“સહિયારું સુખ” દરેક પતિ પત્નીએ એકબીજાને સમજવાની જરૂરત છે… વાંચો ખુબ સુંદર વાર્તા….

“સહિયારું સુખ”

લગભગ રાતનાં બે વાગ્યાં હશે….અચાનક જ મીતાની આંખ ખૂલી જાય છે.અડધા ખૂલેલાં પોપચાંને પૂર્ણ ખોલવાનો પ્રયાસ કરતી મીતાએ બેડ પર હાથ ફેરવ્યો….હાથ ફેરવતાં જ ખાલી જગ્યા જ છે…એવો અહેસાસ થતાં જ મીતાની પરાણે અડધી ખુલેલી આંખો એકદમ આશ્ચર્ય ને કેટલાંય પ્રશ્નો સાથે ખુલી જાય છે.

ફટાફટ કપડાં વ્યવસ્થિત કરી એ વિકાસને ગોતવા રીડીંગ રૂમમાં જાય છે. ત્યાં પણ ધોર અંધકારમાં એકલા પુસ્તકો સિવાય કોઈ દેખાયું નહિ….ડ્રોઈંગ રૂમ, ફળિયાનો હિચકો એ બધી જગ્યાએ જોઈ આવી પણ એને ક્યાય વિકાસ દેખાયો નહિ. હવે એ મૂઝાઇ આખારે આટલી રાત્રે કહ્યાં વગર વિકાસ જાય તો ક્યા જાય…ત્યાં અચાનક જ તેનાં પગ સીડી ચડવા લાગ્યાં…ટેરેસ પર પહોચીને જોવે છે તો આછાં ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત ગગનને અવિરત નજરે નિહાળી રહેલો વિકાસ જોયો.

આ જોઈ એ એકદમ ચૌકી જાય છે. જે વિકાસને એ.સીની ઠંડી હવાની આદત છે. ભૂલથીપણ કુદરતી હવા એને કોઠે ના પડે. કુદરત શું છે? એ જેણે જાણવાનો કે સમજવાનો પણ પ્રયત્ન નથી કર્યો…એ વ્યક્તિ આજે સંપૂર્ણ મૌન થઈ કુદરની એક એક પળને માણીરહ્યો હતો….એ પણ એકાંતમાં, ચોરીછૂપીથી.

કેટલાંય પ્રશ્નો સાથે મીતા ચૂપચાપ જેવી રીતે સીડી ચડીને આવી હતી. એવી જ રીતે ચૂપચાપ ઉતરી ગઈ. પણ મનમાં કેટલાંય પ્રશ્નો લઈને આવી હોવાથી એને નીંદર ન આવી. આખી રાત પડખાં ફેરવ્યા કર્યા…..લગભગવહેલી પહોરના ચાર વાગ્યે વિકાસ રૂમમાંઆવી. એકદમ શાંતિથી સુઈ જાય છે. મીતા સુઈ રહી છે એવો ઢોગ કરી પડખું ફેરવી સુઈ રહી.

સવાર પડતાં જ મીતા એનાં કામમાં પરોવાઈ જાય છે. એને થયું કે એવી કોઈ વાત તો છે જ જે વિકાસ મને કહેવાં નથી માંગતો. એવું તે શું બન્યું હશે? કદાચ ગામડે રહેતાં મમ્મી- પપ્પાની કોઈ વાત હશે? શીલાબેન – બિપીનકુમારનીવચ્ચે કોઈ પ્રોબ્લમ થયો હશે? મોટાંભાઈ-ભાભીએ કશું કહ્યું હશે? વિકાસને કોઈ ગર્લ ફ્રેન્ડ હશે? અથવા વિકાસ કોઈની વાતમાંઆવીને ફસાઈ તો નહિ ગયો હોયને? આવાં કેટલાંય પ્રશ્નો સાથે મીતાએ પરાણે પરાણે ઘર કામમાં મન પરોવી દિવસ પસાર કર્યો.

હવે આ જ ક્રમ રોજનો બની ગયો હતો…ખબર નહિ આ બધું ક્યારથી ચાલુ હશે. પણ, આ ક્રમની ખબર પડી એનેય આજે ત્રણ ત્રણ મહિનાઓ થયાં હોવાં છતાં. વિકાસે હજી મને કેમ કશું કહ્યું નહિ! શું એ મને એની જીવનસાથી નહિ માનતો હોય? મને હજી ખ્યાલ છે કે, વિકાસને કોઈ પણ વાત હોય મને કહ્યાં વગર નથી જ ચાલતું. તો એવી તે કઈ વાત છે જે હજી સુધી મને નથી કહી? હવે તો મને મારા પત્નીપણા પર પણ શક જાય છે! હુંમારાપત્નીધર્મમાંખરીનઉતરીએવાતતોસાબિતથાયજછે. નક્કીમારાપ્રેમમાંજકોઈખોટ હોવી જોઈએ.મનથી દુઃખી મીતા હવે થોડી નેગેતિવિટી તરફ ઢળવા લાગી. એનાં મનમાં જૂદા જ વિચારોના વાયરાઓ ફંટાયા.

હવે મીતાએ તેનાં વિચારોના વાયરાને નવી જ દિશામાં વાળ્યા. વિકાસની ઓફીસમાં તપાસ કરી, વિકાસના બધા જ ડ્રોઅર ચેક કર્યા, તેનાં બેન્ક એકાઉન્ટની તમામ માહિતી મેળવી. પણ અફસોસ!….મીતા નિષ્ફળ રહી.

એક દિવસ અચાનક જ વિકાસનીઓફીસ બેગમાં ડાઈવોર્સ પેપર જોયા…હજી હાથમાં લઈ વાંચવા જાય છે. ત્યાં જ વિકાસ બાથરૂમમાંથી નાહીને નીકળ્યો….એ ફટાફટ એ પેપર ત્યાં જ જેમતેમ મૂકી વિકાસને જોઈ રહે છે. આખા શરીર પર ખાલી વિતાળેલ ટૂવાલ સાથે વિકાસનું સંપૂર્ણ શરીર જોઈ થોડી રોમાંચિત થઈ જાય છે. વિકાસ પણ એને એની તરફ ખેંચે છે….એનાં વીખરાયેલ વાળને વધારે વિખેરતા વિકાસે એક હળવું આલિંગન આપી એકદમ નજીક લઈને મીતા કઈ બોલે એ પહેલાં જ મીતાના હોઠ પર વિકાસે એનાં હોઠ મૂકી દીધા.
‘આટલો બધો પ્રેમ મને કરે છે. તો એ પેપર?’

‘ચાલ, મીતુ ડાર્લિંગ! આજે તારી ચોઈસના કપડાં પહેરું’ , પોતાનાં આલેંગનમાંથી મીતાને છોડતાં વિકાસ બોલ્યો.
અરે હા, હું ભૂલી જ ગયો હતો. આજે મારે ઓફીસ નથી જવાનું…મેં ત્રણ દિવસની રજા લીધી છે. તું પણ તૈયાર થઈ જા…આપણે અમદાવાદ જઈએ. ત્રણ દિવસની રજા લીધી છે. તું પણ ઘણાં સમયથી પિયર નથી ગઈ. ને હું પણ મારી સાસરીમાં નથી ગયો…તો ચાલને તું તારા પિયરમાં ને હું મારી સાસરીમાં ત્રણ દિવસ રહી આવીએ.

કેટલાં મહિનાઓથી વિકાસ પરેશાન હતાં. મૌન હતાં….આજે ખુશ છે…એની ખુશી એ જ મારી ખુશી. એપેપર કોઈ અન્યનાં પણ હોઈ શકે! હું શા માટે એ પેપરનો પ્રશ્ન પૂછી મારા વિકાસને અનહેપ્પી કરું? એમ વિચારી એ પણ વિકાસની હા માં હા ભેળવી અમદાવાદ જવા તૈયાર થઈ જાય છે.

અમદાવાદ એની મમ્મીનાં ઘરે જઈને જોવે છે કે, તો ત્યાં પણ બધા ખુબ જ હેપ્પી હતાં. મીતાનો ભાઈ સૂરજ અને સંધ્યા તો આ બંનેને આવેલા જોઇને રીતસર લાગણીમાં ખેચાઈને રડવા લાગે છે.
સાધ્યા તો રડતા રડતા એટલું જ બોલી કે, ‘ખરેખર, વિકાસ જીજુ તમે નાં હોત તો આજે હું અને સૂરજ સાથે ન હોત! અમારા જીવનનો ઉગતો સૂર્ય ક્યારનોય આથમી ગયો હોત.’

‘શું બોલો છો તમે? એવું તે શું થયું હતું તમારી વચ્ચે? ને વિકાસે એવું તે શું કર્યું છે કે જેનાથી તમારા બંનેની લાઈફમાં પોઝીટીવ અસર થઈ?’ , મીતાએ આશ્ચર્ય સાથે ઘણાં બધા પ્રશ્નો એકીસાથે પૂછી લીધા.
‘તને બધું જ કહીશું…….મારી ડાર્લિંગ’, પહેલાં તું થોડી ફ્રેસ થઈ જા…મીતાનો હાથ પકડી હળવેકથી આંખોનો ઈશારો કરતો વિકાસ બોલ્યો.

ચા- પાણી નાસ્તો કર્યા પછી સંધ્યા બોલી: દીદી, હું અને સૂરજ છેલ્લાં પાંચ મહિનાથી એક ઘરમાં રહેતાં હોવાં છતાં અજનબી બનીને રહેતાં હતાં. હું નહોતી ઈચ્છતી કે મારા સંસારની આ વાત જાહેરમાં લોકો જાણેને મને અને સૂરજને હાંસીનું પાત્ર સમજી સમાજ અમારા બંને પર હસે! એટલે મેં મારી બધી જ વાત વિકાસ જીજુને કરી. સૂરજ થોડા ખોટા રસ્તે જઈ રહ્યા હતાં. એને સાચા રસ્તેવાળવામાં મને વિકાસ જીજુએ ખુબ જ મદદ કરી છે. જો એ ન હોત તો કદાચ આજે અત્યારે હું પણ અહિયાં ન હોત!. એ પણ એક સત્ય છે.

‘મને સાચી હકીકત તું ડીપમાં કહે. આમ ગોળ ગોળ નથી ખબર પડતી.’
‘છોડો દીદી, એ વાત…..એક ચૂડેલ આવી ને જતી પણ રહી…..ને અમારો સંસાર બચી ગયો….એટલામાં સમજી જાવ.પ્લીઝ! હું નથી ઈચ્છતી કે હું અને સૂરજ હવે એ વાત યાદ કરીએ’

આજે મીતાને બધું સમજાઈ ગયું. સતત ત્રણ મહિના સુધી વિકાસ કેમ નથી આરામથી સુઈ શક્યાએ, પેલા પેપર કોના હશે એ પણ, આજે સાચું સત્ય સામે આવ્યાં પછી મીતાનો એ ગુસ્સો જે ઘણાં સમયથી તેનાં મગજમાં દબાઈને બેઠો હતો એ ફુગ્ગામાની હવાની જેમ તેનાં મગજમાંથી બહાર નીકળી ગયો.

તેણે પ્રેમથી વિકાસને પૂછ્યું, વિકાસ! તું આટલા લાંબા સમયથી એકલેહાથે આટલી મોટી મૂઝવણને કેમ પચાવી શક્યો? તે મને તારા દુખમાં કે વ્યથામાં કેમ ભાગીદાર ન બનાવી. અરે પાગલ તું એ પણ ન સમજ્યો કે આ ભાઈભાભી મારા છે. એમનું દુઃખ તે તારું બનાવ્યું ને મને દૂર રાખી? શું હું તને સાથ ન આપી શકેત? એવું તે વિચારેલ?, ખુશી અને દુખ બંને વ્યક્ત કરતા મીતા બોલી.

‘અરે ગાંડી…..હું દુઃખ એકલો પચાવી શકું સુખ નહિ……એટલે તો તને ત્રણ દિવસ સહિયારું સુખ માણવા તારા પિયર લાવ્યો છું. ને હું મારા સાસરે આવ્યો છું.’
‘સહિયારું સુખ….!’ એકસાથે બધા બોલી હસી પડ્યાં.

લેખિક : તૃપ્તિ ત્રિવેદી

ખુબ સુંદર વાર્તા મિત્રો શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી