વાર્તા: માનવતા હજી મરી નથી! (ખુશી એટલે હું તૃપ્તિ ત્રિવેદી….આ મારી ૨૦૧૭ની પરિક્રમાની સત્ય ઘટના છે.)

“માનવતા હજી મરી નથી”

હેલ્લોમાસી હું ખુશી બોલું છું. ક્યારે નીકળવાનું છે ; પરિક્રમાં કરવા માટે? ખુશીએ એની માસીને કોલ કરીને પૂછ્યું.

‘બેટા હજીતો ભાઈબીજ થઈ છે. આપડે દસમના દિવસે નીકળશું.’
‘કેમ લેટ? તમે કહ્યું હતું ને કે દિવાળી પછી તરત જ!’
‘હા, દિવાળી પછી એટલે દસમ જ , ખુશીબેટા પરિક્રમા તો અગિયારસથી જથાય છે વર્ષોથી.’

‘ઓહ! એવું છે……ભલે સારૂ માસી…..પણ હા ત્યાં શું શું જોડે લઈ જવાનું? ત્યાં શું હોય? મેં તો ક્યારેય પરિક્રમા કરવા ગઈ નથી, જંગલ જોયા નથી, માસી! હું ખુબ જ એક્સાઈમેન્ટ છું….ખબર નહિ હું દસમ સુધી કેમ રાહ જોઈ શકીશ!’
‘સાવ ગાંડી છે મારી ખુશી. તું ખાલી તારા કપડા જ લઈલે. બાકી હું બધું લઈ લઈશ.’

‘થેક્યું….માસીમાં, લવ યુ……જલ્દી જલ્દી આવો તમે એટલે આપણે જઈએ. બસ! હું આતુરતાથી રાહ જોઇશ હવે તમારી ને દસમની.’
‘હા….હા…..હા…, ચાલ હવે ફોન મૂક, મારે ગેસ્ટ આવવાના છે. રસોઈ પણ બનાવવાની છે. બાય…..ટેક કેર દિકા’
‘બાય…., માસી’

કોલ મૂકી ખુશી વિચારોમાં ચડી જાય છે. કેવું મસ્ત જંગલ હશે, કેટલી બધી મજા આવશે. ટી.વી પર જોયેલાં જંગલો જેવું જ હશે ત્યાં પણ… એ ભયંકર અંધકાર…….એ ઊચા ઊંચા વ્રુક્ષો, પક્ષીઓનો અવાજને પહાડોમાંથી વહેતાં ઝરણાઓ……અહા, હું તો એ ઝરણાઓમાં ખુબ જ ન્હાવાની છું. હું ખુબ જ વ્હાલ કરીશ ઝરણાના પાણીની! કેટલી બધી મજા આવશે! હું તો એ આનંદની કલ્પના પણ નથી કરી શકતી, અદભુત…..આહલાદક, ને રમણીય વાતાવરણ જોવા ને માણવા હું વર્ષોથી તરસી રહી છું. હવે હું એ જંગલને એવું માણીશ….એવું માણીશ કે પછી ક્યારેય જિદગીમાં ન જવા મળે તો અફસોસ જ નહિ!’
કલ્પનામાં ને વિચારોમાં ક્યારે દસમ આવી ગઈ એ જ ખ્યાલ ના રહ્યો. માસી અને માસા પણ આવી ગયાં એને લેવા માટે…..ત્રણેયની સવારી ઉપડી છે….હવે જૂનાગઢ જવા માટે…..

,માસા…., નોનસ્ટોપ જૂનાગઢ જ જઈશું. કાર ક્યાય આપણે સ્ટોપ નહિ કરીએ. આપણે જલ્દી જલ્દી પહોચશું તો જ આપણી પરિક્રમા જલ્દી સ્ટાર્ટ થશે ને ?,…ખુશી ને પરિક્રમા કરવાનાં બહાને જંગલમાં રહેવું હતું….એને મન ભરીને માણવું હતું બસ. જેમ અર્જુનને બાણ વીંધતી વખતે પક્ષી ને બદલે ખાલી આંખ જ દેખાતી હતી. એમ આજે ખુશી ને પણ બસ એક નજર સામે વારેવારે આવે છે….વહેતાં ઝરણાઓ….બસ!’
‘હા…..બાપા હા, તે તો લોહી પીધું……જંગલ…જંગલ….જંગલ…..તને ત્યાં જ મૂકીને આવવી છે. રે’જે ત્યાં જ’, માસા કાર ચલાવતા ચલાવતા થોડી મજાક કરતાં બોલ્યાં.

આવી ગઈ ખુશીની મંજિલ….પહોચીગયાં જૂનાગઢ……..કારને યોગ્ય જગ્યાએ પાર્ક કરી શરૂ કરી પરિક્રમા. અડધીક કલાક આગળ ચાલ્યા પછી ફક્ત જંગલ વિસ્તાર આવ્યો, કોઈ પણ પ્રકારનો માનવ વિસ્તાર ન હતો. ઊપરાંત રસ્તાની બેય બાજુ ઊંચા ઊંચા ઝાડી-ઝાંખરા. સંપૂર્ણપણે કુદરતની ગોદમાં હોવાનો અહેસાસ થયો. થોડો થાક છતાં જગલમાં ફર્યાનો આનંદ વધૂ હતો. વાગ્યે ઝીણાબાવાની મઢીએ પહોંચ્યા. બધા લોકો સૂતા હતાં ત્યાં ખુલ્લી જગ્યામાં ચલાખો પાથરી સૂઈ ગયા. વધારે માણસોને લીધે ઠંડી ઓછી લાગતી હતી.આછો ઉજાસ, આછું અજવાળું જોતાં જ સમજાયું કે આ ગીચ જંગલ દિવસે પણ અંધારાને સાચવી રાખે છે. એકબીજામાં ગૂંથાયેલાં ઘટાટોપ વૃક્ષો એવી તો કિલ્લેબંધી કરે કે ધોળા દિવસે સૂરજનાં કિરણોને જંગલમાં ઘૂસવાનું મુશ્કેલ બને. મોટાં મોટાં હજારો વૃક્ષો એક મોટી લીલી જાળ બની સૂરજનાં કિરણોને ગૂંગળાવે, હંફાવે. ક્યારેક પવનદેવની મદદ મળે ને વૃક્ષો પવનમાં ડોલવા લાગે ત્યારે છૂટાંછવાયાં કિરણો જંગલમાં ઘૂસી જઈ ક્યાંક ક્યાંક ચાંદરણાં પાડે. આ ચાંદરણાંને જોઈને થાય કે હજુ સંધ્યાકાળ થયો નથી પણ ભરબપોરનો સમય છે. જંગલનો ભેજ ને આછું અજવાળું દિવસરાતના ચક્રને ઉકેલવા ન દે, પણ વધુ ગૂંચવે. ઉકળાટ, બફારો ને ગરમી બપોરનો અનુભવ કરાવે પણ કદીક આવતી પવનની મીઠી લહેર સાંજનો અનુભવ કરાવે ! વૃક્ષોનાં લીલાંછમ પાંદડાંઓની ઘટા, ઊંચે ચઢીને લટકતા વેલા ને ફૂલોનાં ઝૂમખાં, કાળાં જાડાં થડ ને વાંકી-ચૂકી ડાળીઓ અંધારાને સાચવીને ઊભાં હોય એવું લાગે. ઉપર કાળામેશ અંધકાર ને નીચે ભોય પર ખુશી….ખુશીને કશું સૂઝતું ન હતું. એને અંધકાર સામેં જોયું….., અને? ઓહો….. તારાઓથી ખીચોખીચ ભરેલું આકાશ ! વાહ, રાત્રીના અંધકારને પણ રૂપ હોય છે. આભલાથી મઢેલ ઓઢણી ઓઢી હોય એવું લાગતું હતું….નેપૂર્ણ પ્રકાશે પ્રજવલિત ચાંદ તો જાણે એનો સોળે શણગારમાનો એક શણગાર! અહા! શું રૂપ છે રાત તારું!….આટલું બોલી ખુશીએ એ રાતને, એ પૂર્ણ સ્વરૂપે ખીલેલાં અંધકારને માણ્યા જ કર્યું…..,માણ્યા જ કર્યું.

સવારે ચાર વાગતાં જ એ વિસ્તાર છોડી આગળ ચાલવાનું શરૂ કર્યું…….લોકોનાં ટોળે ટોળા ચાલતા હતાં. બધાના હાથમાં ટોર્ચ હતી. જેટલો પ્રકાશ ટોર્ચમાંથી નીકળતો એટલું જ અજવાસ. બાકી ધોર અંધકાર……ખુશીએ અંધકારમાં ને અંધકારમાં એનાં માસા માસીથી છૂટી પડી જાય છે. ભીડ પણ એટલી કે કોઈને ગોતવા પણ અશક્ય બની જાય. નાં મોબાઈલ નેટવર્ક, નાં પોતાને ખબર કે પોતે ક્યા છે……લગભગ ત્રણ કલાક જેટલું એ મથી એનાં માસા માસીને ગોતવા અંતે એમાં એને સફળતા મળી નહિ. છેવટે એ મૂજાઈ. હવે એ શું કરે? કેવી રીતે એ પોતાનાં સ્વજન સુધી પહોચી શકે? આટલાં ટોળા વચ્ચે હોવાં છતાય એ સાવ નિરાધાર છે. એવો એને અહેસાસ થયો….

થોડી હિમત કરી તેણે એક ભાઈને ઉભા રાખ્યાં…પૂછ્યું, ‘ કે આ કયો વિસ્તાર છે જે આપણે ચાલીએ છીએ તે?’
એ ભાઈ કહે : હું પણ પહેલીવાર જ આવ્યો છું. મને પણ કઈ ખબર નથી! જ્યાં લોકો ચાલે ત્યાં હું ચાલુ છું.

‘ઓહ!…..મનમાં નિસાસો નાખી ઉદાસ મને એ માસા માસીને ગોતવા જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં ત્યાં ફેરવવા લાગી….આમને આમ બપોર થવા આવી હજી તે ત્યાંની ત્યાજ હતી….એને એટલી તો ખબર પડી કે જો લોકો પાછળ હોત તો ક્યારનાંય મને મળ્યાં હોત….હવે એ નક્કી જ છે કે એ લોકો આગળ જ છે મારી. પણ, છે તો કેટલે આગળ હશે?’, આવાકેટલાંય પ્રશ્નો ખુશીના મનને મૂઝવી રહ્યા હતાં.

‘ત્યાં જ એની નજર અચાનક એકયુવાનોનાં મસ્તીખોર ટોળા પર પડે છે. જેલોકો જંગલના પરિક્રમાનાં રૂટ પર નહિ, પણ એની બાજૂમાં આવેલ પથ્થરો વાળા પર મોટાં મોટાં પથ્થરોને કૂદીકૂદીને જઈ રહ્યા હતાં….ખુશી એકદમ દોડી…..એ ફટાફટ એક યુવાનને ઉભો રાખે છે….અને પૂછે છે…..થોડી એ ગભરાયેલી પણ હતી. છતાં હિમ્મત કરી બોલી: તમેપરિક્રમાનો રસ્તો જોયો છે? તમે એવરીયર આવો છો પરીક્રમા કરવા? ખુશીને પણ ખબર ન હતી કે શું પ્રશ્નો પૂછી રહી છે. એનાં આવા પ્રશ્નો પૂછવાનું કારણ એક જ હતું કે, આગળ એને જેને જેને પ્રશ્નો પૂછ્યા એ બધા જ આ જંગલથી અજાણ હતાં.

‘હા….અમે દસ વર્ષથી આવીએ છીએ…..શું તમે એકલા જ આવ્યાં છો? કે તમે એકલા પડી ગયાં છો? એ યુવાને ખુશીને સામે પ્રશ્ન પૂછ્યો.
‘હું વિથ ફેમીલી આવી છું. પણ આઈ થીંક એ લોકો આગળ છે. હું એમનાથી ખુબ દૂર છું. કેમકે હું ચાર કલાકથી અહિયાં છું. ને એ લોકો ચાર કલાકથી ચાલતાં હશે……એ મને નહિ ગોતે..એ પણ હું જાણું છું….કારણકે હું અત્યાર સુધી જેટલું ચાલી છું..એમાં હું એમનાથી આગળ જ ચાલી છું. મને જ્યાં થાક લાગે ત્યાં હું આરામ કરી એમની રાહ જોવું છું. એટલે એ લોકો મને નહિ જોવે તો એમને એમ થશે કે હું આગળ છું….એ એવું સમજી ચાલ્યાં જ કરશે….’ ,ખુબ જ ગભરાઈને આટલું ખુશી માંડ માંડ બોલી શકી.

પેલો ભાઈ બધું સમજી ચૂક્યો હોય તેમ ખુશીને તેની જોડે ચાલવા ઈશારો કર્યો…ખુશીને તેનાં પર વિશ્વાસ મૂકી ચાલવા સિવાય બીજો કોઈ ઉપાય ન સૂઝ્યો…..એ લોકો દર વર્ષે આવતાં હોવાથી એકદમ શોર્ટકટ રસ્તે ચાલવા લાગ્યાં….એ લોકોને મોટાં મોટાં પથ્થરો કુદતા જોઈ ખુશીને તો મંકીમેન યાદ આવી ગયો…..ખુશી પણ એ લોકોની જેમ કુદવા લાગી….જ્યાં એ કુદી ન શકે ત્યાં પેલી ટોળકી હિમત આપતી….હાથનો ટેકો આપતી……જ્યાં એ થાકીજાય…ત્યાં ખુશીને આરામ મળે એટલે બધાજ ચડવાનું સ્ટોપ કરી દે…..ખુશીને પ્રેમથી હિમત આપતાં….તમે ચિંતા ન કરો અમેં પૂરા દસ લોકો છીએ….તમારા કોઈ સગા નહિ મળે તો અમે તમને આખી પરિક્રમા પૂરી કરાવી દઈશું….અમે દસે દસ તમારા ભાઈ જ છીએ.,

સાચે ખુશીને હવે મનમાં સંતોષ થયો…..હવે ખુશી એ લોકો જોડે એકદમ સેટ થઈ ગઈ હતી. પર્વત પર ચાલતા, કૂદતાં એ હવે મસ્તી પણ કરી લેતી હતી…સવારથી જે ખુશીનાં ચહેરા પરની ખુશી ગાયબ હતી….એ ખુશી અત્યારે આ દસ યુવાનોએ લાવી આપી.
‘આમા રવેલટૂક છે….આપણે શોર્ટકટમાં આવ્યાં એટલે આપણે અહિયાં જલ્દી પહોચ્યાં. હવે તમારા ફેમીલી મેમ્બર ગમે તેટલાં આગળ નીકળશે તોય અહિયાથી આગળ તો નહિ જ ગયાં હોય!, આવું એક યુવાન બોલ્યો.
પછી એક ઉંચો પર્વત ગોત્યો….જ્યાંથી લોકોનેઆવતા જતાં સરળતાથી જોઈ શકાય એવી જગ્યા પર ખુશીની જોડે બધા જ યુવાનો બેસી ગયાં.
અંતે એ ક્ષણ પણ આવી…..ખુશી દૂરથી જ માસા અને માસીને જોઈ જાય છે….એ કુદકા મારીને એનાં માસા સામે દોડીને પહોચી જાય છે….પછી બધી હકિક્ત માસાને કહે છે.

પેલી દસ યુવાનની ટોળકી ખુશીને એનાં મસા સુધી પહોચાડીને એ ગર્વ સાથે ફરી એમનાં મૂકામ તરફ જવા નીકળી પડે છે.
ખુશી અનિમેષ નજરે એ લોકો જ્યાં સુધી જતાં દેખાયા ત્યાં સુધી જોઈ જ રહી ….જોઈ જ રહી….ને મનમાં જ બોલી, યુગ ચાહે કોઈ બી હોય….પણ, માનવતા હજી મરી નથી!

લેખિકા: તૃપ્તિ ત્રિવેદી

ખુબ સરસ, શેર કરો આ વાત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી