તમે જૂનાગઢમાં ફક્ત ગિરનાર અને મેળો જ જોવા જાવ છો તો હવે આ ઈમારતની મુલાકાત જરૂર લેજો.

તાજમહેલને પણ ઝાંખી કરાવે એવી ઈમારત છે આપણા ગુજરાતનાં જૂનાગઢમાં વાંચો એ ઈમારતનું નામ.
ગુજરાત માં અનેક શહેરો આવેલા છે જેમાં જુનાગઢ શહેર એક અનોખું સ્થાન ધરાવે છે ધર્મની નગરીની સાથે એતિહાસિક નગરની પણ ઓળખ ધરાવે છે. જીલ્લામાં આજે પણ અનેક રક્ષિત સ્મારકો આવેલા છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પુરાતન વિભાગ હસ્તક આવેલા છે. જયારે અતિ પ્રાચીન સ્મારકો આજે પણ ઈતિહાસ વર્ણવે છે ત્યારે કયાંક ને કયાંક અતિ પ્રાચીન ઈમારતોની હાલત દયનીય હાલતમાં જોવા મળે છે તો જોઈએ એક ખાસ એહવાલ.

જુનાગઢ શહેરમાં આંજે પણ અશોક સમ્રાટ અને મોર્ય કાલના સ્થાપત્યોની સાથે સાથે રાજા રજવાડા અને નવાબી શાશનના અનેક શીલ્પ સ્થાપત્યો જોવા મળે છે હાલ જોવા મળતા રક્ષીત સ્મારકોની જાળવણી કેન્દ્ર અને રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક છે જેમાં શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન પાસે આવેલ સરદાર ગેટ જે ઈ.સ.1888 માં બનાવામાં આવેલ ત્યારે તેને ” રે ગેટ ” તરીકે ઓળખાતો હતો અને મુંબઈ ગવર્નર લોર્ડ રે ના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવમાં આવ્યું હતું અને નવાબ ના યોગદાન થી બનવામાં આવ્યો હતો એ સમય માં ગેટ ઉપર ઘડિયાળ લગાવામાં આવી હતી આજે તે ઘણા વર્ષો થી બંધ હાલત માં જોવા મળે છે ત્યારે બાજુ માજ તાજ મહેલ ની કલાકૃતિ સમો મહાબત મકબરો આવેલો છે જેની સ્થાપના ઈ.સ.1880 માં કરવામાં આવી હતી તેને બાંધકામ નવાબ મહાબત ખાન એ કર્યું હતું અને ત્યાર બાદ તેનું અવસાન થતા નવાબ ત્રીજા વજીર બહુદીન ખાને મકબરા નું કામ પૂર્ણ કારવ્યું હતું આજે મહાબત મકબરા ની હાલત ખુબ ખરાબ છે ત્યારે રાજ્ય સરકાર જેટલી દરકાર રાખવી જોઈએ તે રાખી શક્યા નથી ત્યારે તેની બાજુ માં નરસિંહ વિદ્યા મંદિર સ્કુલ આવેલી છે તેનો પણ ઈતિહાસ કઈક એવો છે કે વજીર બહાઉદીન ખાને 1888 માં મહાબત માંદ્રેશા ના નામ થી સ્કુલ શરુ કરવામાં આવી હતી અને આઝાદી બાદ આ સ્કુલ નું સંચાલન નગર પાલિકા હસ્તક થયું હતું અને નરસિંહ વિદ્યા મંદિર સ્કુલ નું નામ આપવામાં આવ્યું હતું ત્યારે આ સ્કુલ માં પાકિસ્તાન ના અનેક મહાન ખેલાડીઓ પણ અભ્યાસ કરી ચુક્યા છે ત્યારે આજે આ સ્કુલ ની હાલત પણ ખરાબ જોવા મળે છે જુનાગઢ ના ઈતિહાસ વિદો ના મતે રક્ષિત સ્મારકો ની જે જાળવણી થવી જોઈએ તે થતી નથી


જુનાગઢ માં વધુ એક અમુલ્ય સ્થાપત્ય મોર્ય કાળ મળે છે તે ઉપરકોટ નો કિલો જેમાં નીલમ અને માણેક તોપ સાથે રાણકદેવી મહેલ, બોધ ગુફા, અડીકડી વાવ, લશ્કરી વાવ, રાનવઘણ કુવો તેમજ અનાજ ના કોઠારો સામેલ છે જેમાં નીલમ અને માણેક તોપ ને 1531 માં મહમદ બિન હમઝા નામના વ્યક્તિ એ બનાવામાં આવી હતી અને આ તોપ દીવ થી લાવવામાં આવી હતી ત્યારે હાલ જે રાણકદેવી નો મહેલ છે તેને વર્ષો પેહલા જામાં મસ્જીદ પણ કેહવામાં આવે છે ત્યારે સમય જતા અનેક રાજા રજવાડા ઈતિહાસ આ કિલ્લા માં જોવા મળેછે ત્યારે મહેલ ની હાલત પણ ખરાબ જોવા મળે છે જયારે અડીકડી વાવ નું સર્જન પથ્થર કાપી ને કરવામાં આવેલું છે વાવ માં 162 પગથીયા આવેલા છે તેમજ 81 મીટર ની લંબાઈ 4.75 પોહ્ળાઈ અને 31 મીટર ઊંડી વાવ છે એ સમય માં પાણી ની કિંમત સમજી ને ઉતમ વાવ નું સર્જન કરાયું હતું જયારે ઉપરકોટ માં નવઘણ કુવો પણ જોવા મળે છે જે 170 ફૂટ ઊંડો છે અને બાજુમાં અનાજ ના 13 જેટલા કોઠાર આવેલા છે ત્યારે જુનાગઢ માં આવા અનેક રક્ષિત સ્મારકો ની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે

જુનાગઢ આવતા પ્રવાસીયો જયારે રક્ષિત સ્મારકો ની મુલાકાત લેછે ત્યારે તેની હાલત ખુબ ખરાબ હોવાનું કેહતા જોવા મળે છે અને ઉપરકોટ કિલ્લા માં સાફ સફાઈ નો અભાવ પણ જોવા મળેછે ત્યારે આવા રક્ષિત સ્મારકો આજે આપણો ઈતિહાસ વર્ણવે છે તેની જાળવણી પણ એટલી જરૂરી છે હાલ રાજ્ય ભર માં સફાઈ જુંબેશ ચલાવી રહયા છે ત્યારે કિલ્લા ની હાલત પણ અતિ ખરાબ હાલત માં જોવા મળેછે ત્યારે હવે રાજ્ય સરકાર નું પુરાતન વિભાગ ક્યારે જાગશે તે જોવાનું રહયું.

હાલ તો જુનાગઢ અને જીલ્લા માં અનેક રક્ષિત સ્મારક આવેલા છે પ્રતિ વર્ષ લાખો પ્રવાસી જયારે સ્થાપત્ય ની મુલાકાત લેતા હોય છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર એવું જણાવી રહયા છે કે આ જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના પુરાતન વિભાગ હસ્તક ની છે અને તે લોકો સ્મારક ની સાર સંભાળ રાખતા હોય છે ભલે જીલ્લા વહીવટી તંત્ર દોષ અન્ય કચેરી ઉપર નાખતા હોય પણ પ્રશાશન પણ એટલુજ આ સ્મારકો ની જાળવણી માં હકદાર છે અને જીલ્લા કલેકટર ઉપરકોટ વિકાસ સમિતિ ના ચેરમેન છે ત્યારે હવે ઉપરકોટ કિલ્લા અને અન્ય રક્ષિત સ્મારકો ની જાળવણી ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી જાણકારી માટે લાઇક કરો અમારું પેજ-  ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી