તો સમજાશે . જેમ પતિ – પત્ની સગાઈ થાય છે ત્યારે કોલ પર કે મેસેજ થી એક્બીજા વચ્ચે પ્રેમ છે . એ ને અભિવ્યક્ત કરવા “ I Love You “ કહે કે સામે તરજ જ જવાબ મળે છે. ખુબ જ આનંદીત થઈને” I Love You too jaanu “ ત્યારબાદ આજ બન્ને વ્યક્તિનાં લગ્ન થાય છે. ત્યારે “ I Love You “ કહે છે. ત્યારે સામેથી જવાબમાં થોડો વિલંબ થાય છે. ને જવાબમાં ખાલી “ Love You “ જ સંભળાશે.હવે સમય જાય છે. પાંચ વર્ષ લગ્નને થઈ જાય છે. પત્ની એનાં પતિને “ I Love You “ કહે છે. તો સામેથી તરત જ જવાબ મળ્યો . બોલને તારે શું જોઈએ છે. હવે લગ્નનાં પંદર વર્ષથયા પછી પત્ની એનાં પતિને “ I Love You “ કહે છે. જવાબ મળે છે. કે આ ઉંમર છે. હવે પ્રેમ કરવાની ? શું તુ પણ મન ફાવે એમ બોલે છે.

મિત્રો કહેવાનો મતલબ એ જ કે સંબંધોમાં ક્યારેક કોઈ સ્વાર્થ નથી હોતો. પણ જેમ જેમ સમય જાય છે. એમ એમ એની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. બસ,સંબંધ કોઈ પણ હોય , જેવા પણ હોય , એ આ પતિ – પત્નીનાં સંબંધ જેવા જ હોય છે. એમાં લાગણીઓ ,સ્નેહ, પ્રેમએબધું એટલું જ રહેલું હોય છે. ખાલી એની અભિવ્યક્તિમાં બદલાવ આવતો હોય છે.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી સંબંધોની જાણવા જેવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી